Get The App

વિધાનસભામાં ગાળો બોલવાનો સીએમ રેવંત રેડ્ડીનોે વીડિયો વાયરલ

રેડ્ડીએ બીઆરએસના વરિષ્ઠ નેતાઓ કે ટી રામા રાવ અને ટી. હરીશ રાવ પર નિશાન સાધી અપમાનજનક ભાષા વાપરી

તેલંગણા સીએમનાં અપશબ્દોથી હોબાળો

Updated: Jan 5th, 2026

GS TEAM

Google News
Google News
વિધાનસભામાં ગાળો બોલવાનો સીએમ રેવંત રેડ્ડીનોે વીડિયો વાયરલ 1 - image

નવી દિલ્હી, તા. ૫

તેલંગણાના મુખ્યપ્રધાન અનુમુલા રેવંત રેડ્ડીએ વિધાનસભામાં વિપક્ષી નેતાઓને વિધાનસભામાં ગંદી ગંદી ગાળો આપી હતી. મુખ્યપ્રધાને અપશબ્દોનો ઉપયોગ કરતા રાજકીય વર્તુળોમાં હોબાળો થયો છે.

આ ઘટના વિધાનસભા સત્ર દરમિયાન બની હતી. જેમાં રેડ્ડીએ ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ)ના વરિષ્ઠ નેતાઓ કે ટી રામા રાવ (કેટીઆર) અને ટી. હરીશ રાવ પર નિશાન સાધી ખૂબ જ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો.

ભાજપે આ અંગે કડક પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. જો કે કોંગ્રેસ તરફથી આ અંગે કોઇ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. વિધાનસભામાં ચર્ચા દરમિયાન મુખ્યપ્રધાન રેડ્ડીએ વિપક્ષી નેતાઓની ટીકા કરતા અપશબ્દોનો પ્રયોગ કર્યો હતો અને ટીકાકારોની જીભ કાપી નાખવાની ધમકી આપી હતી.

ભાજપના અરૃણાચલ પ્રદેશ એકમે આ વીડિયો શેર કરતા જણાવ્યું હતું કે આ કોઇ સામાન્ય ભૂલ નથી. આ તેમની હતાશા, અહંકાર અને અસહિષ્ણુતાનું ખુલ્લું પ્રદર્શન છે. આ કોંગ્રેસનો વાસ્તવિક ચેહરો છે.

જ્યાં ગરિમા, મર્યાદા અને લોકશાહી મૂલ્યોને કોઇ સ્થાન નથી. એમાં કોઇ નવાઇની વાત નથી કે રાહુલ ગાંધી અને કોંગ્રેસના સમર્થક વારંવાર સંસદ અને ન્યાયિક સંસ્થાઓનું અપમાન કરે છે.

રેવંત રેડ્ડીનું આ નિવેદન મુખ્યપ્રધાન પદની ગરિમાને ઘટાડે છે અને લોકશાહી મૂલ્યોનું ભંગ છે. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયો છે. જેમાં રેડ્ડીને ગુસ્સેથી અપશબ્દો બોલતા જોઇ શકાય છે.

જે સમયે વિધાનસભામાં રેવંત રેડ્ડી સીએમ પદની મર્યાદા કોડી ગંદી ગાળો બોલી રહ્યાં હતાં તે સમયે પોતાની ખુરશી પર બેસેલા ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમી (એઆઇએમઆઇએમ)ના ધારાસભ્ય અકબરુદ્દીન ઔવેસી હસી રહ્યાં હત

 

 

ાં.