Explainer: દલાઈ લામાએ ભારતમાં શરણ કેમ લેવી પડી? ચીને વિદ્રોહ બાદ હજારો તિબેટીયન લોકોને ઉતાર્યા હતા મોતને ઘાટ
Image: IANS |
Dalai Lama: ભારતમાં દલાઈ લામાને ખૂબ સન્માન આપવામાં આવે છે. તે તિબ્બતના ધાર્મિક, સાંસ્કૃતિક અને રાજકીય ઓળખના પ્રતિક છે. હકીકતમાં 'દલાઈ લામા' એક ઉપાધિ છે, જેનો અર્થ છે 'જ્ઞાનનો સાગર'. જોકે, દલાઈ લામાનું અસલી નામ તેજિન ગ્યાત્સો છે. આજે તેમનો જન્મદિવસ છે અને તે 90 વર્ષના થઈ ચુક્યા છે.
દલાઈ લામા હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં રહે છે. તે શાંતિ, કરૂણા અને અહિંસાના પ્રબળ સમર્થક છે. તેમણે તિબ્બતની સ્વાયત્તતા માટે મધ્યમ માર્ગની નીતિ અપનાવી, જેમાં પૂર્ણ સ્વતંત્રતાની બદલે વાસ્તવિક સ્વાયત્તતાની માંગ કરવામાં આવે છે. વર્ષ 1989માં તેમને શાંતિ માટે નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ 'દલાઈ લામા જે નિર્ણય લેશે તેનું પાલન કરીશું', ઉત્તરાધિકારી મામલે ભારતનો ચીનને કડક સંદેશ
કેમ લેવી પડી ભારતની શરણ?
તિબ્બત પર ચીનના કડર વલણના કારણે દલાઈ લામાને વર્ષ 1959માં ભારતમાં શરણ લેવી પડી હતી. ચીને પોતાની આક્રામક નીતિ સાથે ન ફક્ત દલાઈ લામાને નિર્વાસિત કરવા મજબૂર કર્યા પરંતુ, તિબ્બતના લોકો પર પણ ત્રાસ ગુજાર્યો અને તેમની સાંસ્કૃતિક ઓળખને ભૂંસવાનો પ્રયાસ કર્યો.
20મી સદીની શરૂઆત સુધી તિબ્બત પોતાની સ્વતંત્રતાને જાળવી રાખી હતી. પરંતુ, 1949માં જ્યારે માઓ જેડૉન્ગના નેતૃત્વમાં કોમ્યુનિસ્ટ ચીનનો ઉદ થયો, ત્યારે તિબ્બતને જોખમ ઊભું થયું. વર્ષ 1950માં, ચીનની પીપુલ્સ લિબરેશન આર્મીએ તિબ્બત પર આક્રણણ કરી દીધું. 1951માં, તિબ્બતને મજબૂરીમાં 17 સૂત્રીય સમજૂતી પર સહી કરી પડી, જે હેઠળ તિબ્બતને ચીની સંપ્રભુતા સ્વીકારવી પડી, જેથી તેને અમુક હદ સુધી સ્વાયત્તતાનું વચન આપી શકાય.
આ પણ વાંચોઃ તિહાર જેલથી ખૂંખાર સીરિયલ કિલર ફરાર, જેલ વહીવટીતંત્રમાં દોડધામ મચી
જે સમયે ચીને તિબ્બત પર પોતાનો અધિકાર સ્થાપિત કર્યો, તે સમયે 14માં દલાઈ લામા, તેજિન ગ્યાત્સો માત્ર 15 વર્ષના હતા. તેમણે તિબ્બતની કમાન સંભાળવી પડી હતી. શરૂઆતમાં તેમણે ચીની અધિકારીઓ સાથે સહયોગ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ચીની શાસને તિબ્બતની સંસ્કૃતિ, ધર્મ અને જીવનશૈલી પર હુમલો શરૂ કરી દીધો. મઠોને નષ્ટ કરવામાં આવ્યા, ભિક્ષુઓને હેરાન કરવામાં આવ્યા અને તિબ્બતના લોકો પર કોમ્યુનિસ્ટ વિચારધારા થોપવામાં આવી.
વર્ષ 1959માં, લ્હાસામાં ચીની અત્યાચારના કારણે એક મોટો વિદ્રોહ થયો. આ વિદ્રોહને કચડવા માટે ચીને સૈન્ય દળનો ઉપયોગ કર્યો, જેમાં હજારો તિબ્બતી લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા. સ્થિતિ બગડવાના કારણે દલાઈ લામાનો જીવ જોખમમાં મૂકાયો હતો. માર્ચ 1959માં, તેઓ ગુપ્ત રૂપે લ્હાસાથી ભાગીને હિમાલય પાર કરીને ભારતમાં શરણ લીધી. ભારત સરકારે તેમને તેમના અનુયાયીઓને ધર્મશાળામાં શરણ આપી, જ્યાં આજે પણ નિર્વાસિત તિબ્બતી સરકારના મુખ્યાલય છે.
ચીને કેમ કર્યો હુમલો?
ચીને વર્ષ 1950થી લઈને અત્યાર સુધી તિબ્બતમાં તિબ્બતી સંસ્કૃતિ અને ઓળખને કચડવાનો પ્રયાસ કર્યો છે. આ દરમિયાન મઠ અને ધાર્મિક સ્થળોને નષ્ટ કરવામાં આવ્યા અને બૌદ્ધ ધર્મને કમજોર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ચીને ન ફક્ત તિબ્બતી ભાષા અને પરંપરાઓ પર પ્રતિબંધ લગાવ્યા પરંતુ, શાળાઓમાં ચીની ભાષાને ફરજિયાત કરી દીધી.
ચીની નીતિના કારણે તિબ્બતમાં ચીની વસ્તી વધી. તેની અસર એ થઈ કે, તિબ્બતમાં તિબ્બતી લોકો પોતાની જ ભૂમિ પર અલ્પસંખ્યક બની ગયા છે. હંમેશા એવા સમાચાર સામે આવે છે કે, ચીન, તિબ્બતી લોકો પર નજર રાખે છે અને તેમની ધરપકડ કરે છે. આ દરમિયાન તેમણે પ્રતાડિત પણ કરવામાં આવે છે અને જબરદસ્તી શ્રમ પણ કરાવવામાં આવે છે. ચીન દ્વારા તિબ્બતના લોકોના વિરોધ પ્રદર્શનને ક્રૂરતા પૂર્વક કચડી નાંખવામાં આવે છે, જેના કારણે અનેક તિબ્બતી ભિક્ષુઓ અને નાગરિકોને જીવન ટૂંકાવી દેવા જેવા કઠોર પગલાં ભરવા પડે છે.