પાક. આર્મી ચીફ મુનીરની નવી ચાલ અમેરિકાને કહ્યું પસનીમાં પોર્ટ બનાવો

ચીની પોર્ટ ગ્વાડરથી પસની 100 કિ.મી. જ દૂર છે
મુનીરની બે-ધારી નીતિ : પસની પોર્ટ ઉપરથી બલુચીસ્તાનમાં મળતી દુર્લભ ખનીજો અમેરિકા લઈ જવાની સરળતા રહેશે ઃ સાથી બાબુઓ પણ ધૂંધવાયા
મુનીરે થોડા જ દિવસો પૂર્વે અમેરિકાની લીધેલી મુલાકાત દરમિયાન ટ્રમ્પ સમક્ષ આ પ્રસ્તાવ મુકતાં કહ્યું હતું કે, હવે અમેરિકાને બલુચીસ્તાનમાંથી પ્રાપ્ત થતી દુર્લભ ખનીજો પ્રાપ્ત કરી ટન બંધ રીતે અમેરિકા લઈ જવી સરળ પડશે.
જીઓ પેસિફિસની દ્રષ્ટિએ પણ આ પ્રસ્તાવ વિચારણીય છે. આથી અરબી સમુદ્ર ઉપર સીધી નજર રાખી શકાશે. જોકે અમેરિકી તંત્ર તરફથી તે વિષે કશા પ્રત્યાઘાતો આપવામાં આવ્યા ન હતા. પરંતુ નિષ્ણાંતો કહે છે. જીયો પેસિફિકની દ્રષ્ટિએ મુનીરનો આ ખેલ ખતરનાક છે. સાથે તેટલો જ અવિચારી પણ છે.
ગ્વાડરથી માત્ર ૧૦૦ કિ.મી. જ દૂર રહેલું આ પોર્ટ અમેરિકા વિકસાવે પરંતુ તે અમેરિકનોની સાથે જાસૂસો પણ આવે જ વળી, આ બંદર ચીન હસ્તકનાં ગ્વાડરથી માત્ર ૧૦૦ કિ.મી. દૂર છે અને ઈરાનનાં ચા-બહાર બંદરથી ૧૬૦ કી.મી. દૂર છે. ચા-બહાર ભારત વિકસાવી રહ્યું છે. જે ગ્વાડરનાં સામનાના હેતુથી થઈ રહ્યું છે. ચીના તો ખરેખરા ઘૂંઘવાયા છે. એક તરફ તેના માણસો બલુચોના શિકાર બને છે તો બીજી તરફ ભારત પણ નારાજ છે. સૌથી વધુ ઘૂંઘવાટ ચીનને થઈ રહ્યો છે. તે જાણે છે કે હવે ત્યાં અમેરિકાનો સૈન્ય-અડ્ડો પણ બનાવાશે.
આમ પાકિસ્તાનની બે ધારી નીતિથી પાકિસ્તાનને જ નુકસાન થશે. તે મુનીર ભૂલી ગયા છે. કોઈ તેનો વિશ્વાસ નહીં કરે.








