India

રાઘવ ચઢ્ઢા ભાજપમાં તો ગયા પણ 'ટેકનિકલ' અડચણે મુશ્કેલી વધારી, જાણો શું છે મામલો

By GS TEAM
25 Apr 20262 mins read
TukuTouch Logo
આમ આદમી પાર્ટી (AAP) માટે રાજકીય સંકટ ઊભું થયું છે. પાર્ટીના અગ્રણી નેતા અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ જાહેરાત કરી છે કે તેઓ અન્ય 6 સાંસદો સાથે ભાજપમાં જોડાઈ રહ્યા છે. શુક્રવારે રાઘવ ચઢ્ઢાએ સંદીપ પાઠક અને અશોક મિત્તલ સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીન સાથે મુલાકાત પણ કરી હતી. જોકે, આ જોડાણ પાછળ એક મહત્વની ટેકનિકલ અડચણ સામે આવી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાઘવ ચઢ્ઢા ભાજપમાં તો ગયા પણ 'ટેકનિકલ' અડચણે મુશ્કેલી વધારી, જાણો શું છે મામલો

Raghav Chaddha News : આમ આદમી પાર્ટી (AAP) માટે રાજકીય સંકટ ઊભું થયું છે. પાર્ટીના અગ્રણી નેતા અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ જાહેરાત કરી છે કે તેઓ અન્ય 6 સાંસદો સાથે ભાજપમાં જોડાઈ રહ્યા છે. શુક્રવારે રાઘવ ચઢ્ઢાએ સંદીપ પાઠક અને અશોક મિત્તલ સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીન સાથે મુલાકાત પણ કરી હતી. જોકે, આ જોડાણ પાછળ એક મહત્વની ટેકનિકલ અડચણ સામે આવી રહી છે.

ટેકનિકલ અડચણ કઇ? 

રાઘવ ચઢ્ઢાનો દાવો છે કે AAPના રાજ્યસભાના કુલ સાંસદોમાંથી બે તૃતીયાંશ (2/3) એટલે કે 10માંથી 7 સાંસદો તેમની સાથે છે. આ વિલયને કાયદેસર માન્યતા અપાવવા માટે રાઘવ ચઢ્ઢાએ તમામ 7 સાંસદોની સહી વાળો પત્ર રાજ્યસભાના સભાપતિને સોંપ્યો છે. બંધારણના પક્ષાંતર વિરોધી કાયદા મુજબ, જ્યાં સુધી રાજ્યસભાના સભાપતિ આ વિલયને સત્તાવાર મંજૂરી ન આપે ત્યાં સુધી આ સાંસદો સત્તાવાર રીતે ભાજપના સભ્ય ગણાશે નહીં.

ગેરહાજર 4 સાંસદો ક્યાં છે?

જોકે 7 સાંસદોના ભાજપમાં વિલયની વાત છે, પરંતુ મીડિયા સમક્ષ માત્ર 3 જ સાંસદો હાજર રહ્યા હતા. બાકીના 4 સાંસદો અંગે નીચે મુજબની વિગતો મળી રહી છે:

સ્વાતિ માલીવાલ: હાલમાં ઉત્તર-પૂર્વ ભારતમાં રજા પર છે.

હરભજન સિંહ: IPL 2026 માં વ્યસ્ત હોવાનું જણાવાયું છે.

રાજેન્દ્ર ગુપ્તા: વિદેશમાં સારવાર હેઠળ છે.

વિક્રમજીત સાહની: દિલ્હીમાં છે પરંતુ નાદુરસ્ત તબિયતનું કારણ આપી મૌન સેવ્યું છે.

રાઘવ ચઢ્ઢાનો 'આપ' પર પ્રહાર

પ્રેસ કોન્ફરન્સમાં રાઘવ ચઢ્ઢાએ ભાવુક થઈને જણાવ્યું હતું કે, "જે પાર્ટીને મેં લોહી-પરસેવાથી સીંચી હતી, તે હવે પોતાના સિદ્ધાંતોથી ભટકી ગઈ છે. મને અનુભવાયું કે હું ખોટી પાર્ટીમાં સાચો માણસ છું. હવે હું જનતાના હિત માટે ભાજપ સાથે કામ કરીશ."