India

Explainer: પેટ્રોલ-ડીઝલ 10 રૂપિયા ટેક્સ ઘટ્યો છતાં ભાવ કેમ ન ઘટ્યા? જાણો એક લિટર ઇંધણના ભાવનો હિસાબ

By GS TEAM
27 Mar 20262 mins read
TukuTouch Logo
સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં મોટો ઘટાડો કર્યો હોવા છતાં સામાન્ય જનતાને ભાવમાં સીધો ફાયદો કેમ નથી મળી રહ્યો, તે એક મોટો પ્રશ્ન છે. સરકારે પેટ્રોલ પર ડ્યુટી 13 રૂપિયાથી ઘટાડીને 3 રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયાથી ઘટાડીને સીધી 0 કરી દીધી છે. સામાન્ય રીતે ડ્યુટી ઘટતા ભાવ ઘટવા જોઈએ, પરંતુ વાસ્તવિકતામાં આ ઘટાડો ભાવ ઘટાડવા માટે નહીં, પણ આંતરરાષ્ટ્રીય બજારમાં વધી રહેલા ભાવને રોકવા માટે કરવામાં આવ્યો છે. જો સરકારે આ પગલું ન ભર્યું હોત, તો અત્યારે પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયો હોત.

Summarized by AI; it may make mistakes. Check important info

Explainer: પેટ્રોલ-ડીઝલ 10 રૂપિયા ટેક્સ ઘટ્યો છતાં ભાવ કેમ ન ઘટ્યા? જાણો એક લિટર ઇંધણના ભાવનો હિસાબ
(IMAGE - ENVATO)

Petrol Diesel price math: સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં મોટો ઘટાડો કર્યો હોવા છતાં સામાન્ય જનતાને ભાવમાં સીધો ફાયદો કેમ નથી મળી રહ્યો, તે એક મોટો પ્રશ્ન છે. સરકારે પેટ્રોલ પર ડ્યુટી 13 રૂપિયાથી ઘટાડીને 3 રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયાથી ઘટાડીને સીધી 0 કરી દીધી છે. સામાન્ય રીતે ડ્યુટી ઘટતાં ભાવ ઘટવા જોઈએ, પરંતુ વાસ્તવિકતામાં આ ઘટાડો ભાવ ઘટાડવા માટે નહીં, પણ આંતરરાષ્ટ્રીય બજારમાં વધી રહેલા ભાવને રોકવા માટે કરવામાં આવ્યો છે. જો સરકારે આ પગલું ન ભર્યું હોત, તો અત્યારે પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયો હોત.

એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો છતાં કિંમતો કેમ સ્થિર?

આ સ્થિતિ પાછળનું મુખ્ય કારણ ઈરાન-ઈઝરાયલ-અમેરિકા વચ્ચેનો તણાવ છે, જેના કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. સરકારે એક્સાઇઝ ડ્યુટી ઘટાડીને આ વધારાની અસરને સંતુલિત કરવાનો પ્રયાસ કર્યો છે. આ ઉપરાંત, ડૉલર સામે રૂપિયો નબળો પડવાથી પણ ક્રૂડ ઓઇલ ખરીદવું મોંઘું પડી રહ્યું છે. બીજી તરફ, ઓઇલ કંપનીઓ (OMCs) પણ પોતાના અગાઉના નુકસાનને સરભર કરવા માટે આ રાહતનો ઉપયોગ કરી રહી છે, જેના કારણે પંપ પર કિંમતો સ્થિર જોવા મળી રહી છે.

આ પણ વાંચો: અમને કતાર ન સમજતા, ખરાબ રીતે મારીશું...', અચાનક જ પાકિસ્તાન કેમ ભડક્યું ઈઝરાયલ પર?

ભાવ ઘટાડાને બદલે 'ભાવ વધારા' સામે સુરક્ષા

પેટ્રોલ-ડીઝલના ભાવ નક્કી કરવામાં માત્ર કેન્દ્ર સરકારની ડ્યુટી જ નહીં, પરંતુ રાજ્ય સરકારનો વેટ(VAT), ટ્રાન્સપોર્ટ ખર્ચ અને ડીલરનું કમિશન પણ સામેલ હોય છે. કેન્દ્રએ ટેક્સ ઘટાડ્યો છે, પરંતુ મોટાભાગના રાજ્યોમાં વેટમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. ટૂંકમાં સમજીએ તો, જો પહેલા પેટ્રોલ 95 રૂપિયા હતું અને ક્રૂડ મોંઘું થતા તે 105 પર પહોંચવાનું હતું, તો સરકારે ટેક્સ ઘટાડીને તેને ફરી 95ની આસપાસ રોકી રાખ્યું છે. આમ, આ પગલું ભાવ ઘટાડાને બદલે 'ભાવ વધારા સામે રક્ષણ' સમાન સાબિત થયું છે.