India

તમિલનાડુ સરકાર વિચારધારા બદલે, હિંદી ભણાવવું જ પડશે : સુપ્રીમ કોર્ટ

By GS Team
18 Sep 20262 mins read
TukuTouch Logo
નવી દિલ્હીમાં સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારને રાજ્યના દરેક જિલ્લામાં નવોદય વિદ્યાલય સ્થાપિત કરવા માટે જમીન ઓળખવાનો આદેશ આપ્યો છે. કોર્ટે 15 ડિસેમ્બર, 2025ના પોતાના ચુકાદાને પરત લેવાનો ઇનકાર કર્યો. સુપ્રીમ કોર્ટે સહકારી સંઘવાદનું મહત્વ સમજાવ્યું અને તમિલનાડુ સરકારની અરજી ફગાવી.

Summarized by AI; it may make mistakes. Check important info

તમિલનાડુ સરકાર વિચારધારા બદલે, હિંદી  ભણાવવું જ પડશે : સુપ્રીમ કોર્ટ
  • સરકારને નવોદય વિદ્યાલય અંગેનાં ચુકાદાનું પાલન કરવા આદેશ
  • સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી ૧૫ ડિસેમ્બર, ૨૦૨૫નાં ચુકાદાને પરત લેવા (રિકોલ કરવા)નો ઇનકાર કર્યો

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે ગુરૂવારે તમિલનાડુ સરકારને નિર્દેશ આપ્યા છે કે તે રાજ્યનાં દરેક જિલ્લામાં નવોદય વિદ્યાલય સ્થાપિત કરવા માટે જમીનની ઓળખ કરી તેના ડિસેમ્બર, ૨૦૨૫નાં આદેશનું પાલન કરે.
તમિલનાડુ સરકારની અરજી પર સુનાવણી કરતા જસ્ટિસ બી વી નાગરત્ના અને જસ્ટિસ ઓગસ્ટીન જયોર્જ મસીહની બેન્ચે જણાવ્યું છે કે સહકારાત્મક સંઘવાદ હોવું જોઇએ.
બેન્ચે જણાવ્યું છે કે જો કાલે કેન્દ્ર સરકાર સમવર્તી યાદીમાં કોઇ નીતિ લાવે છે અને દરેક રાજ્ય એમ કહેવા લાગે હું તમારી નીતિનો સ્વીકાર નહીં કરું તો આપણા સંઘીય માળખાનું શું થશે?
સુપ્રીમ કોર્ટ રાજ્યની એ અરજી પર સુનાવણી કરી રહી હતી જેમાં મદ્રાસ હાઇકોર્ટનાં સપ્ટેમ્બર, ૨૦૧૭નાં એ આદેશને પડકારવામાં આવ્યો હતો જેમાં રાજ્યનાં દરેક જિલ્લામાં નવોદય વિદ્યાલયની રચનામાં મદદ કરવા જણાવવામાં આવ્યું હતું.
બેન્ચે રાજ્ય સરકારને આ મુદ્દે પોતાની વિચારસરણી બદલવા જણાવ્યું છે.
સુનાવણી દરમિયાન તમિલનાડુ સરકાર વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ જયદીપ ગુપ્તાએ બેન્ચને જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટનાં ૧૫ ડિસેમ્બર, ૨૦૨૫નાં આદેશને પરત લેવા માટે (રિકોલ કરવા) માટે એક અરજી દાખલ કરવામાં આવી છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં આપવામાં આવેલા પોતાના આદેશમાં સુપ્રીમે રાજ્યને નિર્દેશ આપ્યા હતાં કે તે દરેક જિલ્લામાં નવોદય વિદ્યાલયની રચના કરવા માટે જરૂરી જમીનની ઓળખ કરે.
કોર્ટે જણાવ્યું હતું કે આ કાર્ય ૬ સપ્તાહની અંદર પૂર્ણ કરવામાં આવે. બેન્ચે ગુરૂવારે જણાવ્યું હતું કે અમે આ આદેશને પરત લઇ રહ્યાં નથી. બેન્ચે એ વાત ધ્યાનમાં લીધી હતી કે ૧૫ ડિસેમ્બર અને આજની વચ્ચે રાજ્યમાં સરકાર બદલાઇ ગઇ છે.