World

24 કલાકમાં જ ઇસ્લામિક નાટોમાં સમીકરણો બદલાયાં : તૂર્કીના વલણથી સઉદીને આંચકો લાગ્યો

By GS Team
9 Aug 20262 mins read
TukuTouch Logo
પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તુર્કી વચ્ચે 'મક્કા-જોઇન્ટ ડિફેન્સ એક્ટ' હેઠળ મહત્વપૂર્ણ સમજૂતી થઈ છે. આ ઇસ્લામિક નાટો મુજબ, જો 3માંથી કોઈ એક દેશ પર હુમલો થાય, તો બાકીના 2 દેશો તેને પોતાના પરનો હુમલો ગણી વળતો પ્રહાર કરશે. તુર્કીના વિદેશમંત્રીએ આ કરાર ઇરાન વિરુદ્ધ ન હોવાનું જણાવ્યું, છતાં ઇરાને તેનો વિરોધ કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

24 કલાકમાં જ ઇસ્લામિક નાટોમાં સમીકરણો બદલાયાં : તૂર્કીના વલણથી સઉદીને આંચકો લાગ્યો
  • સઉદી પર ઇરાન હુમલા કરે છે : તેમાં શું કરાશે ?

નવી દિલ્હી : પાકિસ્તાન સઉદી અરબસ્તાન અને તુર્કી વચ્ચે મહત્ત્વની સમજૂતી સધાય છે. જેને ઇસ્લામિક નાટો પણ કહેવામાં આવે છે. તેનું નામ છે મક્કા-જોઇન્ટ ડીફેન્સ એક્ટ તે પ્રમાણે ત્રણમાંથી એકપણ દેશ પર હુમલો થાય તો તે બીજા બે દેશોએ પોતાની ઉપર જ થયેલા હુમલા બરોબર ગણી હુમલો કરનાર દેશની સામે વળતા પ્રહારો શરૂ કરી દેવા.
તૂર્કીના વીદેશ મંત્રીએ સ્પષ્ટ કહ્યું : આ સમજૂતી કોઈ ખાસ દેશ (ઇરાન) વિરૂદ્ધ નથી : જ્યારે ઇરાને તે કરારોનો વિરોધ કર્યો છે
આ કરારો થયાને ૨૪ કલાક પણ પૂરા ન થયા ત્યાં તૂર્કીના વિદેશ મંત્રી હાકાન ફીદાએ જાહેરકરી દીધું કે આ કરારો કોઈ એક દેશ (ઇરાન) વિરૂદ્ધ નથી. પછીથી ઇરાનનાં નામનો સ્પષ્ટ ઉલ્લેખ પણ કર્યો હતો.
ફીદાને કરેલી આ જાહેરાતથી હડકંપ મચી ગયો છે. તૂર્કીની સમાચાર સંસ્થા અનાદોવુને આપેલા એક ઇન્ટરવ્યુમાં ભારપૂર્વક કહ્યું હતું કે આ સમજૂતી કોઈ એક દેશને ધ્યાનમાં રાખી કરાઈ નથી કે તે ઇરાન વિરૂદ્ધ પણ નથી. ત્રણ ેદેશો કોઈ પણ અન્ય દેશને જ્યાં સુધી આપણામાંથી એક ઉપર પણ હુમલો થાય તો તે બીજા બે ઉપર પણ હુમલો થયો હોય તેમ માનીને હુમલા કરનાર દેશની ઉપર વળતી કાર્યવાહી કરવી જોઇએ. પરંતુ જ્યાં સુધી હુમલા કરનાર કોણ છે તે નિશ્ચિત ન થાય ત્યાં સુધી કોઈ પણ દેશ સામે લશ્કરી પગલાં લેવાં યોગ્ય નથી. તેઓએ ઇરાનને શત્રુ રાષ્ટ્ર ગણવાનો પણ ઇનકાર કર્યો.
વિશ્લેષકો કહે છે કે તૂર્કીના વિદેશમંત્રી હાકાન ફીદાનનું આ કથન એક તરફ સઉદી અરબ માટે આંચકાજનક છે. કારણ કે અત્યારે અમેરિકા ઇરાન-યુદ્ધ દરમિયાન ઇરાન ભલે સીધી રીતે સઉદી ઉપર હુમલા કરતું નહીં હોય. પરંતુ તેના ટેકાવાળા હૂતી તો સઉદી અરબસ્તાન ઉપર હુમલા કરે જ છે. પરંતુ હાકાનીનાં કહેવા પ્રમાણે ઇરાન ઉપર પગલાં લઇ શકાય નહીં. હાકાનીનું આ કથન સઉદી અરબસ્તાન માટે આંચકાજનક છે.