India

સીમાંકન સામે પ્રસ્તાવ પસાર કરશે તમિલનાડુ, CM વિજય દ્વારા બોલાવાયેલી બેઠકનો DMKએ કર્યો બહિષ્કાર

By GS Team
8 Aug 20261 min read
TukuTouch Logo
તમિલનાડુમાં સીમાંકન વિરોધ મુદ્દે મુખ્યમંત્રી વિજયે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. કોંગ્રેસ સહિત અન્ય પક્ષો જોડાયા, પરંતુ મુખ્ય વિપક્ષ DMKએ બહિષ્કાર કર્યો. વિજયે DMKની ગેરહાજરીને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી. બેઠકમાં લોકસભાની 543 અને તમિલનાડુની 39 બેઠકો ફ્રીઝ કરવાની માંગ કરાઈ. રાજ્ય સરકાર આગામી 40-50 વર્ષ સુધી સીટોમાં ફેરફાર ન થાય તેવું ઈચ્છે છે, કારણ કે સીમાંકનથી દક્ષિણના રાજ્યોને અન્યાય થઈ શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સીમાંકન સામે પ્રસ્તાવ પસાર કરશે તમિલનાડુ, CM વિજય દ્વારા બોલાવાયેલી બેઠકનો DMKએ કર્યો બહિષ્કાર

DMK Boycotts CM Vijay Meeting: તમિલનાડુમાં વિજય સરકાર સીમાંકન (Delimitation) પ્રક્રિયા સામે પોતાનો વિરોધ નોંધાવી રહી છે. શનિવારે મુખ્યમંત્રીએ એક સર્વપક્ષીય બેઠક બોલાવી હતી, જેમાં TVK ઉપરાંત કોંગ્રેસ, MDMK અને અન્ય પક્ષોના નેતાઓ સામેલ થયા હતા. જોકે, મુખ્ય વિપક્ષી પક્ષ DMKએ આ બેઠકનો બહિષ્કાર કર્યો હતો. ડીએમકેની ગેરહાજરી પર વિજયે આપત્તિ દર્શાવતા કહ્યું કે, 'આ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે કે, જે પક્ષે તમિલનાડુમાં 60 વર્ષ શાસન કર્યું હોય અને જેના નેતાઓએ રાજ્યના અધિકારો માટે બલિદાન આપ્યું હોય, તેણે આ બેઠકમાં ભાગ ન લીધો.'

બેઠકમાં લેવાયેલા મુખ્ય નિર્ણયો

સીટો ફ્રીઝ કરવાની માંગ: સર્વપક્ષીય બેઠકના અંતે સંમતિ બની કે લોકસભાની 543 સીટો અને તમિલનાડુની વર્તમાન 39 લોકસભા સીટોને ફ્રીઝ કરી દેવી જોઈએ.

વિધાનસભામાં પ્રસ્તાવ: તમિલનાડુ વિધાનસભા સીમાંકનના મુદ્દા પર એક પ્રસ્તાવ પસાર કરશે.

40-50 વર્ષ સુધી ફેરફાર નહીં: રાજ્ય સરકાર ઇચ્છે છે કે, આગામી 40 થી 50 વર્ષ સુધી લોકસભા સીટોમાં કોઈ ફેરફાર કરવામાં ન આવે, કારણ કે આ પ્રકારે સીમાંકન કરવાથી દક્ષિણના રાજ્યોને અન્યાય થઈ શકે છે.

કોંગ્રેસે પણ આ મુદ્દે સમર્થન આપતા કહ્યું કે જો આ રીતે સીમાંકન આગળ વધારવામાં આવશે તો તેનાથી લોકશાહી સામે ખતરો ઊભો થઈ શકે છે. તમિલનાડુ સરકારે સ્પષ્ટ કર્યું છે કે, દક્ષિણના રાજ્યોના અધિકારો સાથે કોઈ સમજૂતી કરવામાં આવશે નહીં.