India

'18 વધારે કે ઝીરો..', લોકસભામાં અખિલેશ યાદવે ભારત અમેરિકા ટ્રેડ ડીલ પર ઉઠાવ્યા સવાલ

By GS TEAM
10 Feb 20262 mins read
TukuTouch Logo
લોકસભામાં હાલ ભારે હંગામો ચાલી રહ્યો છે. એક તરફ કોંગ્રેસે સ્પીકર ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ જાહેર કરી છે. બીજી તરફ સત્તાપક્ષ તરફથી સંસદીય કાર્યમંત્રી કીરેન રિજૂજૂએ ફ્લોર લીડર્સ સાથે બેઠક કરી છે. સંસદ શરુ થતાં જ આઠ કોંગ્રેસના સાંસદોના સસ્પેન્સન મુદ્દે વિપક્ષે ભારે હોબાળો કર્યો હતો. તેવામાં બપોરે 12 વાગ્યા સુધી તે બાદ 2 વાગ્યા સુધી સદનની કાર્યવાહી સ્થગિત કરવાની ફરજ પડી હતી. બાદમાં સપા સાંસદ અને પ્રમુખ અખિલેશ યાદવે બજેટ અને અમેરિકા સાથેની ટ્રેડ ડીલ અંગે લોકસભામાં સરકારને ઘેરી ધારદાર સવાલો કર્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

'18 વધારે કે ઝીરો..', લોકસભામાં અખિલેશ યાદવે ભારત અમેરિકા ટ્રેડ ડીલ પર ઉઠાવ્યા સવાલ

Parliament Budget Session: લોકસભામાં હાલ ભારે હંગામો ચાલી રહ્યો છે. એક તરફ કોંગ્રેસે સ્પીકર ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ જાહેર કરી છે. બીજી તરફ સત્તાપક્ષ તરફથી સંસદીય કાર્યમંત્રી કીરેન રિજૂજૂએ ફ્લોર લીડર્સ સાથે બેઠક કરી છે. સંસદ શરુ થતાં જ આઠ કોંગ્રેસના સાંસદોના સસ્પેન્સન મુદ્દે વિપક્ષે ભારે હોબાળો કર્યો હતો. તેવામાં બપોરે 12 વાગ્યા સુધી તે બાદ  2 વાગ્યા સુધી સદનની કાર્યવાહી સ્થગિત કરવાની ફરજ પડી હતી. બાદમાં સપા સાંસદ અને પ્રમુખ અખિલેશ યાદવે બજેટ અને અમેરિકા સાથેની ટ્રેડ ડીલ અંગે લોકસભામાં સરકારને ઘેરી ધારદાર સવાલો કર્યા હતા. 

11 મહિનાની રાહ કેમ જોઈ?

અખિલેશ યાદવે અમેરિકા સામેની ટ્રેડમાં ઢીલ હોવાનો દાવો કરી કહ્યું હતું કે, 'ભાજપ કહી રહ્યું છે કે દુનિયામાં ઘણા દશો સાથે ફ્રી ટ્રેડ ડીલ કરી લેવામાં આવી છે. હું સરકાર પાસે જાણવા માગું છું કે કેટલા દેશ બચ્યા છે જેની સાથે હજુ ફ્રી ટ્રેડ ડીલ બાકી છે. ઘણા લોકો રૂપિયાને લઈને ઉંમર પર સવાલ ઉઠાવી રહ્યા છે તો આ ડીલ બાદ રૂપિયો ક્યાં જશે. જો ડીલ કરવી જ હતી તો પહેલા કેમ ન કરી 11 મહિનાની રાહ કેમ જોઈ, આ ડીલ કરવામાં સરકારે ઢીલ કરી છે. દેશ જાણવા ઇચ્છે છે કે 18 વધારે છે કે ઝીરો વધારે છે. બજેટ પહેલા બન્યું કે ડીલ?'

'બધું માત્ર કાગળ પર..'

આ ઉપરાંત અખિલેશ યાદવે બજેટ પર પણ સવાલો ઊભા કરતાં જણાવ્યું કે, 'બજેટમાં ગરીબ અને પછાત વર્ગ માટે કાંઈ છે જ નહીં. આપણે આટલા બજેટ લાવીએ છીએ પણ મફતમાં અનાજ લેતા લોકોની આવક વધારી શકતા નથી. અટલ બિહારી વાજપેયીના નામથી કોઈ એક્સપ્રેસ વે બની રહ્યો હતો, બનતાની સાથે જ તેનું નામ બદલી કાઢવામાં આવ્યું, પહેલા ચંબલ બાદમાં અટલજીના નામ પર લાગી રહ્યું છે કે બધું કાગળ પર થઈ રહ્યું છે.' 

આ પણ વાંચો: સંસદમાં આરપાર: ભાજપના મહિલા સાંસદોનો સ્પીકરને પત્ર, કહ્યું- વિપક્ષનું વર્તન લોકશાહી માટે શરમજનક

ખેડૂતોને કોઈ લાભ નહીં!

'સરકાર વારંવાર ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરી રહી છે. આ ડીલ બાદ ખેડૂતોનું શું થશે? જ્યારે બધું વિદેશથી આવવા લાગશે તો ખેડૂતો શું ઉગાડશે અને શું વેચશે? સરકાર એગ્રી ઇન્ફ્રા, મંડી તૈયાર કરવાની માત્ર વાતો કરી રહી છે. ખેડૂતોને હજુ સુધી MSPની કાયદાકીય ગેરંટી આપી શકી નથી. સરકાર હર્ટીકલ્ચર ક્રોપ અને દૂધ ઉત્પાદનના આંકડા ગણાવે છેઃ. MSPની ગેરંટી ક્યારે આપશે. જો ખેડૂતોને કોઈ લાભ નહીં મળે તો તે કેવી રીતે ઘર ચલાવશે. બાળકોને કેવી રીતે ભણાવશે? આજે સોનાના ભાવ ક્યાંથી ક્યાં પહોંચી ગયા છે, પહેલા ગરીબ વિચારતો હતો કે દીકરીની વિદાયમાં સોનાનું કાંઈક આપીશું આ સરકાર ચાલતી રહી તો ચાંદી તો દૂર લોખંડ કે પિત્તળનું વરખ ચઢાવીને પણ દીકરીને વિદાયમાં નહીં આપી શકે.'