ઉત્તર ભારતના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો : અનેક વિસ્તારોમાં વરસાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- હિમાચલનાં લાહોલ,સ્પીતિમાં માઇનસ ૧.૨ ડિગ્રી
નવી દિલ્હી : ગુરૂવારે ઉત્તર ભારતમાં દિવસનાં તાપમાનમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો. ચક્રવાતી તોફાન અર્નબ નબળું પડતા આ વિસ્તારમાં પડેલા ભારે વરસાદને કારણે દિલ્હીમાં ચાર વર્ષનો ઓક્ટોબરનો સૌથી ઠંડો દિવસ નોંધવામાં આવ્યો હતો.
હરિયાણાનાં કરનાલમાં મહત્તમ તાપમાન ૨૦.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. જ્યારે પંજાબનાં પટિયાલામાં મહત્તમ તાપમાન ૨૭.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું.
દિલ્હીનાં મુખ્ય હવામાન કેન્દ્ર સફદરગંજમાં મહત્તમ તાપમાન ૨૫.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. જે સામાન્યથી ૫.૬ ડિગ્રી સેલ્સિયસ ઓછું છે. ઓક્ટોબરનાં મહિનામાં આ ૮ ઓક્ટોબર, ૨૦૨૨ પછીનું સૌથી ઓછું તાપમાન છે. ૮ ઓક્ટોબર, ૨૦૨૨નાં રોજ મહત્તમ તાપમાન ૨૩.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું.
ભારતીય હવામાન વિભાગે આગામી બે દિવસ માટે દિલ્હી-એનસીઆર ક્ષેત્ર, ઉત્તર પ્રદેશ અને અનેક ઉત્તરી રાજ્યોમાં તોફાન અંગે રેડ અને ઓરેન્જ એલર્ટ જારી કરી છે.
આ એલર્ટ એવા સમયે જારી કરવામાં આવી છે જ્યારે પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદ પડયો છે અને ઓડિશામાં પૂર આવ્યો છે. ચક્રવાતી તોફાન અર્નબ જે ગઇકાલે આંધ્ર પ્રદેશ અને યનબ દરિયાકાંઠાથી અથડાયું હતું તે નબળું પડીને ડિપ ડિપ્રેશનમાં ફેરવાઇ ગયું છે. દિલ્હીમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. ૨૪ કલાકમાં શહેરમાં સામાન્ય વરસાદ પડયો હતો.
હિમાચલ પ્રદેશમાં લાહોલ અને સ્પીતિનાં કુકુમસેરીમાં રાતનાં સમયે સૌથી ઓછું તાપમાન માઇનસ ૧.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું.




