India

ભાજપ-કોંગ્રેસ સિવાયના રાષ્ટ્રીય પક્ષો પાછળ રહી ગયા : 8 પ્રાદેશિક પક્ષોએ AAP-BSP-CPI કરતા વધુ ફંડ મેળવ્યું, જુઓ લિસ્ટ

By GS Team
10 Aug 20263 mins read
TukuTouch Logo
ADRના અહેવાલ મુજબ, 2024-25માં 8 પ્રાદેશિક પક્ષોએ ₹1,051.56 કરોડનું ભંડોળ મેળવી AAP-BSP જેવા રાષ્ટ્રીય પક્ષોને પછાડ્યા છે. DMK (₹365.78 કરોડ) ટોચ પર છે. પ્રાદેશિક પક્ષોની આવકમાં 198%નો ઉછાળો નોંધાયો છે, જેમાં મોટા કોર્પોરેટ જૂથોનો 61.33% ફાળો છે. ₹20,000થી ઓછા અજ્ઞાત ફંડિંગ અને રોકડ રકમમાં પણ મોટો વધારો થયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાજપ-કોંગ્રેસ સિવાયના રાષ્ટ્રીય પક્ષો પાછળ રહી ગયા : 8 પ્રાદેશિક પક્ષોએ AAP-BSP-CPI કરતા વધુ ફંડ મેળવ્યું, જુઓ લિસ્ટ

Political Party Funding Report : દેશના રાજકારણમાં હવે માત્ર ભાજપ કે કોંગ્રેસ જેવા રાષ્ટ્રીય પક્ષો જ નાણાકીય રીતે મજબૂત નથી, પરંતુ પ્રાદેશિક પક્ષો પણ ખૂબ જ શક્તિશાળી બની રહ્યા છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના તાજેતરના અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ 2024-25માં દેશના 8 પ્રાદેશિક પક્ષોએ એટલું મોટું ફંડ એકઠું કર્યું છે કે, તેમણે ભાજપ અને કોંગ્રેસ સિવાયની અન્ય રાષ્ટ્રીય પાર્ટીઓ, જેમ કે AAP-BSP-CPIM-NPEPને કમાણીની બાબતમાં પાછળ છોડી દીધી છે.

Z2.png

પ્રાદેશિક પક્ષોની આવકમાં 3 ગણો ઉછાળો

રૂ.20,000થી વધુ રકમના ફંડિંગના કિસ્સામાં પ્રાદેશિક પક્ષોની કમાણીમાં 2023-24ની સરખામણીએ 2024-25માં લગભગ 198% નો મોટો વધારો નોંધાયો છે.

  • નાણાકીય વર્ષ 2023-24 : પ્રાદેશિક પક્ષોને કુલ રૂ.347.69 કરોડનું ફંડ મળ્યું
  • નાણાકીય વર્ષ 2024-25 : પ્રાદેશિક પક્ષોને કુલ રૂ.1,051.56 કરોડનું ફંડ મળ્યું
  • ફંડ આપનારાઓની સંખ્યા : ફંડ આપનારાઓની સંખ્યા પણ 2,861થી વધીને 5,297 (85%નો ઉછાળો) થઈ ગઈ છે.

અન્ય રાષ્ટ્રીય પક્ષોને પછાડનારા 8 પ્રાદેશિક પક્ષો

ટોચના 5 પ્રાદેશિક પક્ષોએ જ કુલ રૂ.840.12 કરોડનું ફંડ મેળવ્યું છે, જે કુલ પ્રાદેશિક રાજકીય ફંડિંગના 79.9% જેટલો હિસ્સો ધરાવે છે.

