India

'રોડ બનાવો અથવા ટોલ હટાવો...', હાઇવેનું કામ શરુ કરાવવા અજાણ્યા શખ્સે ટોલ પ્લાઝા પર કર્યું ફાયરિંગ

By GS TEAM
24 Feb 20262 mins read
TukuTouch Logo
સામાન્ય રીતે ખરાબ રસ્તાઓને લઈને લોકો દેખાવ, સૂત્રોચ્ચાર કે ધરણાં કરતાં હોય છે, પરંતુ મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં રસ્તાના નિર્માણની માંગણી માટે હિંસક માર્ગ અપનાવવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. ગ્વાલિયર-ભિંડ હાઇવે પર આવેલા બરેઠા ટોલ પ્લાઝા પર બે અજાણ્યા શખસોએ ફાયરિંગ કરી દહેશત ફેલાવી હતી અને રસ્તો બનાવવાની માંગ સાથેનો એક ધમકીભર્યો પત્ર ફેંકી નાસી છૂટ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

'રોડ બનાવો અથવા ટોલ હટાવો...', હાઇવેનું કામ શરુ કરાવવા અજાણ્યા શખ્સે ટોલ પ્લાઝા પર કર્યું ફાયરિંગ

Madhya Pradesh News: સામાન્ય રીતે ખરાબ રસ્તાઓને લઈને લોકો દેખાવ, સૂત્રોચ્ચાર કે ધરણાં કરતાં હોય છે, પરંતુ મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં રસ્તાના નિર્માણની માંગણી માટે હિંસક માર્ગ અપનાવવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. ગ્વાલિયર-ભિંડ હાઇવે પર આવેલા બરેઠા ટોલ પ્લાઝા પર બે અજાણ્યા શખસોએ ફાયરિંગ કરી દહેશત ફેલાવી હતી અને રસ્તો બનાવવાની માંગ સાથેનો એક ધમકીભર્યો પત્ર ફેંકી નાસી છૂટ્યા હતા.

સીસીટીવીમાં કેદ થઈ ઘટના

અહેવાલો અનુસરા, બરેઠા ટોલ પ્લાઝા પર બનેલી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ફૂટેજ મુજબ, બાઇક પર સવાર બે શખ્સો ટોલ બૂથ પાસે પહોંચ્યા હતા. કોઈ કંઈ સમજે તે પહેલા તેમણે હવામાં ગોળીબાર કર્યો હતો. ત્યારબાદ એક પત્ર બૂથ તરફ ફેંકીને ગણતરીની સેકન્ડોમાં ત્યાંથી પલાયન થઈ ગયા હતા.

પત્રમાં શું લખ્યું હતું?

ટોલ પ્લાઝા પર ફેંકવામાં આવેલા પત્રમાં સરકાર અને વહીવટી તંત્રને કડક ચેતવણી આપવામાં આવી છે. પત્રમાં લખ્યું હતું કે, 'હાઇવે બનાવો અથવા ટોલ હટાવો. હવે આકાશ ભદોરિયાની જેમ કોઈ મરશે નહીં. ભલે નેતાઓને તેમના ફ્લેટ વેચવા પડે, પણ ગ્વાલિયર-ભિંડ હાઇવે પર કામ તાત્કાલિક શરુ થવું જોઈએ. સરકાર આંધળી થઈ ગઈ છે. જો કામ શરુ નહીં થાય તો હવે પછીના પગલાં વધુ કડક હશે.'

ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ટોલ પ્લાઝાના સીસીટીવી ફૂટેજ જપ્ત કર્યા છે. બદમાશોની શોધખોળ માટે આસપાસના વિસ્તારોમાં નાકાબંધી કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે પત્રમાં લખાયેલા લખાણ અને બાઇક નંબરના આધારે શંકાસ્પદોની ઓળખ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં તેમની ધરકડ કરવામાં આવશે.

શા માટે ફાટી નીકળ્યો રોષ?

ગ્વાલિયર અને ભિંડ વચ્ચેનો અંદાજે 80 કિમી લાંબો હાઇવે હાલમાં 'મોતનો માર્ગ' બની ગયો છે. રસ્તા પર મસમોટા ખાડા અને વધતાં ટ્રાફિકને કારણે દરરોજ જીવલેણ અકસ્માતો સર્જાય છે. સ્થાનિક લોકો અને સંત સમાજ ઘણાં વર્ષોથી આ રોડને 'સિક્સ લેન' બનાવવાની માંગ કરી રહ્યા છે, પરંતુ તંત્ર દ્વારા માત્ર આશ્વાસનો જ મળતાં હોવાથી લોકોમાં રોષ છે.