વારાણસી એરપોર્ટ પર મુસાફરની પિસ્તોલમાંથી ગોળીબાર, બે ઘાયલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વારાણસી: વારાણસી એરપોર્ટ પર અકસ્માતે ગોળીબારની એક ઘટના સામે આવી હતી, એક પેસેન્જરની લાઇસેન્સવાળી પિસ્તોલની ચકાસણી દરમિયાન ભુલથી ગોળીબાર થઇ ગયો હતો, જેને કારણે બે સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા. હાલ મુસાફરની સામે ફરિયાદ દાખલ કરીને અટકાયત કરવામાં આવી છે.
કમલેશ કેદારનાથ રાઇ નામના મુસાફર પાસે ૭.૬૨ એમએમની પિસ્તોલ હતી સાથે જ ૨૧ કારતુસ પણ હતા, જેનું કાયદેસરનું લાઇસેન્સ પણ મુસાફર પાસે હોવાની માહિતી તેણે અગાઉથી જ સુરક્ષાકર્મીઓને આપી દીધી હતી. તેઓ વારાણસીથી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં મુંબઇ જઇ રહ્યા હતા. હથિયારોની વિશેષ ચકાસણીના કાઉન્ટર પર તેમની પિસ્તોલની ચકાસણી થઇ રહી હતી તે દરમિયાન જ એક રાઉન્ડ ફાયર થઇ ગયો હતો જેને કારણે સુમન કુમારી અને રોહિત રાજ નામના બે સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા.
પ્રાથમિક તપાસ મુજબ પોલીસે જણાવ્યું હતું કે પિસ્તોલની મેગઝિન ચકાસણી દરમિયાન બહાર આવી ગઇ હતી, જોકે એક રાઉન્ડર ચેમ્બરમાં રહી ગયો હતો, આ દરમિયાન ટ્રિગર દબાઇ જતા ગોળીબાર થયો હતો. ઘટના બાદ આઝમગઢ જિલ્લાના આ મુસાફરની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી, સાથે જ તેમની સામે બીએનએસની કલમ ૧૨૫ (લોકોના જીવને જોખમમાં મુકવું, બેદરકારી) હેઠળ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.









