Get The App

ભારતના આ રાજ્યમાં 14 મુસ્લિમ જાતિને અનામત આપવાની તૈયારી, 3 લાખ પરિવારને થશે ફાયદો

Updated: Jul 30th, 2025

GS TEAM

Google News
Google News
ભારતના આ રાજ્યમાં 14 મુસ્લિમ જાતિને અનામત આપવાની તૈયારી, 3 લાખ પરિવારને થશે ફાયદો 1 - image

File Photo: Image: IANS



Muslim Reservation: તેલંગાણામાં મુખ્યમંત્રી રેવંત રેડ્ડીના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકાર 14 મુસ્લિમ જાતિઓને પછાત વર્ગ (BC) હેઠળ અનામતની સુવિધા આપવાની તૈયારી કરી રહી છે. આ જાતિઓમાં આશરે 3 લાખ પરિવાર સામેલ છે, જે લાંબા સમયથી સામાજિક, શૈક્ષણિક અને આર્થિક પછાતપણાનો સામનો કરી રહ્યા છે. હવે આ મુસ્લિમ સમૂહને BC(E) શ્રેણી હેઠળ 4% અનામત આપવામાં આવશે. પરંતુ, કાયદાકીય વિવાદ અને ધાર્મિક આધાર પર અનામતને લઈને સવાલના કારણે આ નીતિ પ્રભાવી રૂપે લાગુ ન થઈ શકી. સરકારનું માનવું છે કે, આ જાતિઓનો ધર્મ નથી, પરંતુ પછાતપણાના આધારે લાભ આપવો જોઈએ. 

સરકાર દ્વારા કરાવવામાં આવેલા સામાજિક, આર્થિક, શૈક્ષણિક, રોજગાર અને રાજનૈતિક જાતિ (SEEPC) સરવેનો રિપોર્ટ ફેબ્રુઆરી 2025માં સાર્વજનિક થયો હતો. તેમાં સામે આવ્યું કે, રાજ્યની કુલ 12.58% મુસ્લિમ વસ્તીમાંથી 10.08% પછાત મુસ્લિમ છે અને ફક્ત 2.5% મુસ્લિમ અન્ય વર્ગમાં આવે છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું કે, હૈદરાબાદના જૂના શહેરમાં અનેક મુસ્લિમ મહિલાઓએ ગણતરીકર્તાઓ સાથે વાતચીત ન કરી, જેનાથી મુસ્લિમ વસ્તીનો અંદાજ 1-2% ઓછો થઈ શકે છે.

આ પણ વાંચોઃ ઓપરેશન મહાદેવ બાદ સેનાનું 'ઓપરેશન શિવશક્તિ', બે આતંકી ઠાર, સર્ચ અભિયાન ચાલુ

અનામત વધારીને 42% કરવામાં આવ્યું

SEEPC સરવે આધારે તેલંગાણા વિધાનસભામાં માર્ચમાં એક બિલ પસાર કરીને પછાત વર્ગ અનામત 27%થી વધારીને 42% કરવામાં આવી છે. આ વૃદ્ધિ શિક્ષણ, સરકારી નોકરી અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં લાગુ થશે. આ બિલ હવે રાજ્યપાલ જિષ્ણુ દેવ વર્મા દ્વારા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને મોકલવામાં આવ્યું છે.

શિયા પરિવારોને નથી મળતો લાભ

રાજ્ય સરકારના સલાહકાર અને વરિષ્ઠ નેતા મહોમ્મદ અલી શબ્બીર અનુસાર, 'આશરે 3 લાખ શિયા પરિવાર ન ફક્ત આર્થિક અને સામાજિક રૂપે પછાત છે. પરંતુ, તેમને કોઈપણ પ્રકારની સરકારી યોજનાનો લાભ નથી મળી રહ્યો. સરવે અનુસાર, મુસ્લિમ સંપ્રદાયે 10.08% લોકો ગરીબી રેખાની નીચે છે અને મદદ મેળવવાને પાત્ર છે. સૈયદ, મુગલ, પઠાણ, અરેબિયા, કોજ્જા મેમન, આગા ખાની અને બોહરા જેવા મુસ્લિમ સમૂહ વ્યવસાય પર આધારિત જાતિ છે, જેમ અન્ય પછાત વર્ગની જાતિ હોય છે. આ ધર્મ આધારિત અનામત નથી, પરંતુ સામાજિક-આર્થિક પછાત પર આધારિત પ્રસ્તાવ છે.'

આ પણ વાંચોઃ DGCAએ એર ઈન્ડિયાની 100 સુરક્ષા ખામી પકડી પાડી, સુધારો કરવા આ તારીખ સુધીનું અલ્ટીમેટમ

ભાજપના વાંધા પર સરકારનો જવાબ

ભાજપ દ્વારા આ પ્રસ્તાવ પર ધર્મ આધારિત અનામતનો આરોપ લગાવવા પર મોહમ્મદ અલી શબ્બીરે કહ્યું કે, 'જ્યારે પણ મુસ્લિમ અનામતની વાત કરવામાં આવી, સરકારને પૂછવામાં આવ્યું કે, ડેટા ક્યાં છે? હવે અમારી પાસે સરવેના માધ્યમથી નક્કર આંકડા છે. મોટાભાગના ગરીબ મુસ્લિમ ફળ-શાકભાજી વિક્રેતા, ભંગાર વેચવાનું, ડ્રાઇવર જેવા કામ કરે છે. તેમને પણ એટલા જ અધિકારો મળવા જોઈએ, જેટલા અન્ય સંપ્રદાયોને મળે છે.'

શું SC-ST જેવી યોજનાનો લાભ મળી શકે છે?

શબ્બીરે સંકેત આપ્યો કે, સરકાર હવે વિચાર કરી રહી છે કે, આ 14 મુસ્લિમ જાતિઓને પણ તે લાભ અને યોજના આપવામાં આવે જે SC, ST અને OBCને આપવામાં આવી રહી છે. જોકે, રોજગારમાં પ્રાથમિકતા, શિષ્યવૃત્તિ, ઉદ્યોગસાહસિકતા સપોર્ટ અને સ્થાનિક રાજકીય પ્રતિનિધિત્વ.

Tags :