India

વર્લ્ડ કપ 2027માં કોણ હશે ટીમ ઈન્ડિયાના આધારસ્તંભ? ગંભીરના નિવેદનથી વધ્યું સસ્પેન્સ, જાણો રોહિત-કોહલી અંગે શું કહ્યું?

By GS Team
23 Sep 20262 mins read
TukuTouch Logo
ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે 2027 વનડે વર્લ્ડ કપની તૈયારીઓ અંગે દક્ષિણ આફ્રિકામાં ખુલીને વાત કરી છે. ગંભીરના મતે, શુભમન ગિલ કેપ્ટન તરીકે નસીબદાર છે કે તેને રોહિત-વિરાટનો અનુભવ મળી રહ્યો છે. તેમણે હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહને મુખ્ય આધારસ્તંભ ગણાવી, તેમને પૂરતો ગેમ-ટાઈમ આપવા પર ભાર મૂક્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

વર્લ્ડ કપ 2027માં કોણ હશે ટીમ ઈન્ડિયાના આધારસ્તંભ? ગંભીરના નિવેદનથી વધ્યું સસ્પેન્સ, જાણો રોહિત-કોહલી અંગે શું કહ્યું?

ODI World Cup 2027 : ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે વર્ષ 2027ના વનડે વર્લ્ડ કપની તૈયારીઓ અંગે ખુલીને વાત કરી છે. ગંભીરનું માનવું છે કે, કેપ્ટન તરીકે શુભમન ગિલ ખૂબ જ નસીબદાર છે કે તેને વનડે ફોર્મેટમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓનો સાથ અને અનુભવ મળી રહ્યો છે.

રોહિત-વિરાટની હાજરીથી ગિલને મોટો ફાયદો

ટેસ્ટ અને ટી20 ફોર્મેટમાંથી રોહિત શર્મા (Rohit Sharma) તેમજ વિરાટ કોહલી (Virat Kohli)ની નિવૃત્તિ બાદ શુભમન ગિલે (Shubman Gill) સિનિયર ખેલાડીઓ વગર પોતાની કેપ્ટનશિપની શરૂઆત કરી હતી. જોકે વનડે ફોર્મેટ અંગે ગૌતમ ગંભીરે (Gautam Gambhir) જણાવ્યું કે, મેદાન પર અને મેદાન બહાર માર્ગદર્શન આપવા માટે રોહિત અને વિરાટ જેવા અનુભવી ખેલાડીઓની હાજરી હોવાથી ગિલ ઘણો ભાગ્યશાળી છે. કોચે યુવા કેપ્ટનની પ્રશંસા કરતા કહ્યું કે, ગિલે નાની ઉંમરમાં પણ અદ્ભુત શાંત સ્વભાવ દર્શાવ્યો છે, તે ટીમ માટે નિઃસ્વાર્થ ભાવે રમે છે અને કડક નિર્ણયો લેવામાં પણ અચકાતો નથી.

2027 વર્લ્ડ કપમાં પંડ્યા અને બુમરાહની ભૂમિકા મહત્વપૂર્ણ

વર્ષ 2027માં દક્ષિણ આફ્રિકામાં રમાનારા વનડે વર્લ્ડ કપના આયોજન વિશે વાત કરતા હેડ કોચે હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah)ને ટીમના સૌથી મહત્વના આધારસ્તંભ ગણાવ્યા છે. ગંભીરનું માનવું છે કે, હાર્દિક જેવો ઓલરાઉન્ડર મળવો અત્યંત મુશ્કેલ છે, જે ટીમ માટે પૂરી 10 ઓવર બોલિંગ પણ કરી શકે અને નંબર 6 કે 7 પર આવીને તોફાની બેટિંગથી મેચનું પાસું પલટી શકે.

ખેલાડીઓને પૂરતો ગેમ-ટાઇમ મળવો જરૂરી

હેડ કોચે સ્પષ્ટ કર્યું કે વર્લ્ડ કપ જેવી મોટી ટૂર્નામેન્ટમાં કોઈપણ ખેલાડી અડધી તૈયારી સાથે મેદાનમાં ઉતરી શકે નહીં. આ માટે પંડ્યા અને બુમરાહ બંનેને પૂરતો સમય મેદાન પર રમવા મળે તે અત્યંત જરૂરી છે. વર્કલોડ મેનેજમેન્ટ જરૂરી હોવા છતાં ખેલાડીઓ લય જાળવી રાખવા માટે પૂરતી મેચો રમે તે બાબત પર ભાર મૂકવામાં આવ્યો છે. વર્લ્ડ કપમાં ભૂલ માટે કોઈ સ્થાન હોતું નથી, જેથી અત્યારથી જ યોગ્ય રણનીતિ સાથે કામ શરૂ કરી દેવાયું છે.