ટોચના પ્રાદેશિક પક્ષોને મળેલું ફંડ (2024-25)

  • DMK: રૂ.365.78 કરોડ
  • TMC: રૂ.184.96 કરોડ
  • YSRCP: રૂ.140.04 કરોડ
  • TDP: રૂ.83.04 કરોડ
  • AIADMK: રૂ.66.31 કરોડ
  • BJD: રૂ.60 કરોડ
  • JMM: રૂ.33.23 કરોડ
  • જનસેના પાર્ટી: રૂ.25.33 કરોડ
  • JD(U): રૂ.18.70 કરોડ
  • BRS: રૂ.15.09 કરોડ

મુખ્ય રાષ્ટ્રીય પક્ષોની સ્થિતિ (2024-25)

રાષ્ટ્રીય સ્તરે ભાજપે સૌથી વધુ ફંડ એકત્ર કર્યું છે:

  • BJP: રૂ.6,074.02 કરોડ
  • કોંગ્રેસ (INC): રૂ.517.39 કરોડ
  • AAP: રૂ.38.10 કરોડ
  • CPI(M): રૂ.16.95 કરોડ
  • NPEP: રૂ.2.09 કરોડ
  • BSP: રૂ.0

કુલ રાષ્ટ્રીય ફંડ: રૂ.6,648.56 કરોડ (11,343 ફંડ વ્યવહારો દ્વારા)

મોટા કોર્પોરેટ જૂથો અને ટ્રસ્ટ તરફથી મળેલું ફંડ

પ્રાદેશિક પક્ષોને મળેલા કુલ ફંડમાંથી 61.33% રકમ (રૂ.644.93 કરોડ) સીધા મોટા વેપારી જૂથો અને કોર્પોરેટ ગૃહો પાસેથી આવ્યું છે.

ટોચના મોટા ફંડ આપનારાઓ (2024-25)

  • પ્રુડન્ટ ઈલેક્ટોરલ ટ્રસ્ટ: રૂ.253.50 કરોડ
  • ટાઈગર એસોસિએટ્સ: રૂ.160 કરોડ
  • પ્રોગ્રેસિવ ઈલેક્ટોરલ ટ્રસ્ટ: રૂ.70 કરોડ
  • વેદાંત લિમિટેડ: રૂ.45 કરોડ
  • એબી જનરલ ઈલેક્ટોરલ ટ્રસ્ટ: રૂ.32 કરોડ
  • નાટકો ફાર્મા લિમિટેડ: રૂ.18.50 કરોડ

(નોંધ: માત્ર આ 6 ફંડ આપનારાઓ દ્વારા જ રૂ.578 કરોડ અપાયા હતા)

અજ્ઞાત ફંડિંગ અને કેશ ફંડિંગ પર સવાલો

ચૂંટણી પંચના નિયમ મુજબ રૂ.20,000 થી ઓછા ફંડિંગમાં ફંડ આપનારનું નામ જાહેર કરવું ફરજિયાત નથી, જેનો લાભ પક્ષોએ લીધો છે:

  • અનામી ફંડિંગમાં ઉછાળો: અજ્ઞાત સ્રોતો પાસેથી આવતી રકમ રૂ.6.62 કરોડથી વધીને રૂ.302.67 કરોડ થઈ ગઈ છે.
  • રોકડ રકમ: રોકડમાં મળેલું ફંડ રૂ.6.54 કરોડથી વધીને રૂ.301.44 કરોડ થઈ ગયું છે.
  • DMK અને TMC નું ઉદાહરણ: DMK ને મળેલા રૂ.365.78 કરોડમાંથી રૂ.300.64 કરોડ (82%) અજ્ઞાત સ્રોતો દ્વારા રોકડમાં બતાવાયા છે. જ્યારે TMC ને મળેલી રકમમાં મોટા ભાગના ચેક અને ડિમાન્ડ ડ્રાફ્ટમાં અધૂરી વિગતો જોવા મળી છે.

ઘણા પક્ષોએ હજુ સુધી હિસાબ રજૂ કર્યો નથી

ADR મુજબ દેશના 67 માન્યતા પ્રાપ્ત પ્રાદેશિક પક્ષોમાંથી 33 પક્ષોએ સત્તાવાર વેબસાઈટ પર તેમના ફંડિંગનો રિપોર્ટ જમા કરાવ્યો નથી. રાજકીય પક્ષોના ફંડિંગ અને ચૂંટણી સંબંધી વધુ સત્તાવાર માહિતી માટે ભારતના ચૂંટણી પંચના પોર્ટલ પરથી વિગતો મેળવી શકાય છે.