India

ઝૂમ કોલ પર 900 કર્મીઓને કાઢી મૂકનારા સીઇઓની જ નોકરી ગઇ!

By GS Team
16 Aug 20261 min read
TukuTouch Logo
નવી દિલ્હી: 2021માં ઝૂમ કોલ પર 900 કર્મચારીઓને છૂટા કરનાર ભારતીય અમેરિકન CEO વિશાલ ગર્ગને બેટર હોમ એન્ડ ફાઇનાન્સના ચીફ એક્ઝિક્યુટિવ પદેથી હટાવી દેવાયા છે. બોર્ડના સર્વસંમતિના નિર્ણય બાદ ઓગસ્ટની શરૂઆતમાં તેમને પદભ્રષ્ટ કરાયા. તેમની નિર્ણય પદ્ધતિ અને સ્વભાવ અંગેની ચિંતાઓને કારણે આ કાર્યવાહી થઈ. વિશાલે નવા CEO ડેનિયલ લુઇસ પર વિશ્વાસઘાતનો આરોપ મૂક્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઝૂમ કોલ પર 900 કર્મીઓને કાઢી મૂકનારા સીઇઓની જ નોકરી ગઇ!

નવી દિલ્હી: 2021માં નાતાલ અગાઉ ત્રણ મિનિટનો ઝૂમ કોલ કરી ૯૦૦ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકનારા ભારતીય અમેરિકન સીઇઓ વિશાલ ગર્ગની પણ નોકરી જતી રહી છે. તેમને બેટર હોમ એન્ડ ફાયનાન્સનાં ચીફ એક્ઝિક્યુટીવ પદેથી હટાવી દેવામાં આવ્યા છે.
ગર્ગને ઓગસ્ટની શરૂઆતમાં હટાવી દેવામાં આવ્યા હતાં. બેટર હોમ એન્ડ ફાઇનાન્સનાં બોર્ડે જણાવ્યું છે કે ગર્ગ સિવાયનાં બાકી તમામ ડાયરેકટરોએ તેમને હટાવવા માટે સર્વ સંમતિથી મત આપ્યા હતાં.
નિર્ણય લેવાની તેમની પદ્ધતિ, સ્વભાવ અને વિશ્વસનીયતા અંગેની ચિંતાઓને ધ્યાનમાં રાખી તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. કંપનીને ૨૦૨૨થી ૧.૫ અબજ ડોલરથી વધુનું નુકસાન થયું છે.
ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર, ૨૦૨૧માં ગર્ગે ઝૂમ કોલ પર ૯૦૦થી વધુ કર્મચારીઓને અચાનક જણાવ્યું હતું કે તેમની નોકરી તાત્કાલિક અસરથી સમાપ્ત કરવામાં આવી રહી છે.
ત્યારબાદ થયેલા હોબાળાને કારણે તે થોડાક દિવસ માટે રજા પર ઉતરી ગયા હતાં. રજા પછી તેઓ સીઇઓ તરીકે પરત ફર્યા હતાં. આ ઘટનાને કારણે બેટર હોમ એન્ડ ફાઇનાન્સની પ્રતિષ્ઠાને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડયું હતું.
વિશાલે નવા સીઇઓે ડેનિયલ લુઇસ પર વિશ્વાસઘાત કરવાનો આરોપ મૂક્યો છે. વિશાલે જણાવ્યું છે કે તેમણે મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. લુઇસે ગયા સપ્તાહમાં વિશાલની જગ્યા લીધી હતી.