India

બાળક દત્તક લેનારી મહિલાઓને પણ મળશે મેટરનિટી લીવ: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

By GS TEAM
17 Mar 20262 mins read
TukuTouch Logo
સુપ્રીમ કોર્ટે મહિલાઓના હિતમાં એક ઐતિહાસિક અને સંવેદનશીલ નિર્ણય લેતા સ્પષ્ટ કર્યું છે કે, દત્તક લીધેલા બાળકની માતાને પણ જન્મ આપનારી માતાની જેમ જ 'મેટરનિટી લીવ' મેળવવાનો પૂરો હક છે. અદાલતના આદેશ મુજબ, બાળકની ઉંમર 3 મહિનાથી વધુ હોવાના આધારે કોઈ પણ મહિલાને મેટરનિટી લીવ આપવાથી વંચિત રાખી શકાય નહીં. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે માતૃત્વની સુરક્ષા એ પાયાનો માનવાધિકાર છે અને પરિવાર નિર્માણ માટે દત્તક લેવા જેવી નોન-બાયોલોજીકલ પદ્ધતિઓ પણ કુદરતી પદ્ધતિ જેટલી જ કાયદેસર અને સન્માનજનક છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બાળક દત્તક લેનારી મહિલાઓને પણ મળશે મેટરનિટી લીવ: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

SC Mandates Maternity Leave for All Adoptive Mothers: સુપ્રીમ કોર્ટે મહિલાઓના હિતમાં એક ઐતિહાસિક અને સંવેદનશીલ નિર્ણય લેતા સ્પષ્ટ કર્યું છે કે, દત્તક લીધેલા બાળકની માતાને પણ જન્મ આપનારી માતાની જેમ જ 'મેટરનિટી લીવ' મેળવવાનો પૂરો હક છે. અદાલતના આદેશ મુજબ, બાળકની ઉંમર 3 મહિનાથી વધુ હોવાના આધારે કોઈ પણ મહિલાને મેટરનિટી લીવ આપવાથી વંચિત રાખી શકાય નહીં. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે માતૃત્વની સુરક્ષા એ પાયાનો માનવાધિકાર છે અને પરિવાર નિર્માણ માટે દત્તક લેવા જેવી નોન-બાયોલોજીકલ પદ્ધતિઓ પણ કુદરતી પદ્ધતિ જેટલી જ કાયદેસર અને સન્માનજનક છે.

જસ્ટિસ પારડીવાલાની બેન્ચનો ઐતિહાસિક ચુકાદો

આ કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ જે. બી. પારડીવાલા અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે સોશિયલ સિક્યુરિટી કોડ, 2020ની કલમ 60(4)ને ગેરબંધારણીય ઠેરવી છે. આ કલમ મુજબ, અત્યાર સુધી માત્ર એ જ મહિલાઓને મેટરનીટી લીવ મળતી હતી જેઓ 3 મહિનાથી ઓછી ઉંમરના બાળકને દત્તક લેતી હતી. કોર્ટે આ જોગવાઈને સમાનતાના અધિકાર(અનુચ્છેદ 14) અને જીવવાના અધિકાર(અનુચ્છેદ 21)નું ઉલ્લંઘન ગણાવ્યું છે. અદાલતે કહ્યું કે દત્તક લીધેલું બાળક બાયોલોજીકલ બાળકથી અલગ નથી અને માતા તેમજ બાળક વચ્ચેના સંબંધો કેળવવા માટે રજા મળવી અનિવાર્ય છે.

આ પણ વાંચો: LPG ગેસ સિલિન્ડર માટે આધાર કાર્ડ KYC કરાવવું પડશે? કેન્દ્રએ કરી સ્પષ્ટતા

કેન્દ્ર સરકારને હવે 'પેટરનીટી લીવ' પર વિચાર કરવા સૂચન 

આ મામલો કર્ણાટકના વકીલ હમસાનંદિની નંદુરીની અરજી બાદ સામે આવ્યો હતો. તેમણે જ્યારે સાડા ચાર વર્ષની બાળકી અને બે વર્ષના બાળકને દત્તક લીધા, ત્યારે તેમના એમ્પ્લોયર દ્વારા રજા આપવાનો ઈન્કાર કરવામાં આવ્યો હતો કારણ કે બાળકોની ઉંમર 3 મહિનાથી વધુ હતી. આ ભેદભાવ સામે લડતા સુપ્રીમ કોર્ટે હવે દેશભરની કામકાજી દત્તક માતાઓ માટે ન્યાયના દ્વાર ખોલ્યા છે. આ સાથે જ કોર્ટે કેન્દ્ર સરકારને 'પિતૃત્વ રજા'(Paternity Leave) માટે પણ યોગ્ય નીતિ ઘડવા અંગે વિચાર કરવા સૂચન કર્યું છે, જેથી પિતા પણ બાળકની સંભાળમાં યોગ્ય યોગદાન આપી શકે.