India

‘થેન્ક યુ માય ફ્રેન્ડ’ : PM મોદીના અભિનંદન પર જ્યોર્જિયા મેલોનીએ માન્યો આભાર

By GS Team
4 Sep 20262 mins read
TukuTouch Logo
ઇટાલીના વડાપ્રધાન જોર્જિયા મેલોનીએ 4 સપ્ટેમ્બરના રોજ યુદ્ધ પછીના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેવાનો રેકોર્ડ બનાવ્યો. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'X' પર અભિનંદન પાઠવ્યા. મેલોનીએ આભાર માનતા કહ્યું કે, ભારત-ઇટાલી સંબંધો મજબૂત બન્યા છે. 22 ઓક્ટોબર 2022ના રોજ શપથ લેનાર મેલોનીએ 1,413 દિવસ પૂરા કરી સિલ્વિયો બરુસ્કોનીનો રેકોર્ડ તોડ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

‘થેન્ક યુ માય ફ્રેન્ડ’ : PM મોદીના અભિનંદન પર જ્યોર્જિયા મેલોનીએ માન્યો આભાર

Giorgia Meloni Longest Serving PM Italy : ઇટાલીના વડાપ્રધાન જોર્જિયા મેલોનીએ 4 સપ્ટેમ્બરના રોજ દેશના યુદ્ધ પછીના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સતત વડાપ્રધાન પદ પર રહેવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. આ ભવ્ય સિદ્ધિ પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર પોસ્ટ કરીને તેમને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. વડાપ્રધાન મોદીએ લખ્યું કે, "મારી મિત્ર વડાપ્રધાન મેલોનીને ઇટાલીના યુદ્ધોત્તર ઇતિહાસની સૌથી લાંબો સમય સતત સેવા આપનાર વડાપ્રધાન બનવા બદલ હાર્દિક અભિનંદન. આ રેકોર્ડ તેમના નેતૃત્વમાં ઇટાલીની જનતાના વિશ્વાસ અને ભરોસાને દર્શાવે છે."

વડાપ્રધાન મોદીના સંદેશનો મેલોની દ્વારા વિશેષ પ્રત્યુત્તર

વડાપ્રધાન મોદીના અભિનંદન સંદેશનો જવાબ આપતા જોર્જિયા મેલોનીએ સોશિયલ મીડિયા પર આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું, "ડિયર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, તમારા અભિનંદન સંદેશ અને તમારી મિત્રતા માટે ધન્યવાદ. આજે ઇટાલી અને ભારત વચ્ચેના સંબંધો પહેલા કરતા ક્યાંય વધુ મજબૂત છે." મેલોનીએ ઉમેર્યું કે આપણી ગઇ મુલાકાત દરમિયાન શરૂ કરાયેલી સ્પેશિયલ સ્ટ્રેટેજીક પાર્ટનરશિપ આ સંબંધોની મહત્ત્વતા દર્શાવે છે. બંને દેશો મહાદ્વીપો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા અને 'ઇન્ડિયા-મિડિલ ઇસ્ટ-યુરોપ ઇકોનોમિક કોરિડોર' વિકસાવવા માટે સંયુક્ત રીતે કામ કરતા રહેશે.

જોર્જિયા મેલોનીની ઐતિહાસિક સફર અને સિદ્ધિઓ

જોર્જિયા મેલોનીએ 22 ઓક્ટોબર 2022 ના રોજ ઇટાલીના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે શપથ લીધી હતી. તેમની સરકારે અત્યાર સુધીમાં 1,413 દિવસ પૂરા કરી લીધા છે અને તેમણે પૂર્વ વડાપ્રધાન સિલ્વિયો બરુસ્કોનીનો જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ અવસરે મેલોનીએ જણાવ્યું હતું કે છેલ્લા 4 વર્ષોમાં તેમની સરકારે રોજગારી વધારવા, બેરોજગારી ઘટાડવા, પરિવારો તથા વેપારીઓને સમર્થન આપવા, સુરક્ષા મજબૂત કરવા અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઇટાલીની છબી તથા પ્રભાવને વધારવા માટે શ્રેષ્ઠ કાર્ય કર્યું છે.

મેલોનીની રાજકીય સફર અને ભવિષ્યના લક્ષ્યો

માત્ર 15 વર્ષની ઉંમરે એક છાત્રા અને યુવા આંદોલનના સભ્ય તરીકે રાજકારણમાં પગ મૂકનાર મેલોનીએ પોતાની મહેનતથી આ મુકામ મેળવ્યો છે. 21 વર્ષની ઉંમરે તેઓ રોમ પ્રાતના પાર્ષદ તરીકે ચૂંટાયા હતા. બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય સહયોગ અને વડાપ્રધાન મોદી તથા મેલોની વચ્ચેના વ્યક્તિગત સંબંધો વૈશ્વિક મંચ પર ભારત અને ઇટાલીની ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જઈ રહ્યા છે.