સાત લાખ રિટેલ રોકાણકારોનું હિત આગળ ધરીને
કંપનીએ દલીલ કરી કે લિક્વિડિટી પ્રભાવિત થવાથી છૂટક રોકાણકારોને શેરનું વાસ્તવિક મૂલ્ય નથી મળતું
કંપનીના જણાવ્યા અનુસાર વર્તમાન નિયમો અંતર્ગત તેના શેરોમાં અઠવાડિયામાં માત્ર એક જ વાર પાંચ ટકા સીમિત મૂલ્યની અંદર ટ્રેડિંગની અનુમતિ છે. રિલાયન્સ ઈન્ફ્રાની દલીલ છે કે એનાથી શેરની કિંમતનું મૂલ્યાંકન કંપનીના વાસ્તવિક પ્રદર્શન અને ભાવિની સંભાવનાઓની બદલે ટેકનીકલ ધોરણે થઈ રહ્યું છે.રિલાયન્સ ઈન્ફ્રાએ જણાવ્યું કે આ પ્રતિબંધોને કારણે બજારમાં લિક્વિડિટી પ્રભાવિત થઈ રહી છે અને રોકાણકારો માટે પોતાના શેરો ઉચિત મૂલ્યમાં વેચવા મુશ્કેલ થઈ રહ્યું છે. વિશેષ રૂપે લોઅર સર્કિટની સ્થિતિમાં રિટેલ રોકાણકારોએ ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. કંપનીનો દાવો છે કે આ વ્યવસ્થા બજારના સુચારુ સંચાલન માટે પણ અનુકૂળ નથી.
કંપનીએ એવો પણ ઉલ્લેખ કર્યો કે નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (એનસીએલએટી) દ્વારા નાદારી કાર્યવાહી પર રોક લગાવ્યા છતાં આ પ્રતિબંધ જારી છે. રિલાયન્સ ઈન્ફ્રાના જણાવ્યા અનુસાર કંપનીનું સંચાલન હજી પણ બોર્ડ ઓફ ડાયરેક્ટરના નિયંત્રણમાં છે.


