Get The App

સ્ટાફ સિલેક્શન કમિશને CGL 2025ની જગ્યાઓમાં વધારો કર્યો, ઉમેદવારોનો ફાયદો

Updated: Mar 9th, 2026

GS TEAM

Google News
Google News
SSC CGL 2025 Final Vacancy


SSC CGL 2025 Final Vacancy: સરકારી નોકરીની તૈયારી કરી રહેલા યુવાનો માટે SSC(સ્ટાફ સિલેક્શન કમિશન) દ્વારા મોટા સમાચાર આપવામાં આવ્યા છે. કમ્બાઈન્ડ ગ્રેજ્યુએટ લેવલ(CGL) 2025ની ભરતી પ્રક્રિયામાં પદોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. અગાઉ જાહેર કરાયેલા 14,582 પદને વધારીને હવે કુલ 15,130 કરી દેવામાં આવ્યા છે. આ ભરતી દ્વારા કેન્દ્ર સરકારના વિવિધ 58 પ્રકારના ગ્રુપ-બી અને ગ્રુપ-સી પદો પર નિમણૂક કરવામાં આવશે, જેમાં પે-લેવલ 4થી 7 મુજબ 25,500થી લઈને 1,42,400 રૂપિયા સુધીનો પગાર મળવાપાત્ર થશે.

કોણ ભરી શકશે પ્રેફરન્સ ફોર્મ?

ભરતી પ્રક્રિયાની વાત કરીએ તો, ટિયર-1નું પરિણામ 18 ડિસેમ્બર, 2025ના રોજ જાહેર થયું હતું, ત્યારબાદ 18થી 20 જાન્યુઆરી, 2026 દરમિયાન ટિયર-2ની પરીક્ષા યોજાઈ હતી. હવે અંતિમ પરિણામ જાહેર થાય તે પહેલા કમિશને ઉમેદવારો પાસેથી પદો અને વિભાગો માટેની પસંદગી એટલે કે 'ઓપ્શન-કમ-પ્રેફરન્સ' માંગ્યા છે. જે ઉમેદવારો ટિયર-2ની પરીક્ષામાં હાજર રહ્યા હતા, તેઓએ જ આ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.

પ્રેફરન્સ વિન્ડો આજથી શરૂ

ઉમેદવારો 9 માર્ચથી 12 માર્ચ(સાંજે 6 વાગ્યા સુધી) ઓફિશિયલ વેબસાઈટ ssc.gov.in પર લોગિન કરીને પોતાની પસંદગીના પદોની પ્રાથમિકતા આપી શકશે. ખાસ નોંધનીય છે કે, આ પ્રેફરન્સ ફોર્મ ભરવું ફરજિયાત છે. જો કોઈ ઉમેદવાર આ ફોર્મ ભરવામાં ચૂકી જશે, તો તેના પરિણામની પ્રક્રિયા આગળ વધારવામાં આવશે નહીં અને તેને ફરીથી કોઈ તક આપવામાં આવશે નહીં.

આ પણ વાંચો: રાષ્ટ્રપતિની સુરક્ષાના પ્રોટોકોલનો ભંગ કેન્દ્રએ બંગાળ સરકારનો જવાબ માગ્યો

કેટેગરી મુજબ જગ્યાઓની વિગત

કેટેગરી મુજબ જગ્યાઓની વિગત જોઈએ તો, બિન-અનામત(UR) માટે 6,464, OBC માટે 3,834, SC માટે 2,223, ST માટે 1,134 અને EWS વર્ગ માટે 1,475 જગ્યાઓ નિર્ધારિત કરવામાં આવી છે.

સ્ટાફ સિલેક્શન કમિશને CGL 2025ની જગ્યાઓમાં વધારો કર્યો, ઉમેદવારોનો ફાયદો 2 - image