India

જેલમાં પણ કાળી કરતૂત ! રેપ કેસમાં કેદ પૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્નાના ફોનમાંથી મળ્યા 90થી વધુ અશ્લિલ વીડિયો

By GS Team
12 Aug 20262 mins read
TukuTouch Logo
બેંગલુરુની પરપ્પના અગ્રહારા જેલમાં બંધ પૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્નાના સેલમાંથી મોબાઈલ ફોન મળ્યો છે. તપાસમાં સામે આવ્યું કે ફોનમાં 90થી વધુ અશ્લીલ વીડિયો અને મહિલાઓની વાંધાજનક તસવીરોના કટિંગ્સ ડાઉનલોડ કરાયા હતા. આ મોટાભાગનું કન્ટેન્ટ ભારતીય હતું. પોલીસે ફોનનો ઉપયોગ અને ડેટા ડાઉનલોડ કરવાના સમયની તપાસ શરૂ કરી છે. પ્રજ્વલને 2025માં જાતીય શોષણ કેસમાં આજીવન કેદ થઈ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

જેલમાં પણ કાળી કરતૂત ! રેપ કેસમાં કેદ પૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્નાના ફોનમાંથી મળ્યા 90થી વધુ અશ્લિલ વીડિયો

Prajwal Revanna Phone Seized In Jail : કર્ણાટકની રાજધાની બેંગલુરુની પરપ્પના અગ્રહારા સેન્ટ્રલ જેલમાં બંધ પૂર્વ સાંસદના સેલમાંથી મોબાઈલ ફોન મળી આવ્યા બાદ એફઆઈઆર નોંધવામાં આવી હતી. આ મામલે એક મોટો ખુલાસો સામે આવ્યો છે કે જેલમાંથી જપ્ત કરાયેલા ફોનમાંથી 90થી વધુ અશ્લીલ વીડિયો ડાઉનલોડ કરેલા મળી આવ્યા છે.

મોબાઈલમાંથી અશ્લીલ વીડિયો અને તસવીરો જપ્ત

સેન્ટ્રલ ક્રાઈમ બ્રાંચ (CCB)ની તપાસ દરમિયાન સામે આવ્યું છે કે પ્રજ્વલ રેવન્ના (Prajwal Revanna) પાસે રહેલા ફોનમાં 80 થી 90 કરતા વધુ અશ્લીલ વીડિયો ડાઉનલોડ થયેલા હતા, જેમાંથી મોટાભાગના ભારતીય કન્ટેન્ટ સાથે સંબંધિત હોવાનું કહેવાય છે. વીડિયો ઉપરાંત તપાસ અધિકારીઓને ફોનમાંથી મહિલાઓની વાંધાજનક તસવીરોના અખબારી કટિંગ્સ પણ ડિજિટલ સ્ટોર કરેલા મળ્યા હતા. પોલીસ હવે એ શોધવાનો પ્રયાસ કરી રહી છે કે આ સામગ્રી ક્યારે ડાઉનલોડ કરવામાં આવી હતી અને ફોનનો ઉપયોગ કઈ રીતે થઈ રહ્યો હતો.

ડિજિટલ ડેટાની બારીકાઈથી તપાસ

તપાસ એજન્સીઓ માટે એ બાબત અત્યંત ગંભીર છે કે આ મોબાઈલ ફોન જેલની અંદર વાપરવામાં આવી રહ્યો હતો. પોલીસ મોબાઈલમાં રહેલા તમામ વીડિયો અને અન્ય ડિજિટલ ડેટાની કડક તપાસ કરી રહી છે. ઉપકરણમાં રહેલી ફાઈલો અને અન્ય વિગતો પણ ચકાસવામાં આવી રહી છે જેથી ડેટા સંબંધિત તમામ માહિતી સ્પષ્ટ થઈ શકે.

રેપ કેસમાં આજીવન કેદની સજા

ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ 2025માં વારંવાર જાતીય શોષણ અને પુરાવા મિટાવવાના કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા બાદ તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. 2024ની સામાન્ય ચૂંટણી પહેલા હાસન લોકસભા બેઠકના ઉમેદવાર હતા તે સમયે તેમના વિરુદ્ધ જાતીય શોષણના કેસ સામે આવ્યા હતા અને તેનાથી જોડાયેલા વીડિયો વાયરલ થયા હતા. આ કેસમાં તેમના પિતા એચડી રેવન્ના (HD Revanna) વિરુદ્ધ પણ અલગથી કેસ નોંધાયેલો છે.