India

સિદ્ધૂ મૂસેવાલાના મિત્ર પંજાબી સિંગરના ઘર પર હુમલો! 3 બદમાશો અંધાધૂંધ ફાયરિંગ કરી ફરાર

By GS Team
13 Sep 20262 mins read
TukuTouch Logo
પંજાબના બરનાલામાં મોડી રાત્રે સિંગર ગુલાબ સિદ્ધુના ફરવાહી ગામ સ્થિત ઘર પર 3 નકાબપોશ યુવકોએ બાઇક પર આવી 7 થી 8 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. સદનસીબે પરિવારના કોઈ સભ્યને ઈજા થઈ નથી. ગુલાબ સિદ્ધુ વિદેશમાં હતા. ગેંગસ્ટર ડોની બલે હુમલાની જવાબદારી સ્વીકારી છે. પોલીસે તપાસ શરૂ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સિદ્ધૂ મૂસેવાલાના મિત્ર પંજાબી સિંગરના ઘર પર હુમલો! 3 બદમાશો અંધાધૂંધ ફાયરિંગ કરી ફરાર

Punjabi Singer Gulab Sidhu Barnala House Firing: પંજાબના બરનાલામાં મોડી રાત્રે સિંગર ગુલાબ સિદ્ધુના ઘર પર ફાયરિંગ થતાં અફડાતફડી મચી ગઈ હતી. ગામ ફરવાહી ખાતે બાઇક પર આવેલા ત્રણ નકાબપોશ યુવકોએ ઘરના મુખ્ય ગેટ પર આશરે 7 થી 8 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. સદનસીબે ઘરમાં હાજર પરિવારના કોઈ સભ્યને ઈજા પહોંચી નથી. ઘટના સમયે ગુલાબ સિદ્ધુ વિદેશમાં હતા. તેઓ દિવંગત પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાના નજીકના મિત્ર માનવામાં આવે છે. ફાયરિંગના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. સોશિયલ મીડિયા પર ગેંગસ્ટર ડોની બલના નામે એક કથિત ઓડિયો વાયરલ થયો છે, જેમાં હુમલાની જવાબદારી સ્વીકારવામાં આવી છે. પોલીસે તપાસ શરૂ કરી છે.

ઘટના સમયે ગુલાબ સિદ્ધુના પરિવારજનો ઘરમાં જ હાજર હતા. પોલીસે CCTV ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે આરોપીઓની ઓળખ કરવા અને તેમની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

ડોની બલના નામે ઓડિયો વાયરલ

ફાયરિંગ બાદ વાઈરલ થયેલા ઓડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે, ગુલાબ સિદ્ધુ મૂસેવાલાના નામે પ્રમોશન મેળવી રહ્યા હતા અને મૂસેવાલાના હત્યારાઓના મિત્રોના લગ્નમાં હાજરી આપી રહ્યા હતા. જોકે, પોલીસે આ વાઈરલ ઓડિયો કે કોઈ ચોક્કસ ગેંગની સંડોવણી અંગે હજુ સુધી સત્તાવાર પુષ્ટિ કરી નથી.

અગાઉ પણ મળી હતી ધમકીઓ

ગુલાબ સિદ્ધુને અગાઉ પણ ધમકીઓ અને ખંડણીના કોલ મળ્યા હતા, જેના કારણે પંજાબ પોલીસે તેમને બે સુરક્ષાકર્મીઓ આપ્યા છે. ચાલુ વર્ષના જાન્યુઆરી મહિનામાં પોલીસે એક સરપંચ અને તેના સાથીઓની ગુલાબ સિદ્ધુ પર હુમલાના ષડયંત્ર અને ખંડણી રેકેટ ચલાવવાના આરોપસર ધરપકડ કરી હતી. બરનાલાના SSPએ જણાવ્યું કે પોલીસ આ મામલે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને સઘન તપાસ કરી રહી છે.