India

સંજય રાઉતનો દાવો- ઉદ્ધવ સેના સાથે ગઠબંધન ઈચ્છે છે ભાજપ નેતા, ઠાકરે લેશે અંતિમ નિર્ણય

By GS Team
31 Jan 20253 mins read
This article was originally published on 31 Jan 2025
TukuTouch Logo
શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતના તેવર ભાજપને લઈને એકદમ નરમ થઈ ગયા છે. રાઉતના એક નિવેદનથી મહારાષ્ટ્રના વિપક્ષી ગઠબંધન મહાવિકાસ અઘાડી (MVA)માં હલચલ તેજ થઈ ગઈ છે. ભાજપ સાથે ગઠબંધનને લઈને અનેક વાતો કહેવામાં આવી રહી છે. એવામાં હવે રાઉતે પણ કહી દીધું કે, ભાજપના અનેક લોકો શિવસેના (UBT) સાથે ગઠબંધન કરવા ઈચ્છે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સંજય રાઉતનો દાવો- ઉદ્ધવ સેના સાથે ગઠબંધન ઈચ્છે છે ભાજપ નેતા, ઠાકરે લેશે અંતિમ નિર્ણય

Maharashtra Politics: શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતના તેવર ભાજપને લઈને એકદમ નરમ થઈ ગયા છે. રાઉતના એક નિવેદનથી મહારાષ્ટ્રના વિપક્ષી ગઠબંધન મહાવિકાસ અઘાડી (MVA)માં હલચલ તેજ થઈ ગઈ છે. ભાજપ સાથે ગઠબંધનને લઈને અનેક વાતો કહેવામાં આવી રહી છે. એવામાં હવે રાઉતે પણ કહી દીધું કે, ભાજપના અનેક લોકો શિવસેના (UBT) સાથે ગઠબંધન કરવા ઈચ્છે છે.

રાઉતના નિવેદનથી ગરમાયું રાજકારણ

હકીકતમાં, હાલમાં જ ભાજપ નેતા ચંદ્રકાંત પાટીલ અને શિવસેના (UBT) ચીફ ઉદ્ધવ ઠાકરેની વચ્ચે એક લગ્ન સમારોહમાં મુલાકાત થઈ હતી. સંજય રાઉતનું નિવેદન આ મુલાકાત બાદ જ સામે આવ્યું છે. રાઉતે કહ્યું કે, 'ચંદ્રકાંત પાટીલ અમારા મિત્ર છે. તે હંમેશાથી ભાજપ-શિવસેનાના ગઠબંધનનું સમર્થન કરી રહ્યાં છે. હવે ભાજપમાં ઘણાં બહારના લોકો આવી ગયા છે, જેને અમારા (ભાજપ-શિવસેના) 25 વર્ષ જૂના ગઠબંધનના મહત્ત્વ વિશે ખબર નથી. આવા લોકોને ભાજપ અથવા હિન્દુત્વ સાથે કોઈ સંબંધ નથી.'

આ પણ વાંચોઃ 'દેવી-દેવતાઓની મૂર્તિઓ બનાવવા POPનો ઉપયોગ કેમ...?' બોમ્બે હાઈકોર્ટ બરાબરની બગડી

અમારો હક એકનાથ શિંદેને આપી દીધો

સંજય રાઉતે કહ્યું કે, 'ચંદ્રકાંત પાટીલની ભાવનાઓ (ભાજપ-શિવસેના ગઠબંધન) ભાજપમાં અન્ય અનેક લોકોની ભાવનાઓ છે. હું તેમના વિચારોની કદર કરૂ છું. અમે MVAમાં ગયા તેનું કારણ ભાજપના અમુક લોકો હતાં. અમારી અસલી શિવસેના છોડીને જે નવી 'ડુપ્લીકેટ શિવસેના' બની છે, તેને ભાજપે સંપૂર્ણ સમર્થન આપ્યું છે. જે અમારો હક હતો, તે એકનાથ શિંદેને આપી દીધો.'

સતત વાતચીત થઈ રહી છેઃ રાઉત

ભાજપ અને શિવસેના (UBT)ના સંભવિત ગઠબંધનને લઈને જ્યારે સંજય રાઉતને સવાલ પૂછવામાં આવ્યું તો, તેઓએ કહ્યું કે, ભાજપમાં અનેક એવા લોકો છે, જે ચંદ્રકાંત પાટીલની જેમ વિચારે છે. અમે તેના પર સતત ચર્ચા કરી રહ્યા છે. પરંતુ, હાલ અમે 'વેઇટ એન્ડ વૉચ' ની નીતિ પર છે. જોકે, અમને પહેલાંથી જ જાણ હતી કે, આગળ શું થવાનું છે. મને શંકા છે કે, એકનાથ શિંદે કેટલાં સમય સુધી ભાજપ સાથે રહી શકશે. આ ફક્ત સત્તા અને પૈસાના બળ પર ટકેલા છે.

આ પણ વાંચોઃ મહાકુંભ બાદ કાશીમાં ભીડ ઉમટતાં ટેન્શન વધ્યું, તંત્રની અપીલ - હાલમાં ગંગા આરતીમાં સામેલ થતા બચો

ગઠબંધનને વિશે કરી વાત

સંજય રાઉતે ગઠબંધનને લઈને શિવસેના નેતાઓની ઈચ્છા વિશે વાત કરતા કહ્યું કે, 'અમારી વચ્ચે ગઠબંધનને લઈને કોઈ સત્તાવાર રીતે વાત નથી થઈ. પરંતુ, ભાજપના અનેક નેતા બંને જૂથ સાથે જોવા મળ્યા છે. ચંદ્રકાંત પાટીલની ભાવનાઓ પાર્ટીના અનેક લોકોની ભાવના સાથે મેળ ખાય છે. કારણ કે, અમે તેમની સાથે 25 વર્ષ સુધી સારી રીતે કામ કર્યું છે.'

ઉદ્ધવ ઠાકરે લેશે અંતિમ નિર્ણય

મળતી માહિતી મુજબ, વિધાન પરિષદમાં વિપક્ષના નેતા અંબાદાસ દાનવેએ કહ્યું કે, 'ભાજપ અને શિવસેનામાં અનેક લોકોનું માનવું છે કે, બંને પાર્ટીએ એકસાથે રહેવું જોઈએ. કારણ કે, આ એક સ્વાભાવિક ગઠબંધન છે. જોકે, આ વિશે કોઈ પણ નિર્ણય ઉદ્ધવ ઠાકરે જ લેશે.'