કોલકાતામાં રાજકીય બબાલ ! મહિલા પોલીસને ધક્કો મારવાના આરોપમાં ઘેરાયા મમતા બેનરજી, VIDEO વાયરલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

West Bengal News : પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી 25 જુલાઈ 2026ના રોજ એક નવા રાજકીય વિવાદમાં ઘેરાયા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં તેઓ ડ્યુટી પર તેનાત કલકત્તા પોલીસની મહિલા કર્મચારીને ધક્કો મારતા જોવા મળી રહ્યા છે. જોકે આ વીડિયોની સત્યતાની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી.
NEET પેપર લીક વિરોધ રેલી પર વિવાદ
આ ઘટના પદ્મપુરા વિસ્તારની છે, જ્યાં TMCની વિદ્યાર્થી પાંખ TMCP દ્વારા NEET પેપર લીકના વિરોધમાં પદ્મપુરાથી મૌલાલી સુધી માર્ચ યોજવાની યોજના હતી. TMC નેતાઓનો દાવો છે કે પોલીસે પહેલાં મંજૂરી આપી હતી, પરંતુ ડાબેરી વિદ્યાર્થી સંગઠનોના પ્રદર્શનમાં થયેલી હિંસાનો હવાલો આપીને શનિવારે ઈમેલ દ્વારા પરવાનગી રદ કરી દીધી હતી.
હાઈકોર્ટે પણ મંજૂરી આપવાનો ઈનકાર કર્યો
પોલીસ દ્વારા મંજૂરી રદ કરાતાં પાર્ટીએ કલકત્તા હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા, પરંતુ સ્પેશિયલ લીવ બેંચે પણ રેલીને રાહત આપવાનો ઈનકાર કરી દીધો હતો. અદાલતના આદેશ બાદ પોલીસે પદ્મપુરામાં એકઠા થયેલા સમર્થકોને હટાવવાનું શરૂ કર્યું, જેથી પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.
નેતાઓની અટકાયત અને મમતા બેનર્જીનું આગમન
પોલીસે TMCના સીનિયર નેતા કુણાલ ઘોષ અને બૈશ્વાનર ચેટર્જી સહિત અનેક કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. આ સમાચાર મળતાં જ મમતા બેનર્જી ડેરેક ઓબ્રાયન સાથે સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે કાર્યકર્તાઓને મળીને પોલીસ અધિકારીઓ સાથે તીખી ચર્ચા કરી હતી.
મમતા બેનર્જીના આક્ષેપો અને હેલમેટ વગર વાહનસવારી
મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો હતો કે 'પોલીસે મારી સાથે પણ ધક્કામુક્કી કરી છે અને અમારા ધારાસભ્યો તેમજ નેતાઓની અટકાયત કરી સાઉન્ડ સિસ્ટમના વાયર કાપી નાખ્યા છે.' આ હંગામા દરમિયાન જ મહિલા પોલીસકર્મીને ધક્કો મારવાનો વીડિયો સામે આવ્યો હતો. ત્યારબાદ મમતા બેનર્જી સ્કૂટર પર પાછળ બેસીને હેલમેટ પહેર્યા વગર પોતાના નિવાસસ્થાને પરત ફર્યા હતા.









