ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી: વીમા, સબસિડી, અન્ય વિકલ્પો આપવા માંગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

E20 Petrol Row Reaches Supreme Court Plea : E20 પેટ્રોલને લઈને સતત સવાલો ઉઠી રહ્યા છે, જેના પર સરકાર તરફથી જવાબો પણ આવી રહ્યા છે. હવે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. E20 પર અરજીકર્તાએ એડવોકેટ નરેન્દ્ર મિશ્રા દ્વારા એક જનહિત અરજી (PIL) દાખલ કરી છે. આ અરજીમાં સર્વોચ્ચ અદાલત પાસે માંગ કરવામાં આવી છે કે, દેશભરના તમામ ફ્યુઅલ સ્ટેશનો (પેટ્રોલ પંપ) પર સામાન્ય અને E10 (10% ઇથેનોલ-બ્લેન્ડેડ) પેટ્રોલ સતત અને કોઈ પણ અડચણ વિના ઉપલબ્ધ રહેવું જોઈએ, જેથી ગ્રાહકોને સ્પષ્ટપણે પસંદગી કરવાની તક મળી શકે.
સુપ્રીમ કોર્ટ પાસે અરજીકર્તાની માંગ છે કે, કેન્દ્ર સરકારને આદેશ આપવામાં આવે કે, તેઓ તમામ ફ્યુઅલ ડિસ્પેન્સિંગ યુનિટ્સ (ઇંધણ ભરવાના મશીનો) પર ઇથેનોલની માત્રા વિશે ફરજિયાતપણે લેબલ લગાવે, જે ગ્રાહકોને સ્પષ્ટ રીતે દેખાઈ શકે. સાથે જ એવા અગ્રણી સાઇનબોર્ડ લગાવવામાં આવે, જે ગ્રાહકોને એ માહિતી આપે કે, તેમનું વાહન તે ઇંધણ માટે સુસંગત છે કે નહીં.
બ્લેન્ડેડ પેટ્રોલના ખર્ચમાં ₹50-₹55 નું યોગદાન આપે સરકાર
અરજીમાં માંગ કરવામાં આવી છે કે, કેન્દ્ર સરકારને એ સુનિશ્ચિત કરવાનો આદેશ આપવામાં આવે કે, આ વિવાદિત નીતિ લાગુ કરતાં પહેલાં, તમામ ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનો, ખાસ કરીને 2023 પહેલાં બનેલા અને હાલના સમયે ભારતીય રસ્તાઓ પર ચાલી રહેલા વાહનોને કોઈ યોગ્ય વીમા યોજના (ઇન્સ્યોરન્સ) હેઠળ પૂરતો કવરેજ આપવામાં આવે. કેન્દ્ર સરકારને એવો પણ નિર્દેશ આપવામાં આવે કે, રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય તથા અન્ય સક્ષમ સત્તાધિકારીઓની લાગુ નીતિઓ અને ભલામણો અનુસાર E20 ઇથેનોલ-બ્લેન્ડેડ પેટ્રોલના ખર્ચમાં પ્રતિ લીટર ₹50-₹55 નું યોગદાન આપે.
ઇથેનોલ-બ્લેન્ડેડ પેટ્રોલ પર કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
હવે આ મામલે રાજકીય ઘમાસણ પણ તેજ થઈ ગયું છે. શુક્રવારના રોજ ઇન્ડિયન યુથ કોંગ્રેસે E20 ઇથેનોલ-બ્લેન્ડેડ પેટ્રોલ પોલિસી વિરુદ્ધ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આક્ષેપ કરવામાં આવ્યો છે કે, સરકાર એવું પગલું ભરી રહી છે, જેનાથી વાહનોને નુકસાન થાય છે, અને ઇથેનોલ બનાવતી કંપનીઓને ફાયદો થાય છે. આ વિરોધ પ્રદર્શનમાં ઇથેનોલ ઉત્પાદનના પ્રતિક તરીકે શેરડીના રસનું મશીન લાવવામાં આવ્યું હતું. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ હવામાં 200 રૂપિયાની નકલી નોટો પણ ઉડાવી હતી.









