15મી ઓગસ્ટે રાહુલ ગાંધી ક્યાં બેસશે? અગાઉના વિવાદ બાદ સરકારે સિટિંગ પ્લાન સ્પષ્ટ કર્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Independence Day 2026 : આ વર્ષે 15 ઓગસ્ટે લાલ કિલ્લા પર યોજાનારા સ્વાતંત્ર્ય દિન સમારોહમાં લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીની બેઠક વ્યવસ્થાને લઈને સરકારે સ્પષ્ટતા કરી છે. રાહુલ ગાંધીને સરકારી વરિષ્ઠતા ક્રમ મુજબ કેન્દ્રીય મંત્રીમંડળના મંત્રીઓની ઠીક પાછળ બેસાડવામાં આવશે.
પ્રોટોકોલ મુજબ નક્કી થઈ બેઠક
સંરક્ષણ સચિવ આર.કે. સિંહે જણાવ્યું હતું કે, 'રાહુલ ગાંધીને 15 ઓગસ્ટના સમારોહ માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. વિપક્ષના નેતાની સીટ સત્તાવાર વરિષ્ઠતા ક્રમ મુજબ નક્કી થાય છે, જે કેન્દ્રીય મંત્રીઓની ઠીક પાછળ હોય છે.' રાષ્ટ્રપતિ સચિવાલયના નિયમો મુજબ વિપક્ષના નેતાનો હોદ્દો કેબિનેટ મંત્રી સમકક્ષ ગણાય છે.
અગાઉના વિવાદ બાદ સરકારે કરી સ્પષ્ટતા
આ સ્પષ્ટતા કોંગ્રેસના એ વાંધા બાદ આવ્યો છે, જેમાં 2024ના સ્વાતંત્ર્ય દિન સમારોહમાં રાહુલ ગાંધીને પાંચમી હરોળમાં બેસાડવા સામે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. કોંગ્રેસે તેને વિપક્ષના નેતાના પદનું અપમાન ગણાવ્યું હતું. નોંધનીય છે કે, રાહુલ ગાંધીએ 2025ના સ્વાતંત્ર્ય દિન સમારોહમાં ભાગ લીધો નહોતો.
આ વર્ષના સમારોહમાં ‘યુવા શક્તિ’ પર ફોકસ
સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા મુજબ, આ વર્ષના સ્વાતંત્ર્ય દિન સમારોહમાં ‘યુવા શક્તિ’ અને દેશના વિકાસમાં યુવાનોના યોગદાન પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. આ સિવાય ‘વંદે માતરમ’ના 150 વર્ષ પૂર્ણ થવાની પણ ઉજવણી કરાશે. 2047 સુધીમાં ‘વિકસિત ભારત’ના નિર્માણમાં યુવાનોની ભૂમિકા મુખ્ય રહેશે.









