VIDEO: લગ્ન વગર પિતા બની ગયા તેજ પ્રતાપ? કથિત ગર્લફ્રેન્ડ અનુષ્કાના ઘરે દીકરીનો જન્મ, લાલુના દીકરાએ જુઓ શું કહ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| ||
Tej Pratap Yadav Denies fatherhood rumors: લાલુ પ્રસાદ યાદવના પુત્ર અને જનશક્તિ જનતા દળના પ્રમુખ તેજ પ્રતાપ યાદવે રવિવારે પિતા બન્યાની અફવાઓ પર મૌન તોડ્યું છે. સોશિયલ મીડિયા પર એવી ચર્ચા શરૂ થઈ હતી કે ગયા વર્ષે જેની સાથે નામ જોડાયું હતું તે અનુષ્કા યાદવે 8 ફેબ્રુઆરીએ પુત્રીને જન્મ આપ્યો છે. આ વાતો વહેતી થતા જ બિહારના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. જોકે, તેજ પ્રતાપે તાત્કાલિક પ્રેસ કોન્ફરન્સ બોલાવી આ સમાચારોને સખત શબ્દોમાં નકારી દીધા છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે અનુષ્કા યાદવ કે તેના બાળક સાથે તેમને લેવાદેવા કે સંબંધ નથી.
શું હતી સોશિયલ મીડિયા પરની ચર્ચા?
સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ પોસ્ટ લખી હતી કે અનુષ્કા યાદવ નામની યુવતીએ પુત્રીને જન્મ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે અનુષ્કા યાદવ અને તેજ પ્રતાપની એક તસવીર વાઇરલ થયા બાદ મોટો વિવાદ થયો હતો. રવિવારે આ અફવાએ વેગ પકડતા બિહારની કેટલીક નાની ન્યૂઝ ચેનલો પર પણ તેજ પ્રતાપ પિતા બન્યા હોવાના સમાચાર ચાલવા લાગ્યા હતા.
તેજ પ્રતાપનો જવાબ: 'મારે કોઈ લેવાદેવા નથી'
મામલો વણસતા તેજ પ્રતાપે તાત્કાલિક મીડિયા સામે આવીને સ્પષ્ટતા કરી હતી. તેમણે બેબાક અંદાજમાં કહ્યું કે, 'મારે તે યુવતી(અનુષ્કા યાદવ) સાથે કોઈ સંબંધ નથી. પુત્રી જન્મની વાતો તદ્દન ખોટી છે અને હું તેને નકારું છું. આ બધું મારું રાજકીય કરિયર ખતમ કરવા માટેનું એક મોટું ષડયંત્ર છે.'
વિરોધીઓએ મને બદનામ કરવા રચ્યું ષડયંત્ર: તેજ પ્રતાપ
તેજ પ્રતાપે આ સમગ્ર મામલાને વિરોધીઓનું કાવતરું ગણાવતા '5 જયચંદો' પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે આ લોકો તેમના નામે ખોટી અફવાઓ ફેલાવીને તેમને બદનામ કરવાનું કામ કરી રહ્યા છે. જ્યારે મીડિયા દ્વારા તેમને અનુષ્કા યાદવ સાથેની જૂની વાઇરલ તસવીરો વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે મોટો ખુલાસો કરતા કહ્યું કે તે સમયે મારું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હતું અને તસવીરો તે રીતે બહાર આવી હતી. આમ, તેજ પ્રતાપે આ વિવાદમાં પોતાનો પક્ષ સ્પષ્ટ કરીને તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકવાનો પ્રયાસ કર્યો છે.








