DGCAએ એર ઈન્ડિયાની 100 સુરક્ષા ખામી પકડી પાડી, સુધારો કરવા આ તારીખ સુધીનું અલ્ટીમેટમ
Image: IANS |
Air India: નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)એ એર ઈન્ડિયાના વિમાન સંચાલનમાં 100 સુરક્ષા ખામીની ઓળખ કરી છે. વાર્ષિક સુરક્ષા ઑડિટમાં આ ચૂક સામે આવી છે.
સાત ચૂકને ગંભીર શ્રેણીમાં મૂકવામાં આવી
આમાં જૂની તાલીમ માર્ગદર્શિકાઓ, પાઇલટ તાલીમનો અભાવ, અયોગ્ય સિમ્યુલેટર, ફ્લાઇટ રોસ્ટરનું સંચાલન કરતા પ્રશિક્ષિત સ્ટાફનો અભાવ, છૂટાછવાયા તાલીમ રેકોર્ડ અને ઓછી દ્રશ્યતા સંચાલન માટે મંજૂરીઓમાં અનિયમિતતા વગેરેનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ અંતરિક્ષમાં આજે ભારત રચશે ઈતિહાસ, NASA-ISRO મિશન કરશે લોન્ચ, પૃથ્વી પર રાખશે નજર!
આ ખામીઓમાંથી સાતને DGCAએ 'લેવલ-વન' એટલે સૌથી ગંભીર શ્રેણીમાં રાખવામાં આવી છે અને તેને 30 જુલાઈ સુધી સુધારવાનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. બાકીની ખામીઓ એવી છે, જેને ઓગસ્ટ સુધી દૂર કરવું જરૂરી છે.
એર ઈન્ડિયાને તમામ સુરક્ષા પ્રોટોકૉલ આપવા કહ્યું
DGCAએ એર ઈન્ડિયાને તમામ સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવા પુરાવા રજૂ કરવા માટે પણ કહ્યું છે. થોડા સમય પહેલાં જ્યારે એર ઈન્ડિયાનું એક વિમાન ઈમરજન્સી સ્લાઇડનું નિરીક્ષણ કર્યા વિના ઉડાન ભરી રહ્યું હોવાનું સામે આવ્યું, ત્યાર બાદ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીરના પૂંછમાં એન્કાઉન્ટરમાં બે આતંકીઓ ઠાર, LoC નજીકના જંગલોમાં સર્ચ ઓપરેશન
આ સ્લાઇડ વિમાનની એક ઈમરજન્સી લેન્ડિંગ અથવા નિકાસી માટે સમય સૌથી મહત્ત્વના સુરક્ષા ઉપકરણોમાંનું એક છે. 23 જુલાઈએ, DGCA એ વિવિધ ઉલ્લંઘનો માટે એરલાઇનને ત્રણ કારણદર્શક નોટિસ જાહેર કરી હતી અને 15 દિવસની અંદર જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે.
એરલાઇન્સ સુરક્ષા અને જાળવણીના ધોરણોનું પાલન કરી રહી છે
આ પહેલાં, નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી મુરલીધર મોહોલે રાજ્ય સભામાં જણાવ્યું હતું કે, નિયામક સંસ્થા એટલે કે, DGCA દેશભરમાં સમયાંતર નિયમિત દેખરેખ, સ્પાટ ચેક અને નાઇટ ઇન્સ્પેક્શન કરે છે. જેથી, એ સુનિશ્ચિત કરવામાં આવી શકે કે, એરલાઇન્સ સુરક્ષા અને જાળવણીના માનકોનું પાલન કરી રહી છે. આ ઉલ્લંઘનના કિસ્સામાં નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવે છે. જેમાં દંડ, ચેતવણી અથવા લાઇસન્સ સસ્પેન્શનનો પણ સમાવેશ થાય છે.