India

'દેવી-દેવતાઓની મૂર્તિઓ બનાવવા POPનો ઉપયોગ કેમ...?' બોમ્બે હાઈકોર્ટ બરાબરની બગડી

By GS Team
31 Jan 20252 mins read
This article was originally published on 31 Jan 2025
TukuTouch Logo
બોમ્બે હાઈકોર્ટે ગુરૂવારે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ના ગાઇડલાઈનનું કડકાઈથી પાલન કરવાનો નિર્દેશ કર્યો છે, જેમાં પ્લાસ્ટર ઑફ પેરિસ (POP) થી બનેલી મૂર્તિઓને જળાશયોમાં વિસર્જન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. મુખ્ય ન્યાયાધીશ આલોક અરાધે અને ન્યાયમૂર્તિ ભારતી ડાંગરની ખંડપીઠે એક જનહિતની અરજી પર સુનાવણી કરી હતી. તેઓએ બૃહ્નમુંબઈ મહાનગર પાલિકા (BMC) અને મહારાષ્ટ્રના અન્ય તમામ નિગમોને નિર્દેશ કર્યો છે કે, 1 અને 2 ફેબ્રુઆરીએ ઉજવાતા 'માઘી ગણેશ' ઉત્સવ પહેલાં આ ગાઇડલાઈનનું પાલન સુનિશ્ચિત કરો.

Summarized by AI; it may make mistakes. Check important info

'દેવી-દેવતાઓની મૂર્તિઓ બનાવવા POPનો ઉપયોગ કેમ...?' બોમ્બે હાઈકોર્ટ બરાબરની બગડી

Bombay High Court: બોમ્બે હાઈકોર્ટે ગુરૂવારે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ના ગાઇડલાઈનનું કડકાઈથી પાલન કરવાનો નિર્દેશ કર્યો છે, જેમાં પ્લાસ્ટર ઑફ પેરિસ (POP) થી બનેલી મૂર્તિઓને જળાશયોમાં વિસર્જન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. મુખ્ય ન્યાયાધીશ આલોક અરાધે અને ન્યાયમૂર્તિ ભારતી ડાંગરની ખંડપીઠે એક જનહિતની અરજી પર સુનાવણી કરી હતી. તેઓએ બૃહ્નમુંબઈ મહાનગર પાલિકા (BMC) અને મહારાષ્ટ્રના અન્ય તમામ નિગમોને નિર્દેશ કર્યો છે કે, 1 અને 2 ફેબ્રુઆરીએ ઉજવાતા 'માઘી ગણેશ' ઉત્સવ પહેલાં આ ગાઇડલાઈનનું પાલન સુનિશ્ચિત કરો.

આ પણ વાંચોઃ મહાકુંભ બાદ કાશીમાં ભીડ ઉમટતાં ટેન્શન વધ્યું, તંત્રની અપીલ - હાલમાં ગંગા આરતીમાં સામેલ થતા બચો

પીઓપીની મૂર્તિ પર પ્રતિબંધ

હાઈકોર્ટે મૂર્તિ નિર્માતાઓને એવું પણ પૂછ્યું કે, કોર્ટે વારંવાર આપેલાં આદેશ છતાં તેઓએ દેવી-દેવતાઓની મૂર્તિ બનાવવા માટે પીઓપીનો ઉપયોગ કેમ શરૂ રાખ્યો? સીપીસીબીએ 12 મે, 2020ના દિવસે સંશોધિત ગાઇડલાઈન રજૂ કરી હતી, જેમાં પીઓપીથી બનેલી મૂર્તિના નિર્માણ, વેચાણ અને વિસર્જન પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. પીઓપી એક સફેદ પાવડર છે, જે પાણીમાં મિક્સ કરવાથી સખત થઈ જાય છે. બોર્ડે મૂર્તિ બનાવવા માટે પર્યાવરણને અનુકૂળ કાચા માલના ઉપયોગને પ્રોત્સાહિત કર્યો છે. 

આ પણ વાંચોઃ VIDEO : મહાકુંભની શ્રદ્ધાળુઓ માટે બની રહેલા ભોજનમાં પોલીસ કર્મીએ નાખી રાખ

દિશાનિર્દેશોના કડક પાલનની માંગ

કોર્ટ થાણે નિવાસી રોહિત જોશી અને માટીથી મૂર્તિ બનાવનાર 9 કારીગરો સહિત અન્ય તરફથી દાખલ એક જનહિતની અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમાં સીપીસીબીના 2020ની ગાઇડલાઈનનું કડક પાલન કરાવવા વિનંતી કરવામાં આવી છે. બીજીબાજુ પંજાબમાં જાલંધરના ડેપ્યુટી કમિશનર કમ-ડિસ્ટ્રિક્ટ મજીસ્ટ્રેટ ડૉ. હિમાંશુ અગ્રવાલે જિલ્લા પોલીસને જાલંધર જિલ્લામાં સ્થાપિત બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરની મૂર્તિની સુકરક્ષા સુનિશ્ચિત કરવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. અમૃતસરમાં આંબેડકરની મૂર્તિને નુકસાન પહોંચાડવાની હાલની ઘટનાને જોતા મેજિસ્ટ્રેટે પોલીસને સાવચેતીના પગલાં રૂપે જાલંધર જિલ્લામાં સતર્કતા વધારવાનો નિર્દેશ આપ્યો, જેથી તોફાની તત્ત્વોને આવી કોઈ હરકત કરવાથી રોકી શકાય.