Get The App

શુભેન્દુ અધિકારી: પિતા પૂર્વ કેન્દ્રીય મંત્રી, ભાઈઓ પણ દિગ્ગજ નેતા, છતા પણ અપરણિત છે બંગાળના નવા મુખ્યમંત્રી

Updated: May 8th, 2026

GS TEAM

Google News
Google News
શુભેન્દુ અધિકારી: પિતા પૂર્વ કેન્દ્રીય મંત્રી, ભાઈઓ પણ દિગ્ગજ નેતા, છતા પણ અપરણિત છે બંગાળના નવા મુખ્યમંત્રી 1 - image

West Bengal Politics Update: West Bengal Politics Update: પશ્ચિમ બંગાળના રાજકારણમાં મમતા બેનર્જીના શાસનનો અંત આવ્યા બાદ હવે ભાજપે સત્તાની કમાન શુભેન્દુ અધિકારીને સોંપી છે. અગાઉ 2021માં નંદીગ્રામ અને હવે 2026માં ભવાનીપુર બેઠક પર મમતા બેનર્જીને પરાજય આપીને શુભેન્દુ અધિકારી બંગાળના દિગ્ગજ નેતા તરીકે ઉભરી આવ્યા છે. ગૃહમંત્રી અમિત શાહે તેમને ધારાસભ્ય દળના નેતા તરીકે જાહેર કર્યા છે. બંગાળના આ નવા મુખ્યમંત્રીનું જીવન અને રાજકીય સફર ખુબ જ રસપ્રદ છે. 

નંદીગ્રામ આંદોલનનો મુખ્ય ચહેરો

શુભેન્દુ અધિકારીની ઓળખ 2007-08ના નંદીગ્રામ આંદોલનથી મજબૂત થઈ હતી. ઈન્ડોનેશિયાના સલીમ ગ્રુપના SEZ પ્રોજેક્ટ સામે જમીન સંપાદન વિરોધી આંદોલનનું નેતૃત્વ તેમણે કર્યું હતું. 14 માર્ચ 2007ના રોજ થયેલા પોલીસ ફાયરિંગમાં 14 લોકોના મોત થયા હતા, જે ઘટનાએ બંગાળમાં 34 વર્ષના ડાબેરી શાસનને ઉખેડી ફેંકવામાં પાયાની ભૂમિકા ભજવી હતી.

કોંગ્રેસથી ભાજપ સુધીની સફર

અધિકારીએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કોંગ્રેસથી કરી હતી. જો કે ત્યાર બાદ તેઓ TMC માં જોડાયા હતા. 1998 થી 2020 સુધીનો લાંબો ગાળો તેઓ તૃણમૂલ કોંગ્રેસ (TMC) સાથે જોડાયેલા રહ્યા અને મમતા સરકારમાં પરિવહન અને સિંચાઈ મંત્રી તરીકે જવાબદારી નિભાવી હતી. 2009 થી 2014 દરમિયાન તેઓ તમલુક મતવિસ્તારમાંથી સાંસદ પણ રહી ચૂક્યા છે. જો કે ડિસેમ્બર 2020 માં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.

આ પણ વાંચો : બંગાળના નવા CMનું નામ નક્કી! ભાજપ બે નાયબ મુખ્યમંત્રીની ફોર્મ્યુલા લાવશે, ઔપચારિક જાહેરાત બાકી

પારિવારિક પૃષ્ઠભૂમિ અને શિક્ષણ

શુભેન્દુ અધિકારી એક પ્રભાવશાળી રાજકીય પરિવારમાંથી આવે છે. તેમના પિતા શિશિર અધિકારી પૂર્વ કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે, જ્યારે તેમના ભાઈઓ દિવ્યેન્દુ અને સૈમેન્દુ પણ સક્રિય રાજકારણમાં છે. અંગત જીવનની વાત કરીએ તો, શુભેન્દુ અધિકારી અપરિણીત છે.

શિક્ષણ

અધિકારીએ પ્રભાત કુમાર કોલેજ (વિદ્યાસાગર યુનિવર્સિટી) માંથી B.A. ની ડિગ્રી મેળવી છે. 2011 માં રવીન્દ્ર ભારતી યુનિવર્સિટીમાંથી M.A. પૂર્ણ કર્યું અને નેતાજી સુભાષ ઓપન યુનિવર્સિટીમાંથી પણ અભ્યાસ કર્યો છે. 

સંપત્તિની વિગતો (વર્ષ 2026 મુજબ)

2026ના ચૂંટણી સોગંદનામા મુજબ શુભેન્દુ અધિકારી પાસે અંદાજે 85.87 લાખ રૂપિયા છે. તેમની વાર્ષિક આવક આશરે 17.38 લાખ રૂપિયા છે. સંપત્તિમાં પૈતૃક જમીન, રહેઠાણ, બેંક ડિપોઝિટ, KVP અને NSC સેવિંગ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાત તેમના પર કોઇ પણ પ્રકારનું દેવું નથી.