India

થ્રી-લેંગ્વેજ પોલિસી પર CBSEનો વધુ એક મોટો નિર્ણય, આ ધોરણના વિદ્યાર્થીઓને મળી છૂટ

By GS Team
29 Jun 20262 mins read
TukuTouch Logo
CBSE એ NEP 2020 હેઠળ શૈક્ષણિક સત્ર 2026-27 થી શાળાઓમાં 'ત્રણ ભાષા નીતિ' લાગુ કરવાની માર્ગદર્શિકા જાહેર કરી છે. આ નીતિ હેઠળ, વિદ્યાર્થીઓ માટે ઓછામાં ઓછી 2 ભારતીય ભાષાઓ ભણવી ફરજિયાત રહેશે. ધોરણ 6 ના વિદ્યાર્થીઓ માટે આ નીતિ સંપૂર્ણપણે અમલમાં આવશે, જ્યારે અન્ય ધોરણો માટે તબક્કાવાર લાગુ પડશે. દિવ્યાંગ બાળકો અને વિદેશી શાળાઓને આમાંથી મુક્તિ મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

થ્રી-લેંગ્વેજ પોલિસી પર CBSEનો વધુ એક મોટો નિર્ણય, આ ધોરણના વિદ્યાર્થીઓને મળી છૂટ

CBSE three language policy guidelines 2026: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ નવી શિક્ષણ નીતિ (NEP) 2020 ના અનુસંધાનમાં શૈક્ષણિક સત્ર 2026-27 થી શાળાઓમાં 'થ્રી-લેંગ્વેજ પોલિસી' (ત્રણ ભાષાની નીતિ) લાગુ કરવા માટેની વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરી છે. આ નવી નીતિ હેઠળ વિદ્યાર્થીઓ માટે ઓછામાં ઓછી બે ભારતીય ભાષાઓ ભણવી ફરજિયાત રહેશે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે હાલની સિસ્ટમમાં ભણતા વિદ્યાર્થીઓને કોઈ અચાનક મુશ્કેલી ન પડે તે રીતે આ ફેરફારો તબક્કાવાર લાગુ કરવામાં આવશે.

ધોરણ પ્રમાણે રહેશે નિયમો
ધોરણ 10 (કોઈ ફેરફાર નહીં):
વર્તમાન ધોરણ 10 ના વિદ્યાર્થીઓ જૂની 'ટુ-લેંગ્વેજ' (બે ભાષા) સિસ્ટમ હેઠળ જ અભ્યાસ ચાલુ રાખશે. તેમને ત્રીજી ભાષા ભણવાની કે તેની બોર્ડ પરીક્ષા આપવાની રહેશે નહીં.
ધોરણ 9 (આંતરિક મૂલ્યાંકન): આ સત્રથી ધોરણ 9 માં ત્રણ ભાષાઓ (જેમાં બે ભારતીય ભાષા) ફરજિયાત રહેશે. જો કે, ત્રીજી ભાષા (R3) નું મૂલ્યાંકન માત્ર શાળા કક્ષાએ આંતરિક રહેશે. વર્ષ 2027-28 માં જ્યારે આ બેચ ધોરણ 10 માં જશે ત્યારે ત્રીજી ભાષાની કોઈ બોર્ડ પરીક્ષા લેવાશે નહીં.
ધોરણ 7 અને 8: આ વિદ્યાર્થીઓ જ્યારે ધોરણ 9 અને 10 માં પહોંચશે ત્યારે ત્રણ ભાષાઓ ભણશે. જો તેઓ પહેલેથી બે બિન-ભારતીય ભાષાઓ (જેમ કે અંગ્રેજી અને ફ્રેન્ચ) ભણતા હોય, તો તેમણે માત્ર એક ભારતીય ભાષા ઉમેરવાની રહેશે અને તેનું પણ માત્ર આંતરિક મૂલ્યાંકન જ થશે.
ધોરણ 6 (સંપૂર્ણ અમલીકરણ): વર્ષ 2026-27 ના ધોરણ 6 ના વિદ્યાર્થીઓ માટે આ નીતિ સંપૂર્ણપણે લાગુ થશે. આ બેચ જ્યારે ધોરણ 10 માં પહોંચશે ત્યારે તેમણે ત્રીજી ભાષા (R3) ની સત્તાવાર CBSE બોર્ડ પરીક્ષા આપવી પડશે. NCERT એ આ માટે 22 માન્ય ભારતીય ભાષાઓમાં પાઠ્યપુસ્તકો તૈયાર કરી લીધા છે.

આ કેટેગરીના વિદ્યાર્થીઓને મળશે મુક્તિ
1. વિશેષ જરૂરિયાતો ધરાવતા બાળકો (CwSN): દિવ્યાંગ બાળકોને RPwD એક્ટ, 2016 હેઠળ ત્રીજી ભાષામાંથી મુક્તિ મળશે
2. ભારત બહારની CBSE સ્કૂલો: વિદેશમાં આવેલી તમામ CBSE સંલગ્ન શાળાઓને ત્રીજી ભાષા તરીકે ભારતીય ભાષા રાખવામાંથી મુક્તિ અપાઈ છે.
3. વિદેશથી પરત ફરેલા વિદ્યાર્થીઓ: જે વિદ્યાર્થીઓ વિદેશમાં ભણીને ભારત પરત ફર્યા છે તેમને પણ આ નિયમમાંથી મુક્તિ મળશે. આ ઉપરાંત, આંતરરાજ્ય સ્થળાંતર કરતા પરિવારોના બાળકો પોતાના અગાઉના ભાષા વિકલ્પો ચાલુ રાખી શકશે.

શિક્ષકોની અછત દૂર કરવા હાઇબ્રિડ મોડલ
શાળાઓમાં પ્રાદેશિક અને ભારતીય ભાષાઓના શિક્ષકોની અછત ન સર્જાય તે માટે CBSE એ ફ્લેક્સિબલ વલણ અપનાવ્યું છે. શાળાઓ જરૂરિયાત મુજબ નિવૃત્ત શિક્ષકો, પોસ્ટગ્રેજ્યુએટ લેંગ્વેજ એક્સપર્ટ્સ અથવા અન્ય શાળાઓ સાથે સંસાધનોની વહેંચણી કરી શકશે. જ્યાં પ્રત્યક્ષ શિક્ષકો ઉપલબ્ધ ન હોય ત્યાં વર્ચ્યુઅલ અને હાઇબ્રિડ ટીચિંગ મોડલનો ઉપયોગ કરવાની પણ મંજૂરી આપવામાં આવી છે.