India

મહાકુંભના મેળામાં ભંડારાના ભોજનમાં રાખ નાખતા ઈન્સપેક્ટરનો VIDEO વાયરલ, કાર્યવાહી થઇ

By GS Team
31 Jan 20252 mins read
This article was originally published on 31 Jan 2025
TukuTouch Logo
મહાકુંભમાં નાસભાગ બાદ અનેક વીડિયો સામે આવ્યા છે. લોકો પોતાના પ્રિયજનોની શોધમાં અહીં-ત્યાં ભટકી રહ્યા છે. ઘણા શ્રદ્ધાળુઓ રહેવાની યોગ્ય વ્યવસ્થા ન મળવાથી ચિંતિત છે. આ બધાની વચ્ચે 30 જાન્યુઆરીએ વધુ એક વીડિયો વાયરલ થયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મહાકુંભના મેળામાં ભંડારાના ભોજનમાં રાખ નાખતા ઈન્સપેક્ટરનો VIDEO વાયરલ, કાર્યવાહી થઇ

Mahakumbh Mela 2025: મહાકુંભમાં નાસભાગ બાદ અનેક વીડિયો સામે આવ્યા છે. લોકો પોતાના પ્રિયજનોની શોધમાં અહીં-ત્યાં ભટકી રહ્યા છે. ઘણા શ્રદ્ધાળુઓ રહેવાની યોગ્ય વ્યવસ્થા ન મળવાથી ચિંતિત છે. આ બધાની વચ્ચે 30 જાન્યુઆરીએ વધુ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક પોલીસકર્મી ભક્તો માટે તૈયાર કરવામાં આવતા ભોજનમાં રાખ નાખતો જોવા મળ્યો હતો. યુપીના પૂર્વ મુખ્યમંત્રી અને સપા પ્રમુખ અખિલેશ યાદવે પણ આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. 

અખિલેશ યાદવે X પર વીડિયો પોસ્ટ કર્યો 

અખિલેશ યાદવે X પર વીડિયો પોસ્ટ કરતા લખ્યું હતું કે, 'તે દુર્ભાગ્યપૂર્ણ છે કે જેઓ મહાકુંભમાં ફસાયેલા લોકો માટે ભોજન અને પાણીની વ્યવસ્થા કરી રહ્યા છે તેમના સારા પ્રયાસોને રાજકીય દુશ્મનાવટને કારણે તોડફોડ કરવામાં આવી રહી છે. જનતા ધ્યાન આપે.'

લોકોની પોલીસ પાસે કાર્યવાહીની માંગ

આ વીડિયો પ્રયાગરાજના સોરાંવ વિસ્તારનો છે. જેના રસ્તાના કિનારે ત્રણ મોટા વાસણોમાં ભોજન બનાવવામાં આવી રહ્યું છે. ત્યારપછી સોરાંવ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ બ્રિજેશ કુમાર તિવારી આવે છે અને ભોજનમાં રાખ નાખે છે. આ જોઈને લોકો અવાજ પણ કરે છે. પરંતુ પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ પર આની કોઈ અસર થઈ નથી. બાદમાં જ્યારે અખિલેશ યાદવે વીડિયો શેર કર્યો તો ઘણી વાતો થવા લાગી. લોકોએ પોલીસ પાસે કાર્યવાહીની માંગ પણ કરી હતી. 

આ પણ વાંચો: રાજસ્થાનમાં શાળાઓમાં સૂર્ય નમસ્કાર અંગે વિવાદ વધ્યો, મુસ્લિમ સંગઠનો વિરોધમાં ઊતર્યા

પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ સસ્પેન્ડ

પ્રયાગરાજની ગંગાનગર પોલીસે મામલાની નોંધ લીધી અને કાર્યવાહી પણ કરી. ગંગાનગર પોલીસે X પર પોસ્ટ કરીને માહિતી આપી કે, 'સહાયક પોલીસ કમિશનર સોરાંવના અહેવાલના આધારે, તત્કાલિન પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ સોરાંવને ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ગંગાનગર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિભાગીય કાર્યવાહી ચાલુ છે.'