રશિયાથી ઈંડીયા ટ્રેન દ્વારા મોસ્કોએ જબ્બર યોજના ઘડી : કહે છે તે માટે સઘન તપાસ અનિવાર્ય છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- બોસ્મરસ અને હોર્મુઝ બંને સમુદ્રધૂનિ ડેન્જરસ બનતાં અન્ય માર્ગે હિન્દ મહાસાગર સુધી પહોંચવા ભારત સાથે રેલ-લિંક અનિવાર્ય
મોસ્કો : બોસ્મરસ અને હોર્મુઝ બંને સમુદ્ર ધૂનીઓ ભયાવહ બની રહેલાં હિન્દ મહાસાગર સુધી પહોંચવા માટે ભારત સાથે રેલવે-લિંક અનિવાર્ય છે તેમ રશિયાના ડેપ્યુટી પી.એમ. મેરેટ ખુશ્નુલીને 'તાસ' ન્યુઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું.
આ સંભવિત માર્ગ અંગે વધુ વિગતો આપતાં ખુશ્નુલીને કહ્યું હતું કે આ વૈકલ્પિક માર્ગ તુર્કમેનિસ્તાન, ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન દ્વારા ભારત સુધી પહોંચશે. જો આ નેટવર્ક વાસ્તવિક રીતે અમલી બને તો તેથી ભારત સાથેનું જોડાણ સરળ બની રહેશે.
રશિયન નાયબ વડાપ્રધાને આગળ કહ્યું કે, આ રીતે ઈન્ડીયન-ઓશન સુધીની રેલ-લિંક અનિવાર્ય એટલા માટે છે કે બોસ્મરસ અને હોર્મુઝ સમુદ્ર ધૂનીઓ હવે ભયાવહ બની ગઈ છે. હોર્મુઝમાં તો અમેરિકા-ઇઝરાયલ સામે ઈરાન સશસ્ત્ર સંઘર્ષ ચાલી જ રહ્યો છે. તેથી તે સ્ટ્રેઈટ્સ ઘણી ભયજનક બની ગઈ છે. ફેબુ્રઆરી ૨૮ (૨૦૨૬)થી શરૂ થયેલું આ યુદ્ધ તો હવે બહેરિન, જોર્ડન, ઈરાક, કતાર, કુવૈત, યુ.એ.ઈ. અને સઉદી અરબસ્તાન સુધી વિસ્તર્યું છે. ઈરાને ફરી હોર્મુઝ બંધ કરી છે. ખાસ કરીને અમેરિકા અને ઈઝરાયલ સાથે જોડાયેલા કે તેમની સાથે ગાઢ સંબંધ રાખતા દેશોનાં જહાજો ઉપર તો લોખંડી પ્રતિબંધ મુક્યો છે. તેથી ૨૦ ટકા જેટલું તેલ દુનિયાને મળતું બંધ થયું છે. તેનો નિર્દેશ કર્યા પછી ખુશ્નુલીને દેશની આંતરિક આર્થિક સ્થિતિ સુધારવા તેમજ વૈશ્વિક અર્થતંત્રને પણ પુષ્ટિ મળે તે હેતુથી આ લિંક અનિવાર્ય છે. તેનો ખર્ચ પણ જબરજસ્ત છે. તે યોજના પાંચ વર્ષે પૂરી થાય તેમ છે તેમાં દર વર્ષે ૧ ટ્રિલિયન રૂબલનો ખર્ચ થશે પરંતુ તે ખર્ચ રશિયા એકલું જ ઉઠાવશે તેમ પણ રશિયાના નાયબ વડાપ્રધાને તાસને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું.









