કોંગ્રેસ સાંસદો સામે રાહુલ ગાંધીની કડક કાર્યવાહીની તૈયારી: વિરોધ પ્રદર્શનમાં ગેરહાજર રહેનારાઓનું લિસ્ટ મંગાવ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rahul Gandhi Instruction KC Venugopal Absent MPs List: SIR અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ કોંગ્રેસ સતત ત્રણ દિવસથી રસ્તા પર વિરોધ પ્રદર્શન કરી રહી છે. હવે રાહુલ ગાંધીએ કે.સી. વેણુગોપાલને પ્રોટેસ્ટમાં ભાગ ન લેનારા લોકોની યાદી બનાવવાનો નિર્દેશ આપ્યો છે. કોંગ્રેસ પાર્ટી સહિત 'ઈન્ડિયા' ગઠબંધનના સહયોગી પક્ષો SIR ના મુદ્દે ચૂંટણી પંચ અને જ્ઞાનેશ કુમાર પર આક્રમક મૂડમાં છે. સતત ત્રણ દિવસથી રાહુલ ગાંધી રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. હવે એવા અહેવાલ છે કે, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કોંગ્રેસ મહાસચિવ કે.સી. વેણુગોપાલને તમામ સાંસદોની હાજરી સુનિશ્ચિત કરવા સૂચના આપી છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે, જેઓ છેલ્લા બે દિવસમાં આવ્યા છે, અને જેઓ નથી આવ્યા તેમની યાદી તૈયાર કરવામાં આવે. જો કોઈ ગેરહાજર હોય અને તેમની પાસે સંતોષકારક જવાબ ન હોય, તો તેમને કારણ દર્શાવો નોટિસ જાહેર કરવામાં આવે.
રાહુલે ગઠબંધનના સહયોગીઓને દિલ્હી બોલાવ્યા
આ પહેલા એવા અહેવાલ હતા કે, રાહુલ ગાંધીએ પોતાના ગઠબંધનના સાથીઓને ફોન કરીને દિલ્હી બોલાવ્યા છે. જેમાં મમતા બેનરજી, ઉદ્ધવ ઠાકરે અને તેજસ્વી યાદવના નામ સામેલ છે. 'ઈન્ડિયા' ગઠબંધન આ મુદ્દે એક ડગલું પણ પાછળ હટવા તૈયાર નથી. તમામ સહયોગી પક્ષો કોંગ્રેસ સાથે મળીને આ વિરોધ પ્રદર્શનને વધુ મજબૂત કરવાની વ્યૂહરચના બનાવવામાં લાગી ગયા છે. બીજી તરફ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ નિવેદન આપતા કહ્યું છે કે, તેઓ દિલ્હી આવી રહ્યા છે. તેમણે જણાવ્યું કે 8-9 ઓક્ટોબરે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત થઈ શકે છે. રાષ્ટ્રપતિને મળનારા નેતાઓની યાદીમાં તેમનું નામ પણ સામેલ છે.
મમતાએ કહ્યું, અમે કંઈ જણાવી શકીએ નહીં
મમતાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, 'અમે રણનીતિ અંગે કંઈ કહી શકીએ નહીં. તેમણે મને બોલાવી છે. અમારો જેન ઝી સાથે સંબંધ છે. અમે પાછળથી જોઈશું કે તેઓ શું કરે છે, કે શું નથી કરતા. મેં ઘણા અત્યાચારો જોયા છે. સમગ્ર ભારતમાં દરેકને વિરોધ કરવાનો અધિકાર છે.' આ ઉપરાંત મમતા બેનરજીએ પ્રિયંકા ગાંધી અંગે વાત કરતા કહ્યું કે તેમની સાથે જે થયું તે યોગ્ય નથી.




