ઓપરેશન સિંદૂર બાદ પહેલીવાર પાકિસ્તાની મંત્રી ભારતની મુલાકાતે આવશે, SCO સિવિલાઈઝેશનલ ડાયલોગમાં લેશે ભાગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Pakistan Minister India Visit After Operation Sindoor: 'ઓપરેશન સિંદૂર' પછી પહેલીવાર પાકિસ્તાનના કોઈ મંત્રી ભારત આવી રહ્યા છે. ક્લાઈમેટ મંત્રી મુસાદિક મસૂદ મલિક નવી દિલ્હીમાં યોજાનાર શાંઘાઈ કોઓપરેશન ઑર્ગેનાઇઝેશ(SCO) સિવિલાઇઝેશનલ ડાયલોગમાં ભાગ લેશે.
મે 2023માં બિલાવલ ભુટ્ટો ઝરદારી એસસીઓ બેઠકમાં આવ્યા હતા
આ પહેલા મે 2023માં પાકિસ્તાનના કોઈ મંત્રીનો ભારત પ્રવાસ થયો હતો, જ્યારે તત્કાલીન વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી SCO વિદેશ મંત્રીઓની બેઠક માટે ગોવા આવ્યા હતા. જણાવી દઈએ કે, SCO યુરેશિયાના મોટા ભાગમાં ફેલાયેલા દેશોનું એક રાજકીય અને સુરક્ષા સંગઠન છે, જેમાં ચીન અને રશિયા પણ સામેલ છે. ઑર્ગેનાઇઝેશનની વેબસાઈટ મુજબ, આ પ્રાદેશિક બ્લોકમાં હાલ 10 સભ્યો છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે પ્રવાસની માહિતી આપી
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ક્લાઈમેટ મંત્રી મુસાદિક મસૂદ મલિકના આ પ્રવાસની માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે પાકિસ્તાન સરકારે ફેડરલ મિનિસ્ટર ફોર ક્લાઇમેટ ચેન્જ એન્ડ એન્વાયર્નમેન્ટલ કોઓર્ડિનેશન ડૉ. મુસાદિક મસૂદ મલિકને નવી દિલ્હીમાં યોજાનાર SCO સિવિલાઈઝેશનલ ડાયલોગમાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરવા માટે નોમિનેટ કર્યા છે. આ ઈવેન્ટ 20થી 22 નવેમ્બર 2026 સુધી યોજાશે.

સભ્ય દેશોના પ્રતિનિધિઓ સાંસ્કૃતિક સમજણ અંગે વિચારો વહેંચશે
આ કાર્યક્રમમાં SCO સભ્ય દેશોના પ્રતિનિધિઓ એક સાથે એકત્ર થશે, અને સિવિલાઈઝેશનલ ડાયલોગ તથા સાંસ્કૃતિક સમજણ સાથે જોડાયેલા મુદ્દાઓ પર પોતાના વિચારો શેર કરશે.
પરસ્પર સન્માન સાથે સંવાદ વધારવા નિર્ણય: પાકિસ્તાન
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક્સ પર આગળ લખ્યું કે પાકિસ્તાન સરકાર પરસ્પર સન્માનની ભાવના સાથે SCO ફ્રેમવર્ક હેઠળ સભ્યતાઓ વચ્ચેના સંવાદ અને લોકોના પરસ્પર સંપર્કને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે.




