Get The App

શપથવિધિ પહેલા જ વિજયનું ગણિત બગડ્યું? દિનાકરણના એકમાત્ર ધારાસભ્ય ગુમ, હોર્સ ટ્રેડિંગનો આરોપ

Updated: May 8th, 2026

GS TEAM

Google News
Google News
શપથવિધિ પહેલા જ વિજયનું ગણિત બગડ્યું? દિનાકરણના એકમાત્ર ધારાસભ્ય ગુમ, હોર્સ ટ્રેડિંગનો આરોપ 1 - image


Tamil Nadu Government Formation 2026: તામિલનાડુમાં ચૂંટણી પરિણામો બાદ સરકાર રચવા માટેનો ગજગ્રાહ તેજ બન્યો છે. AMMK પ્રમુખ ટી.ટી.વી. દિનકરને શુક્રવારે રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે AIADMKના એડપ્પડી કે. પલાનીસ્વામી (EPS) ને સરકાર બનાવવા માટે સમર્થન જાહેર કર્યું છે.

દિનકરનનો મોટો આક્ષેપ અમારો MLA ગુમ

દિનકરને રાજ્યપાલને પત્ર સોંપીને જણાવ્યું છે કે, તેમની પાર્ટીના મન્નારગુડીના ધારાસભ્ય કામરાજ એસ. પલાનીસ્વામીને સમર્થન આપે છે. જો કે, તેમણે એક ચોંકાવનારો દાવો કર્યો છે કે, તેમના આ એકમાત્ર ધારાસભ્ય અત્યારે ગુમ છે. દિનકરને આડકતરી રીતે હોર્સ-ટ્રેડિંગનો આરોપ લગાવ્યો છે.

વિજય પર નિશાન શુદ્ધ શક્તિના દાવા પર સવાલ

દિનકરને TVK પ્રમુખ વિજય પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, જેઓ પોતાને 'થૂયા શક્તિ' (શુદ્ધ શક્તિ) ગણાવે છે, તેઓ જ અન્યાય કરી રહ્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે, વિજય દ્વારા તેમના ધારાસભ્યને નાણાંના જોરે ફોસલાવવામાં આવ્યા હોઈ શકે છે.

શપથવિધિ પહેલા જ વિજયનું ગણિત બગડ્યું? દિનાકરણના એકમાત્ર ધારાસભ્ય ગુમ, હોર્સ ટ્રેડિંગનો આરોપ 2 - image

આ પણ વાંચો : તમિલનાડુમાં ફરી મોટો ખેલ! વિજયની શપથવિધિ પર સસ્પેન્સ, આ પક્ષે માંગી ડેપ્યુટી CMની ખુરશી

મુખ્યમંત્રી પદની રેસમાં મામલો ક્યાં ફસાયો?

અગાઉ એવી ચર્ચાઓ હતી કે, TVK પ્રમુખ વિજય શનિવારે મુખ્યમંત્રી તરીકે શપથ લઈ શકે છે, પરંતુ છેલ્લી ઘડીએ ખેલ બગડ્યો હોય તેવું લાગે છે. વિજયે 116 ધારાસભ્યોના સમર્થન સાથે દાવો રજૂ કર્યો હતો, જે બહુમતીના આંકડાથી થોડો દૂર છે. VCK (વિડુથલાઈ ચિરુથાઈગલ કાચી) તરફથી હજુ સુધી સમર્થનનો સત્તાવાર પત્ર મળ્યો નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, VCK ડેપ્યુટી ચીફ મિનિસ્ટરના પદની માંગ કરી રહ્યું છે. ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગે પણ વિજયને સમર્થન આપવાના અહેવાલોથી દૂરી બનાવી લીધી છે.

રાજ્યપાલનો નિર્ણય નિર્ણાયક

રાજભવનના સૂત્રોના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપતિ શાસન જેવી સ્થિતિ ન સર્જાય તે માટે રાજ્યપાલ તમામ પાસાઓ અને આંકડાઓની તપાસ કરી રહ્યા છે. બંને પક્ષોના દાવાઓ વચ્ચે તામિલનાડુના આગામી મુખ્યમંત્રી કોણ બનશે, તેના પર સમગ્ર દેશની નજર છે. હાલ તો આ મામલો સમગ્ર દેશમાં સૌથી વધારે ચર્ચાનો વિષય બનેલો છે.