Get The App

'મારો કોઈ પરિવાર નથી, તેજસ્વીએ મને ઘરેથી કાઢી મૂકી', બહેન રોહિણીનો ભાઈ પર મોટો આરોપ

Updated: Nov 15th, 2025

GS TEAM

Google News
Google News
'મારો કોઈ પરિવાર નથી, તેજસ્વીએ મને ઘરેથી કાઢી મૂકી', બહેન રોહિણીનો ભાઈ પર મોટો આરોપ 1 - image

Rohini Acharya accusations  : બિહાર વિધાનસભા ચૂંટણીમાં આરજેડીની કારમી હાર બાદ પાર્ટીમાં મોટો રાજકીય ઉથલપાથલ જોવા મળી રહ્યો છે. આરજેડી વડા લાલુ પ્રસાદ યાદવની પુત્રી અને પૂર્વ લોકસભા ઉમેદવાર રોહિણી આચાર્યએ શનિવારે રાજકારણ છોડવાની જાહેરાત કરી છે અને તેના પરિવાર સાથેના સંબંધો તોડવાની વાત કરી છે. તેણે રાબડી દેવીના નિવાસસ્થાનેથી બહાર નીકળીને મીડિયાને સાથે વાત કરતાં કહ્યું, 'મારો કોઈ પરિવાર નથી. હું જવાબદારી લેવા માંગતી નથી. ચાણક્યને પૂછો... જાઓ અને સંજય યાદવ, તેજસ્વીને પૂછો. જો તમે સવાલો કરશો તો દુર્વ્યવહાર કરવામાં આવશે અને ચંપલથી મારવામાં આવશે.' રોહિણીએ તેજસ્વી યાદવ પર પરિવારમાંથી કાઢી મુકવાનો આરોપ લગાવ્યો.

આ પણ વાંચો: ફરીદાબાદથી જપ્ત કરેલા વિસ્ફોટકના જથ્થામાં બ્લાસ્ટ થયો: નૌગામમાં 9 મોત મામલે ગૃહમંત્રાલયનું સત્તાવાર નિવેદન

'મારા પરિવાર સાથેના સંબંધો તોડી રહી છું'

રોહિણી આચાર્યએ પોતાનું રાજીનામું આપ્યા પછી ઇન્સ્ટાગ્રામ પર સ્પષ્ટ શબ્દોમાં પણ લખ્યું કે, તે રાજકારણમાંથી સન્યાસ લઈ રહી છે અને તેના પરિવાર સાથેના સંબંધો તોડી રહી છે. તેણે દાવો કર્યો હતો કે, તેજસ્વી યાદવના સલાહકાર સંજય યાદવ અને રમીઝ ઈચ્છતા હતા. તેણે લખ્યું છે, 'હું રાજકારણ છોડી રહી છું અને મારા પરિવાર સાથેના સંબંધો તોડી રહી છું. સંજય યાદવ અને રમીઝ આ જ ઇચ્છતા હતા, અને હવે હું સંપૂર્ણ દોષ મારા પર લઈ રહી છું.'

રોહિણી પટણા છોડીને દિલ્હી રવાના

ડોક્ટરમાંથી રાજકારણી બનેલા રોહિણીએ 2024ની લોકસભા ચૂંટણીમાં સારણ બેઠક પરથી RJD ટિકિટ પર લડી હતી. પરંતુ તે ભાજપના રાજીવ પ્રતાપ રૂડી સામે હારી ગઈ હતી. ત્યારથી, તેમના પરિવાર અને પાર્ટીથી તેમનું અંતર વધી રહ્યું છે. એવું કહેવાય છે કે રોહિણી પટણા છોડીને દિલ્હી ગઈ છે. આ ઉપરાંત સુત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે, તે હવે સિંગાપોર પરત ફરી રહી છે.


ચૂંટણીના કેટલાક મહિના પહેલા તેણે RJD, લાલુ પ્રસાદ યાદવ અને ભાઈ તેજસ્વી યાદવને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કર્યા હતા. તેમજ તેમની વારંવારની ભાવનાત્મક અને સૂચક પોસ્ટ્સ પરિવારમાં વધતા તણાવને સ્પષ્ટપણે દર્શાવે છે.

આ પણ વાંચો: 'ચૂંટણીઓમાં સરકારી મશીનરીનો દુરૂપયોગ કરે છે ભાજપ', અખિલેશનો આરોપ

રોહિણીએ 2022 માં તેના પિતાને તેની કિડનીનું દાન કરી

રિપોર્ટ પ્રમાણે વિવાદનું મૂળ 2022 માં તેના પિતા લાલુ પ્રસાદ યાદવને કિડની દાન કરવા અંગેના પ્રશ્નો અને ત્યારબાદના પ્રતિભાવો હતા. રોહિણીએ આ મુદ્દા પર જાહેરમાં ઘણી વખત પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

Tags :