ગુજરાતના જાણીતા સિનિયર એડવોકેટ હરીન રાવલને દિલ્હીમાં દીપાંકર ગુપ્તા નેશનલ એવોર્ડથી સન્માનિત કરાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Dipankar Gupta National Award Harin Raval: ગુજરાતના જાણીતા અને વરિષ્ઠ એડવોકેટ હરીન પ્રવિણકાંત રાવલને દિલ્હી ખાતે કેપિટલ ફાઉન્ડેશન સોસાયટી દ્વારા ‘સોલિસિટર જનરલ ઓફ ઇન્ડિયા દીપાંકર ગુપ્તા નેશનલ એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા છે. કાયદાકીય ક્ષેત્રે તેમની ઉત્કૃષ્ટ ક્ષમતા, કૌશલ્ય અને વિશિષ્ટ યોગદાન બદલ આ એવોર્ડ ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સંજીવ ખન્નાના હસ્તે અને કેપિટલ ફાઉન્ડેશનના ચેરમેન જસ્ટિસ એ. કે. પટનાયકની ઉપસ્થિતિમાં એનાયત કરવામાં આવ્યો છે.
એડવોકેટ હરીન રાવલને દિલ્હીમાં દીપાંકર ગુપ્તા નેશનલ એવોર્ડથી સન્માનિત કરાયા
હરીન રાવલ કાયદાકીય પૃષ્ઠભૂમિ ધરાવતા પરિવારની ત્રીજી પેઢીના વકીલ છે. તેમના પિતા સ્વ. પ્રવિણકાંત રાવલ પણ જાણીતા સીનિયર એડવોકેટ અને ગુજરાતના એડિશનલ એડવોકેટ જનરલ રહી ચૂક્યા છે. એચ.એ. કોમર્સ કોલેજ અને એલ.એ. શાહ લૉ કોલેજમાંથી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ, તેઓ 1987માં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં નોંધાયા હતા.

સુપ્રીમ કોર્ટ અને વિવિધ હાઇકોર્ટમાં ત્રણ દાયકાથી વધુ સમયની તેમની તેજસ્વી કારકિર્દી દરમિયાન તેમણે 2G સ્પેક્ટ્રમ કેસ, સત્યમ કૌભાંડ અને ભોપાલ ગેસ દુર્ઘટના જેવા અનેક ચર્ચિત અને મહત્ત્વપૂર્ણ કેસોમાં ભારત સરકારનું પ્રતિનિધિત્વ કર્યું છે. આ ઉપરાંત તેઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે અને અનેક પ્રતિષ્ઠિત શૈક્ષણિક તથા કાયદાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા રહ્યા છે.




