Get The App

VIDEO: રાહુલ ગાંધીની માછીમારો સાથે તળાવમાં ડૂબકી, બિહાર ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો અલગ અંદાજ

Updated: Nov 2nd, 2025

GS TEAM

Google News
Google News
VIDEO: રાહુલ ગાંધીની માછીમારો સાથે તળાવમાં ડૂબકી, બિહાર ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો અલગ અંદાજ 1 - image

Bihar election, Rahul Gandhi: બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પહેલા તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે રાજકીય પાર્ટીઓ ચૂંટણીમાં પોતાની પૂરી તાકાત અજમાવી રહી છે. આ દરમિયાન શનિવારે બેગૂસરાયમાં એક અલગ જ નજારો જોવા મળ્યો હતો. લોકસભાના વિપક્ષ નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી ખુદ તળાવમાં ઉતર્યા હતા અને સ્થાનિક માછીમારો સાથે મળીને માછલી પકડવાની પરંપરાની પ્રક્રિયામાં ભાગ લીધો હતો.

આ પણ વાંચો: 9 વર્ષની વિદ્યાર્થિનીએ સ્કૂલના ચોથા માળેથી છલાંગ લગાવતા મોત, સ્ટાફે લોહીના ડાઘ મિટાવતા સવાલ

એક સામાન્ય નાગરિકની જેમ રાહુલ ગાંધીએ ગામલોકોની સાથે તળાવમાં ડુબકી મારતાં ત્યા હાજર દરેક વ્યક્તિમાં ઉત્સાહની લાગણી જોવા મળી હતી. લોકોએ તેમને તળાવમાં ઉતરીને જાળ નાખતાં અને માછલીઓ પકડતા જોયા. એક એવું દ્રશ્ય જે રાજકીય પ્લેટફોર્મથી આગળ વધી ગયું અને લોક સંસ્કૃતિ અને જમીન સાથેના જોડાણનું પ્રતીક બન્યું.

સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે, સવારથી તળાવમાં તૈયારીઓ ચાલી રહી હતી. જ્યારે રાહુલ ગાંધી પહોંચ્યા ત્યારે ગામલોકોએ તેમનું પરંપરાગત રીતે સ્વાગત કર્યું હતું. પછી તેઓ કોઈ પણ ખચકાટ વગર તળાવમાં ઉતર્યા હતા અને માછીમારો સાથે જાળ ફેંકી હતી.



તળાવના કિનારે હાજર લોકોએ કહ્યું કે, 'આવુ દ્રશ્ય પહેલા ક્યારેય નથી જોયું. કોઈ પણ નેતા આ પ્રકારે અમારી સાથે તળાવમાં ઉતરે, અમારી પરંપરાઓ અપનાવે, આ અમારા માટે ગર્વની વાત છે.'

મુકેશ સાહની અને કન્હૈયા કુમાર પણ સાથે જોવા મળ્યા

આ પ્રસંગે રાહુલ ગાંધી સાથે VIP વડા મુકેશ સાહની અને કોંગ્રેસ નેતા કન્હૈયા કુમાર પણ જોવા મળ્યા હતા. ત્રણેય નેતાઓએ એકસાથે તળાવમાં પ્રવેશ કર્યો, ગ્રામજનો સાથે વાતચીત કરી અને સ્થાનિક લોકો સાથે ભોજનનો સ્વાદ પણ માણ્યો હતો. મુકેશ સાહનીએ કહ્યું, 'આ માત્ર કોઈ પ્રવૃત્તિ નથી, પરંતુ બિહારની માટી સાથે જોડાવાનો સંદેશ છે.'

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

રાહુલ ગાંધીનો તળાવમાં ડુબકી મારવાનો વીડિયો મિનિટોમાં લાખો વખત જોવામાં આવ્યો. લોકોએ તેને 'સાચા જન નેતા' ગણાવીને શેર કરી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓ કહેવું છે કે, 'રાહુલ ગાંધી માત્ર ભાષણો દ્વારા જ નહીં, પરંતુ જમીન પર રહી લોકો સાથે જોડાઈને કામ કરી  રહ્યા છે.'

આ પણ વાંચો: અનંત સિંહે ગોળી મારી, સમર્થકોએ દુલારચંદ પર કાર ચઢાવી દીધી: FIRમાં દાવો, 80ની ધરપકડ

રાજકીય સંદર્ભમાં એક મોટો સંકેત

રાજકીય નિષ્ણાતો માનવું છે કે, રાહુલ ગાંધીની મુલાકાત બિહાર ચૂંટણીના સંદર્ભમાં એક મહત્ત્વપૂર્ણ પ્રતીકાત્મક સંદેશ આપે છે. બેગુસરાયમાં મુકેશ સાહની અને કન્હૈયા કુમાર સાથેના સંકલનને મહાગઠબંધનની 'એકતા અને સમાવેશી રણનીતિ' ના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે.