India

વિરાટ-અનુષ્કા જેવા ભક્તો ધરાવતા પ્રેમાનંદ મહારાજનો આશ્રમ વિવાદમાં, શિષ્યના મોત બાદ યુવતી-બાળક ગુમ

By GS Team
3 Oct 20263 mins read
TukuTouch Logo
પ્રેમાનંદ મહારાજનો વૃંદાવન આશ્રમ વિવાદમાં છે. 17 વર્ષનો અનુજ ચૌધરી ગાયબ થતા તેના પરિવારજનો ધરણા પર બેઠા છે. આશ્રમમાંથી નોઇડાની યુવતી અને ઢાબામાંથી 10 વર્ષનો બાળક પણ ગુમ છે. અગાઉ એક શિષ્યનું શંકાસ્પદ મોત થયું હતું. આ ઘટનાઓથી આશ્રમની કાર્યપ્રણાલી સામે અનેક સવાલો ઉભા થયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વિરાટ-અનુષ્કા જેવા ભક્તો ધરાવતા પ્રેમાનંદ મહારાજનો આશ્રમ વિવાદમાં, શિષ્યના મોત બાદ યુવતી-બાળક ગુમ

Premanand Maharaj Ashram Controversy: પ્રેમાનંદ મહારાજનો આશ્રમ સતત વિવાદમાં સપડાઈ રહ્યો છે. એક શિષ્યની શંકાસ્પદ પરિસ્થિતિમાં મોત બાદ હવે આશ્રમમાંથી એક કિશોર ગાયબ થઈ ગયો છે. 17 વર્ષીય અનુજ ચૌધરીના પરિવારજનો સંત પ્રેમાનંદ મહારાજના રાધા કલિ કુંજની સામે ધરણાં પર બેઠા છે. દીકરો હેમખેમ પાછો લાવવાની માગને લઈને પરિવારજનોએ આશ્રમના શિષ્યો પર સહયોગ ન કરવાનો આરોપ લગાવ્યો છે. આ આરોપ અને પરિવારજનોના ધરણાંથી ઘણાં સવાલો ઊભા થઈ રહ્યા છે. પ્રેમાનંદ મહારાજ એવા સંત છે કે જે બહુ ઝડપથી ચર્ચામાં આવ્યા હતા. વર્ષ 2023ના જાન્યુઆરી મહિનામાં જ્યારે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા તેમની દીકરીને લઈને પ્રેમાનંદ મહારાજના આશ્રમે પહોંચ્યા, ત્યારે વૃંદાવનના મોટાભાગના લોકો પણ પ્રેમાનંદજી મહારાજને જાણતા નહોતા.

પ્રેમાનંદ મહારાજની હાઇટેક ટેક્નિકે સોશિયલ મીડિયાના જમાનામાં તેમને ઝડપથી પ્રસિદ્ધિ અપાવી હતી. રાતે તેમની પદયાત્રામાં લોકો આવવા લાગ્યા. કેટલાક પ્રસિદ્ધ લોકો તેમની મુલાકાતે આવ્યા, જેના કારણે તેઓ વધુ જાણીતા બન્યા. જો કે, છેલ્લા કેટલાક મહિનાઓથી તેમની રાતની પદયાત્રા બંધ છે. આ દરમિયાન પ્રેમાનંદ મહારાજના આશ્રમમાં નોઇડાથી આવેલી એક યુવતી પણ ગાયબ છે. તેમના પિતા શોધતા શોધતા ત્યાં આવ્યા હતા. તો બીજી તરફ, આશ્રમની બહાર ઢાબામાં કામ કરનારી મહિલાનો 10 વર્ષનો બાળક પણ ગાયબ થઈ ગયો છે.

પ્રેમાનંદ મહારાજની યુટ્યુબ ચેનલ પર છેલ્લા કેટલાય સમયથી સત્સંગના વીડિયો પણ નથી આવી રહ્યા. થોડા સમય પહેલાં તેમના જૂના વીડિયો જોઈ શકાતા હતા, પરંતુ હમણાંથી એ પણ બંધ છે. જ્યારે આ પહેલાં તેમના સત્સંગના જૂના વીડિયો જોઈ શકાતા હતા, પરંતુ એ પણ હવે ગાયબ છે.

શું બધું બરાબર ચાલી રહ્યું છે?

પ્રેમાનંદ મ હારાજના આશ્રમમાં બધું બરાબર ચાલે છે કે નહીં, આ વાતે ત્યારે વેગ પકડ્યો જ્યારે પ્રેમાનંદ મહારાજે યમુના પાર આશ્રમ બનાવ્યો અને ત્યાં રહેવા જતા રહ્યા હતા. જો કે, તેના પર કોઈ કંઈ કહી રહ્યું નથી, પરંતુ આ વાત વાયુવેગે ચર્ચામાં આવી હતી. હજુ સુધી એવી કોઈ વાત સામે આવી નથી કે જેનાથી એવું લાગે કે આશ્રમમાં કંઈ અજુગતું થઈ રહ્યું હોય.

રસિકના મોત બાદ સવાલો ઉઠ્યાં

પ્રેમાનંદ મહારાજના શિષ્ય મૂળ જબલપુરના રહેવાસી દીપક પટેલ ઉર્ફે રસિક દુલારી શરણની મોત બાદ અનેક સવાલો ઊભા થયા છે. ઉલ્લેખનીય છે કે, પ્રેમાનંદ મહારાજના આશ્રમ કલિકુંજ નજીક બનેલા ભવનમાં પ્રેમાનંદ મહારાજના શિષ્યો રહે છે. તેમાંથી એક શિષ્યએ ચોથા માળેથી ઝંપલાવ્યું હતું. તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, ત્યારે જાણ થઈ કે તેનો પ્રાઇવેટ પાર્ટ કપાયેલો હતો.

પ્રેમાનંદ મહારાજના આશ્રમમાં આવેલી યુવતી અને બહારથી બાળક ગાયબ

પ્રેમાનંદ મહારાજના આશ્રમમાં નોઇડાથી આવેલી યુવતી ગાયબ છે. તેના પિતા શોધતા શોધતા આવ્યા હતા. ત્યાં આશ્રમ બહાર ઢાબામાં કામ કરતી મહિલાનો 10 વર્ષીય બાળક પણ ગાયબ થઈ ગયો છે. જે સમય અનુજના પરિવારજનો ધરણાં પર બેઠા હતા, ત્યારે નજફગઢની રહેવાસી અનિતા ત્યાં પહોંચી હતી. તેણે તેના 10 વર્ષના દીકરાની ગાયબ થવાની વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, તે દીકરા જોડે આશ્રમની બહાર આવેલા ઢાબામાં જમવાનું બનાવવાનું કામ કરે છે. છ દિવસ પહેલાં તે કોઈ કામથી ગામડે ગઈ હતી અને દીકરાને ઢાબા પર જ મૂકીને ગઈ હતી. પહેલાં તે દીકરાને ઢાબાના માલિક પાસે મૂકીને જતી હતી. પરંતુ આ વખતે તેણે પરત આવીને જોયું તો દીકરો ગાયબ હતો.

તો બીજી તરફ નોઇડાના સેક્ટર 56ના રહેવાસી ઉમેશ સિન્હા તેમની 38 વર્ષીય દીકરી વિભાને આશ્રમ બહાર શોધતા જોવા મળ્યા હતા. તેમનું કહેવું હતું કે, તેમની દીકરી વિભા 15 ઓગસ્ટે ઘરેથી નીકળી હતી. તેમની દીકરી સંત પ્રેમાનંદજી પાસેથી દીક્ષા લેવા માગતી હતી. પરંતુ હજુ સુધી તેનો કોઈ અત્તોપત્તો નથી. આ મામલે તેમણે નોઇડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે. પોલીસે આ મામલે તપાસ પણ કરી હતી, પરંતુ વિભાની કોઈ જાણકારી મળી નહોતી. હાલ સમગ્ર પરિવાર દીકરીના ગાયબ થવાની હેરાન પરેશાન છે.