ઉત્તરાખંડમાં શરમજનક ઘટના, સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ, ABVPના નેતા સહિત 4 પકડાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Haldwani Minor Gangrape Case : ઉત્તરાખંડના હલ્દવાનીમાં સાડા 15 વર્ષની સગીરા સાથે હોટલમાં સામૂહિક દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવી છે. આ કેસમાં પોલીસે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના નેતા ધીરજ બિષ્ટ સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે. અન્ય આરોપીઓની ઓળખ નિતિન પાલ, અંશ ખત્રી અને હિમાંશુ બોની તરીકે થઈ છે. મુખ્ય આરોપી ધીરજ બિષ્ટે તાજેતરમાં હલ્દવાનીની MBPG કોલેજમાં યોજાયેલી વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં ABVP તરફથી પ્રમુખ પદ માટે ચૂંટણી લડી હતી. પોલીસે સમગ્ર મામલે માહિતી આપતાં જણાવ્યું હતું કે કિશોરીના પરિવારની ફરિયાદના આધારે મુખાની પોલીસ સ્ટેશનમાં ચારેય આરોપીઓ વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ ફરિયાદ દાખલ થઇ છે.
ફોસલાવીને હોટલમાં લઈ ગયા હોવાનો આરોપ
પીડિતાના પરિવાર દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, ચારેય યુવકો સગીરાને ફોસલાવીને અને દબાણ કરીને મુખાની વિસ્તારની એક હોટલમાં લઈ ગયા હતા. ત્યાં તેને ડરાવી-ધમકાવી તેની મરજી વિરુદ્ધ યૌન શોષણ કરવામાં આવ્યું હોવાનો આરોપ છે. પરિવારની ફરિયાદ મળતાં જ પોલીસને તાત્કાલિક FIR નોંધવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા. તેમણે આ ઘટનાને અત્યંત ગંભીર ગણાવી હતી અને આરોપીઓ સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
CCTV ફૂટેજ અને હોટલની તપાસમાં મહત્વના પુરાવા
પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કર્યા બાદ હોટલ પરિસરની તપાસ કરી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન હોટલના CCTV ફૂટેજ અને ઘટનાસ્થળેથી મળેલા પુરાવાઓના આધારે ઘટનાની પુષ્ટિ થઈ હોવાનું SSPએ જણાવ્યું હતું.આ ઉપરાંત, ચારેય આરોપીઓએ પોલીસ કસ્ટડીમાં પૂછપરછ દરમિયાન ઘટનામાં સંડોવણી સ્વીકારી હોવાનો પણ પોલીસનો દાવો છે. હાલ કિશોરીની મેડિકલ તપાસ સહિતની જરૂરી કાયદાકીય કાર્યવાહી ચાલી રહી છે. પોલીસે આરોપીઓ સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.




