Get The App

વર્ષો સુધી સાથ આપ્યો તેની જ પીઠમાં કોંગ્રેસે છરો ભોંક્યો: PM મોદીના આકરા પ્રહાર

Updated: May 10th, 2026

GS TEAM

Google News
Google News
વર્ષો સુધી સાથ આપ્યો તેની જ પીઠમાં કોંગ્રેસે છરો ભોંક્યો: PM મોદીના આકરા પ્રહાર 1 - image

PM Modi Bengaluru Speech: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે બેંગલુરુમાં સભા ગજવી જેમાં તેમને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. PM મોદીએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ ચૂંટણી હાર માટે 'આખી દુનિયા'ને દોષી ઠેરવે છે અને આ બધું તેના અહંકારને કારણે છે.

'પોતાની હાર માટે આખી દુનિયા દોષી': PM

'કોંગ્રેસ પાર્ટીએ તમિલનાડુમાં પોતાના સહયોગી DMKને પણ છેતર્યા છે. જ્યાં એક તરફ ભાજપ ચૂંટણીમાં જીત મેળવી રહ્યો છે, ત્યાં બીજી તરફ કોંગ્રેસ (જેની પાસે લગભગ 40 વર્ષ પહેલા 400થી વધુ બેઠકો હતી) છેલ્લા ત્રણ લોકસભા ચૂંટણીમાં 100 બેઠકોનો આંકડો પણ પાર કરી શકી નથી. તેમ છતાં કોંગ્રેસ અને તેના સમર્થકોનો અહંકાર એટલો વધારે છે કે તેઓ પોતાની હાર માટે આખી દુનિયાને દોષી ઠેરવે છે.'

'હારમાં ડૂબી એટલે અભદ્ર ભાષાનો ઉપયોગ કરે છે કોંગ્રેસ'

બેંગલુરુમાં HAL એરપોર્ટ પાસે આયોજિત જનસભામાં PM મોદીએ કોંગ્રેસ પર તીખો હુમલો કર્યો હતો, કહ્યું કે, 'તેઓ બંધારણ, લોકશાહી, બંધારણીય સંસ્થાઓ અને કોર્ટને દોષી ઠેરવે છે. મારી રાજકીય કારકિર્દીમાં મેં ક્યારેય કોઈ મુખ્ય પ્રવાહની રાજકીય પાર્ટીને આવું વર્તન કરતા જોઈ નથી. તેઓ હારમાં એટલા ઊંડા ડૂબી ગયા છે કે તેમની પાસે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી.ભાજપ સરકારો માટે લોકોનું કલ્યાણ જ સર્વસ્વ છે. 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. અમારો નારો 'સૌનું કલ્યાણ' છે અને અમારું મોડેલ 'સુશાસન' છે. આ જ કારણ છે કે લોકો ભાજપને બીજી અને ત્રીજી વાર પણ પોતાની સેવા કરવાની તક આપી રહ્યા છે.'

DMKને લઈને મોટો દાવો

તેમણે કહ્યું કે કેન્દ્રમાં કોંગ્રેસના નેતૃત્વવાળી સરકાર DMKના સમર્થનથી જ ચાલી શકી હતી. પરંતુ શું થયું? આટલા લાંબા સમયથી ચાલી રહેલા સંબંધો હોવા છતાં અને DMK હંમેશા કોંગ્રેસ પાર્ટીના હિતમાં કામ કરતી હોવા છતાં, જેવું સત્તાનું પલડું બદલાયું, કોંગ્રેસે તક મળતા જ DMKની પીઠમાં છરો ભોંકી દીધો.

આ પણ વાંચો: તમિલનાડુના નવા મુખ્યમંત્રી બન્યાં વિજય થલાપતિ, રાજ્યપાલે અપાવ્યા શપથ, રાહુલ ગાંધી હાજર રહ્યા

દરેક રાજ્યમાં ‘છેતરપિંડી’નો આરોપ

પીએમ મોદીએ કહ્યું કે, 'તેલંગાણામાં પણ એવી સ્થિતિ છે કે ખેડૂતોને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. જ્યાં પણ કોંગ્રેસ સત્તામાં હોય છે, ત્યાં કાં તો તુષ્ટિકરણનું રાજકારણ કરવા માટે સરકારી તિજોરી લૂંટવામાં આવે છે અથવા લૂંટેલા પૈસાને લઈને અંદરોઅંદર ઝઘડો થાય છે. કોંગ્રેસની ઓળખ એક છેતરપિંડી કરનારી પાર્ટી તરીકે બની ગઈ છે અને તેથી જ, જ્યારે પણ તેને તક મળે છે, ત્યારે તે પોતાના જ નેતાઓને છેતરે છે. એટલે જ કહેવાય છે કે એવું કોઈ નથી જેને કોંગ્રેસે છેતર્યા ન હોય. તમિલનાડુમાં કોંગ્રેસના ડીએમકે સાથે 30 વર્ષથી મજબૂત સંબંધો હતા. ડીએમકે સાથેના ગઠબંધનને કારણે જ કોંગ્રેસ સત્તામાં ટકી રહી હતી.'