India

સુપ્રીમે હત્યાના 105 વર્ષના આરોપીની બાકીની સજા માફ કરી

By GS Team
21 Aug 20262 mins read
TukuTouch Logo
સુપ્રીમ કોર્ટે 105 વર્ષના રસિક ચંદ્ર મોંડલને ખૂન કેસમાંથી મુક્ત કરી દીધા છે. પશ્ચિમ બંગાળના માલ્દા જિલ્લાના આ આરોપીને 1994માં ખૂન કેસમાં આજીવન કેદની સજા થઈ હતી. સુપ્રીમ કોર્ટે તેમની ઉંમર અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને બાકીની સજા માફ કરી છે. હવે તેમને જેલમાં પાછા જવું પડશે નહીં.

Summarized by AI; it may make mistakes. Check important info

સુપ્રીમે હત્યાના 105 વર્ષના આરોપીની બાકીની સજા માફ કરી

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે મર્ડર કેસના ૧૦૫ વર્ષના આરોપને મુક્ત કર્યો છે અને તેની વય જોતાં તેની બાકીની સજા પણ માફ કરી દીધી છે. તેને ખૂન કેસમાં આજીવન કેદની સજા થઈ હતી અને તે જામીન પર હોવા છતાં સુપ્રીમ કોર્ટે વયના લીધે તેની સજા માફ કરી હતી.
પશ્ચિમ બંગાળના માલ્દા જિલ્લામાં ૧૯૨૦માં જન્મેલા રસિક ચંદ્ર મોંડલને ૧૯૯૪માં ખૂન કેસમાં સજા થઈ હતી અને તે ૨૯ નવેમ્બર ૨૦૨૪ સુધી જેલમાં હતા. તેમને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા હતા. શુક્રવારે મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમાલ્યા બાગચી તથા વી મોહનાની બેન્ચે જણાવ્યું હતું કે આરોપીની વય જોતા તે આ કેસ બંધ કરી રહ્યા છે અને આ કેસમાં તેની જે પણ સજા બાકી હોય તેને માફ કરી રહ્યા છે.
આના પગલે આરોપીની આજીવન કેદની સજા પૂરી થઈ ન હોવા છતાં પણ તેને જેલમાં પરત નહીં મોકલાય એમ સીજેઆઈએ જણાવ્યું હતું. આમ તેના ૨૦૨૪ના વચગાળાના જામીના આદેશને કાયમી મુક્તિનો આદેશ માની લેવામાં આવે. વચગાળાના આદેશમાં અમે જણાવ્યું હતું કે આરોપી રસિક ચંદ્ર મોંડલને વચગાળાના જામીન કે પેરોલ પર છોડવામાં આવે.
મોંડલ વય સંલગ્ન શારીરિક તકલીફોનો સામનો કરી રહ્યા છે. ૨૦૧૮માં કોલકાતા હાઈકોર્ટે મોંડલની મર્ડર કેસમાં તેની સજા સામેની અરજી ફગાવી દીધી હીત. તેના પછી તે સુપ્રીમ કોર્ટમાં ગયો હતો અને કોર્ટે પણ તેની અરજી ફગાવી દીધી હતી. ૨૦૨૦માં મોંડલ ૯૯ વર્ષના થઈ ગયા હતા અને તેમણે વય સંલગ્ન બીમારીના લીધે વહેલા મુક્તિની માંગ કરી હતી. મે ૨૦૨૧માં સુપ્રીમ કોર્ટે આ અંગે પશ્ચિમ બંગાળ સરકારને નોટિસ જારી કરી હતી.