India

વિમાની ભાડાં અંગેના નિયમો બે સપ્તાહમાં રજૂ કરોઃ સુપ્રીમ

By GS Team
14 Jul 20261 min read
TukuTouch Logo
સુપ્રીમ કોર્ટે બેફામ હવાઈ ભાડાં મુદ્દે કેન્દ્ર સરકારને કડક આદેશ આપ્યો છે. સામાજિક કાર્યકર એસ. લક્ષ્મીનારાયણની અરજી પર સુપ્રીમ કોર્ટે 2 અઠવાડિયામાં ભારતીય વાયુયાન અધિનિયમ 2024 હેઠળ એરલાઈન્સના નિયમો સીલબંધ કવરમાં રજૂ કરવા જણાવ્યું છે. આ નિર્ણયથી ખાનગી કંપનીઓ દ્વારા વસૂલાતા અયોગ્ય ચાર્જિસ પર પણ નિયંત્રણ આવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વિમાની ભાડાં અંગેના નિયમો બે સપ્તાહમાં રજૂ કરોઃ સુપ્રીમ

સામાજિક કાર્યકરે બેફામ ભાડાં અંગે કેસ કર્યો : ખાનગી કંપનીઓ દ્વારા વિવિધ પ્રકારના ચાર્જિસના નામે ચલાવાતી લૂંટ સામે પણ કોર્ટ તાડૂકી
નવી દિલ્હી: એરલાઇન્સો દ્વારા વસૂલવામાં આવતા બેફામ ભાડાં સામે સુપ્રીમ કોર્ટે ધોકો પછાડયો છે. સુપ્રીમ કોર્ટે આ સંદર્ભમાં કેન્દ્ર સરકારને જણાવ્યું છે કે બે અઠવાડિયાની અંદર ભારતીય વાયુયાન અધિનિયમ ૨૦૨૪ હેઠળ એરલાઇન્સને લગતા નિયમો ઘડીને તેમની સમક્ષ મૂકો, જેનું ધ્યેય ભારતીય ઉડ્ડયન ક્ષેત્રના આધુનિકીકરણનું છે.
ન્યાયાધીશ વિક્રમનાથ અને સંદીપ મહેતાની બેન્ચે જણાવ્યું હતું કે આ નિયમો તેમની સમક્ષ સીલ કવરમાં મૂકવામાં આવે. પછી ભલેને આ નિયમ સંસદમાં રજૂ કરાય તે બાબત પ્રસ્તુત રહેતી નથી. સામાજિક કાર્યકર એસ લક્ષ્મીનારાયણની અરજીના આધારે સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો છે.તેમણે માંગ કરી છે કે નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં પારદર્શકતા અને પ્રવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મજબૂત અને સ્વતંત્ર નિયમનકાર નીમવામાં આવે. આ ઉપરાંત હવાઈભાડામાં અકલ્પનીય રીતે થતી વધઘટ અને ખાનગી એરલાઇન્સ દ્વારા બેફામ રીતે લાદવામાં ચાર્જિસને પણ રેગ્યુલેટરી ગાઇડલાઇન્સ દ્વારા નિયંત્રિત કરવામાં આવે.
સુપ્રીમ કોર્ટની બેન્ચને કેન્દ્રના વકીલે જણાવ્યું હતું કે આ માટેના ડ્રાફ્ટ નિયમો તૈયાર છે અને તેનો અનુવાદ થઈ રહ્યો છે. નિયમોને ટૂંક સમયમાં સંસદ સમક્ષ રજૂ કરવામાં આવશે. બેન્ચે જણાવ્યું હતું કે અમે ઇચ્છીએ છીએ કે આ નિયમો સંસદમાં રજૂ કરાય કે ન કરાય પરંતુ સુપ્રીમ કોર્ટમાં બેન્ચ સમક્ષ સીલબંધ કરવરમાં રજૂ કરવામાં આવે.