India

પિતાના મોતથી પૈસા કમાવવાનું તરકટ, બે દીકરા સહિત 6ની ધરપકડ, તમિલનાડુની હચમચાવતી ઘટના

By GS TEAM
20 Dec 20252 mins read
TukuTouch Logo
તમિલનાડુમાં લાલચ અને ક્રૂરતાની તમામ હદો વટાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સરકારી શાળાના લેબ આસિસ્ટન્ટ પિતાના નામે લીધેલી 3 કરોડ રૂપિયાની વીમા પૉલિસી પચાવી પાડવા માટે બે સગા પુત્રોએ સાપ કરડાવીને પિતાની હત્યા કરી નાખી હતી. પોલીસે આ મામલે બંને પુત્રો સહિત કુલ 6 આરોપીઓની ધરપકડ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પિતાના મોતથી પૈસા કમાવવાનું તરકટ, બે દીકરા સહિત 6ની ધરપકડ, તમિલનાડુની હચમચાવતી ઘટના

TamilNadu Case: તમિલનાડુમાં લાલચ અને ક્રૂરતાની તમામ હદો વટાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સરકારી શાળાના લેબ આસિસ્ટન્ટ પિતાના નામે લીધેલી 3 કરોડ રૂપિયાની વીમા પૉલિસી પચાવી પાડવા માટે બે સગા પુત્રોએ સાપ કરડાવીને પિતાની હત્યા કરી નાખી હતી. પોલીસે આ મામલે બંને પુત્રો સહિત કુલ 6 આરોપીઓની ધરપકડ કરી છે.

કેવી રીતે ફૂટ્યો ભાંડો?

અહેવાલો અનુસાર, ઓક્ટોબર મહિનામાં તમિલનાડુના પોથાથુરપેટ્ટાઈ ગામમાં 56 વર્ષીય ઈ.પી. ગણેશનનો મૃતદેહ તેમના ઘરેથી મળી આવ્યો હતો. પરિવારે દાવો કર્યો હતો કે ઊંઘમાં સાપ કરડવાથી તેનું મોત થયું છે. શરૂઆતમાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો, પરંતુ પુત્રોએ 3 કરોડ રૂપિયાના ક્લેમ માટે અરજી કરી, ત્યારે વીમા કંપનીને લાભાર્થીઓનું વર્તન શંકાસ્પદ લાગ્યું. કંપનીની વિનંતી પર પોલીસે જ્યારે ઊંડાણપૂર્વક તપાસ કરી, ત્યારે આ 'અકસ્માત' પાછળનું ભયાનક કાવતરું બહાર આવ્યું.

આ પણ વાંચો: પ્રિયંકા ગાંધીએ બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યાનો મુદ્દો ઉઠાવ્યો, કહ્યું- ભારત સરકારે નોંધ લેવી જોઈએ

હત્યાનું ભયાનક કાવતરું રચ્યું

પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આરોપી પુત્રોએ પિતાની હત્યા કરવા માટે વ્યવસ્થિત પ્લાનિંગ કર્યું હતું. પુત્રોએ સૌ પ્રથમ ઝેરી કોબ્રાની વ્યવસ્થા કરી હતી અને પિતાને કરડાવ્યો હતો, પરંતુ ગણેશનનો બચાવ થયો હતો અને પ્લાન નિષ્ફળ રહ્યો હતો.

એક અઠવાડિયા બાદ, આરોપીઓએ અત્યંત ઝેરી 'કોમન ક્રેટ' (કાળતરો) સાપની વ્યવસ્થા કરી. આ વખતે તેઓએ પિતાના ગળાના ભાગે સાપ કરડાવ્યો હતો. સાપ કરડ્યા બાદ આરોપીઓએ તરત જ તે સાપને મારી નાખ્યો હતો જેથી કોઈને શંકા ન જાય. ઝેર ચડવા છતાં તેઓ પિતાને હોસ્પિટલ લઈ ગયા નહીં, જેથી તેમનું મોત નિશ્ચિત થાય.

6 આરોપીઓની ધરપકડ

પોલીસે આ કેસમાં ગણેશનના બે પુત્રો સહિત કુલ 6 લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા લોકોમાં સાપ પૂરા પાડનારા અને આ કાવતરામાં મદદ કરનારા સાથીદારોનો પણ સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું કે, 'ટેકનોલોજી અને આધુનિક તપાસ પદ્ધતિના કારણે ગુનેગારો ગમે તેટલા હોશિયાર હોય, બચી શકતા નથી. હાલ તમામ આરોપીઓ વિરુદ્ધ હત્યા અને કાવતરું રચવાની કલમો હેઠળ કાર્યવાહી ચાલી રહી છે.'