Get The App

13 હજાર કરોડના ડ્રગ્સ મામલે મોટી કાર્યવાહી, ઋતિક બજાજને દુબઈથી ભારત લવાયો

Updated: Dec 23rd, 2025

GS TEAM

Google News
Google News
13 હજાર કરોડના ડ્રગ્સ મામલે મોટી કાર્યવાહી, ઋતિક બજાજને દુબઈથી ભારત લવાયો 1 - image


Cocaine Case : ભારતની તપાસ એજન્સીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી સફળતા મળી છે. દુબઈમાં બેસીને ભારતમાં નશાનું મોટું સામ્રાજ્ય ચલાવનાર ડ્રગ કિંગપિન પવન ઠાકુરની ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ બાદ હવે તેને ભારત લાવવાની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. એજન્સીઓનો દાવો છે કે આ કાર્યવાહીથી દેશમાં ફેલાયેલા ડ્રગ્સ રેકેટની કમર તૂટી જશે.

પવન ઠાકુર 82 કિલો કોકેઇન કેસનો માસ્ટરમાઇન્ડ

82 કિલો કોકેઇન કેસનો માસ્ટરમાઇન્ડ પવન ઠાકુર એ જ શખ્સ છે જેણે ગયા વર્ષે ભારતમાં 82 કિલો કોકેઇનની હાઇ-પ્રોફાઇલ ખેપ મોકલવાનું કાવતરું રચ્યું હતું. તપાસ મુજબ, વિદેશથી ડ્રગ્સને ભારતીય બંદર પર ઉતારવું, ત્યાંથી ટ્રક દ્વારા દિલ્હીના ગોડાઉન સુધી પહોંચાડવું અને ત્યારબાદ અન્ય હેન્ડલર્સને વિતરણ કરવું – આ આખી ચેઇનનું સંચાલન પવન ઠાકુર દુબઈથી કરતો હતો.

આ પણ વાંચો : VIDEO: 'અહીં રહેવું હોય તો હિન્દી શીખો...', વિદેશી ફૂટબોલરને ધમકી આપનારા ભાજપ કાઉન્સિલરે માફી માગી

કાળા નાણાંને હવાલા દ્વારા વ્હાઇટ મનીમાં બદલવાનું ષડયંત્ર

આ ઓપરેશન અત્યાર સુધીનું સૌથી સંગઠિત અને હાઇ-ટેક નશા તસ્કરી ઓપરેશન માનવામાં આવે છે. ઠાકુર માત્ર ડ્રગ્સ જ નહીં, પરંતુ તેનાથી થતી કમાણીને ઠેકાણે પાડવા માટે હવાલા નેટવર્ક પણ ચલાવતો હતો. દિલ્હીમાં બેઠેલા તેના એજન્ટો ડ્રગ્સના કાળા નાણાંને હવાલા દ્વારા વ્હાઇટ મનીમાં બદલવામાં મદદ કરતા હતા.

ઇન્ટરપોલની નોટિસ બાદ કડક કાર્યવાહી

NCB(નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો)એ સપ્ટેમ્બર મહિનામાં ઠાકુર વિરુદ્ધ ઇન્ટરપોલની સિલ્વર નોટિસ જાહેર કરાવી હતી. આ નોટિસનો હેતુ માત્ર આરોપીની ધરપકડ જ નહીં, પરંતુ તેની ગેરકાયદે સંપત્તિ અને નાણાકીય સ્ત્રોતોને દુનિયાના કોઈપણ ખૂણેથી શોધી કાઢવાનો હતો. હવે તપાસ એજન્સીઓનું આગામી લક્ષ્ય આખા સિન્ડિકેટને જળમૂળથી ખતમ કરવાનું છે. આ કેસમાં ભારતને અન્ય દેશોની એજન્સીઓનો પણ સહયોગ મળી રહ્યો છે જેથી ડ્રગ્સની સપ્લાય લાઇન અને મની લોન્ડરિંગ ચેનલ બંનેને કાયમી ધોરણે બંધ કરી શકાય.

આ પણ વાંચો : 'પ્રિયંકાને PM બનાવો, પછી જુઓ તે બાંગ્લાદેશને કેવી રીતે જવાબ આપે', કોંગ્રેસ સાંસદનું મોટું નિવેદન