India

ચીન-પાકિસ્તાનની ઊંઘ ઉડી જશે! પુતિનની ભારતને મોટી ઓફર, ટ્રમ્પની પણ વધી ચિંતા

By GS Team
5 Jun 20263 mins read
TukuTouch Logo
Vladimir Putin Offers Su-57 Stealth Fighter To India : ભારતીય વાયુસેના લાંબા સમયથી પોતાની સૈન્ય શક્તિ વધારવા માટે ફિફ્થ જનરેશન એટલે કે પાંચમી પેઢીના ફાઇટર જેટની શોધમાં છે. આ દરમિયાન રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિને ભારત માટે પોતાના સંરક્ષણ જગતનો સૌથી મોટો દરવાજો ખોલી દીધો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચીન-પાકિસ્તાનની ઊંઘ ઉડી જશે! પુતિનની ભારતને મોટી ઓફર, ટ્રમ્પની પણ વધી ચિંતા

Vladimir Putin Offers Su-57 Stealth Fighter To India : ભારતીય વાયુસેના લાંબા સમયથી પોતાની સૈન્ય શક્તિ વધારવા માટે ફિફ્થ જનરેશન એટલે કે પાંચમી પેઢીના ફાઇટર જેટની શોધમાં છે. આ દરમિયાન રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિને ભારત માટે પોતાના સંરક્ષણ જગતનો સૌથી મોટો દરવાજો ખોલી દીધો છે. 

ફાઇટર જેટની સાથે તેની ટૅક્નોલૉજી આપવા તૈયાર છે રશિયા

ગુરુવારે વૈશ્વિક ન્યૂઝ એજન્સીઓ સાથે વાતચીત કરતી વખતે પુતિને જાહેરાત કરી છે કે રશિયા ભારતમાં સંયુક્ત રીતે સુખોઈ Su-57 સ્ટીલ્થ ફાઇટર જેટ વિકસાવવા અને તેનું ઉત્પાદન કરવા માટે સંપૂર્ણ તૈયાર છે. 

પુતિનની આ ઓફર એવા સમયે આવી છે જ્યારે ભારતીય વાયુસેનાના ભાથામાં એક પણ 5th-ગ્રેડનું સ્ટીલ્થ વિમાન નથી. બીજી તરફ, પાકિસ્તાન ટૂંક સમયમાં જ ચીન પાસેથી અત્યંત આધુનિક શેનયાંગ J-35AE સ્ટીલ્થ ફાઇટર જેટ ખરીદવાનું હોવાની આશંકાઓ છે. ભારતનું પોતાનું સ્વદેશી ફિફ્થ જનરેશન જેટ અત્યારે ડેવલપમેન્ટ હેઠળ છે, પરંતુ તે વર્ષ 2030ના દાયકાની મધ્યમાં સેનામાં સામેલ થાય તેવી અપેક્ષા છે. આ સ્થિતિમાં વાયુસેના આ ગેપને પૂરવા માટે ફાઇટર જેટની શોધમાં છે.

પુતિને શું ઓફર આપી? 

પુતિને કહ્યું કે, અમે ભારતને આ એરક્રાફ્ટ સપ્લાય કરવા અને તેને સતત વિકસિત કરવા માટે તૈયાર છીએ. અમારી સામે એવી કોઈ અડચણ નથી. આ જ વાત એર ડિફેન્સ સિસ્ટમ્સને પણ લાગુ પડે છે. 

અમે તો 2018માં પણ ભારતને ઓફર આપી હતી: પુતિન

વ્લાદિમિર પુતિને જણાવ્યું કે રશિયાએ વર્ષ 2018ની આસપાસ પણ ભારતને Su-57 જેટ સંયુક્ત રીતે બનાવવાની ઓફર આપી હતી, જેને તે સમયે 'ફિફ્થ જનરેશન ફાઇટર એરક્રાફ્ટ' (FGFA) પ્રોજેક્ટ તરીકે ઓળખવામાં આવતો હતો. પરંતુ ભારતે તે સમયે આ પ્રોજેક્ટમાંથી પીછેહઠ કરી લીધી હતી. પુતિને કહ્યું કે, એક સમયે, અમે અમારા ભારતીય મિત્રોને આ ટૅક્નોલૉજી પર સાથે કામ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ ત્યારે અમારા ભારતીય મિત્રોએ કહ્યું હતું કે, તમે તમારી જાતે આગળ વધો, અને પછી અમે જોઈશું, કદાચ અમે પછી જોડાઈશું. આ એરક્રાફ્ટ આપણો સંયુક્ત પ્રોજેક્ટ હોઈ શકે તેમ હતું. અમે તેને સ્વતંત્ર રીતે બનાવ્યું છે, પણ અમે આ ક્ષેત્રમાં ભારત સાથે કામ કરવા તૈયાર છીએ. 

વર્ષ 2018માં ભારતે કેમ છોડ્યો હતો સાથ?

રશિયાનું આ પ્રીમિયર ફાઇટર એરક્રાફ્ટ Su-57 સ્ટીલ્થ ક્ષમતા અને આધુનિક એવિઓનિક્સથી સજ્જ છે. તે હવામાં, જમીન પર અને દરિયાઈ પ્રદેશમાં મલ્ટી-રોલ કોમ્બેટ મિશન માટે ડિઝાઇન કરાયું છે. તે ચીનના J-35 અને અમેરિકાના F-35ની સમકક્ષ ગણાય છે. અગાઉ ન્યૂ દિલ્હીએ આ પ્રોગ્રામમાં રસ દાખવ્યો હતો, પરંતુ ભારતીય વાયુસેનાએ તારણ કાઢ્યું કે આ વિમાન તેની ઓપરેશનલ જરૂરિયાતોને સંપૂર્ણપણે સંતોષતું નથી, એટલે ભારત આગળ વધ્યું નહોતું. તે સમયે અહેવાલો હતા કે વાયુસેના તેની સ્ટીલ્થ ક્ષમતાથી સંતુષ્ટ નહોતી અને ટૅક્નોલૉજી ટ્રાન્સફરને લઈને પણ અસંમતિ હતી. પરંતુ હવે પુતિને આ તમામ પ્રશ્નો ઉકેલી દીધા હોવાના સંકેત આપ્યા છે.

અમેરિકાએ પણ ભારતને ફાઇટર જેટની ઓફર આપી હતી

સંરક્ષણ વર્તુળોમાં એવી જોરદાર અટકળો ચાલી રહી છે કે ભારત હવે અમેરિકાના F-35 ને બદલે રશિયન ફાઇટર જેટ પર ફરી વિચાર કરી શકે છે. નોંધનીય છે કે ગત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વ્હાઇટ હાઉસની મુલાકાત દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને F-35 ની ઓફર કરી હતી. તાજેતરમાં ઈરાનના સંઘર્ષે પણ સાબિત કરી દીધું છે કે ભવિષ્યના હવાઈ યુદ્ધમાં જે વિમાન રડારમાં પકડાતું નથી તે જ જીત નક્કી કરશે.