મરજીથી દેહવ્યાપાર અપરાધ ન ગણાય, કાયદાના આધારે પોલીસને સુપ્રીમ કોર્ટની નસીહત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Supreme Court: સુપ્રીમ કોર્ટે પોલીસને સૂચના આપી છે કે, જો કોઈ પુખ્ત વયની વ્યક્તિ સ્વેચ્છાએ દેહવ્યાપારમાં જોડાય છે તો તેને ગુનો ગણી શકાય નહીં. કોર્ટે કહ્યું હતું કે, આવી મહિલાઓની ધરપકડ કરવાની કે હેરાન કરવાની કોઈ જરૂર નથી. જો માનવ તસ્કરી દેહવ્યાપાર માટે કરવામાં આવે છે અને કોઈને છેતરવામાં આવે છે અથવા દેહવ્યાપાર માટે દબાણ કરવામાં આવે છે, તો 'ઇમ્મોરલ ટ્રાફિક (પ્રિવેન્શન) ઍક્ટ' (ITPA) ઍક્ટ લાગુ પડે છે. આમ, કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે, પોલીસ સંમતિથી આ વ્યવસાય સાથે જોડાયેલા પુખ્ત વયની વ્યક્તિને પરેશાન કે પ્રતાડિત કરી શકે નહીં.
સ્વૈચ્છિક દેહવ્યાપાર કરવો એ ગુનો ન કહેવાય
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, સ્વેચ્છાએ દેહવ્યાપારમાં જોડાવું ગેરકાયદે નથી. જોકે, વેશ્યાલય ચલાવવું ગેરકાયદે છે. ITPA 1956માં અમલમાં આવ્યો હતો. તેમાં અનેક કલમો છે અને આ કાયદામાં વેશ્યાલય ચલાવવાને ગુનો તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે. આ કાયદાની કલમ 3 જણાવે છે કે, જો કોઈ પણ વ્યક્તિ દેહવ્યાપાર ચલાવવા માટે પોતાની જગ્યા ભાડે આપે છે અથવા તેનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે તો તેને એકથી ત્રણ વર્ષની જેલ અને દંડ થઈ શકે છે.
શું છે ITPAનો કાયદો?









