India

'ઓપરેશન ફાયરવોલ 2026' પાકિસ્તાની જાસૂસી નેટવર્કનો પર્દાફાશ, આંધ્ર પ્રદેશ કાઉન્ટર ઇન્ટેલિજન્સ દ્વારા બે શંકાસ્પદોની ધરપકડ

By GS Team
7 Oct 20263 mins read
TukuTouch Logo
આંધ્ર પ્રદેશ કાઉન્ટર ઇન્ટેલિજન્સ સેલે પાકિસ્તાન-આધારિત જાસૂસી નેટવર્ક સામે 'ઓપરેશન ફાયરવોલ 2026' હેઠળ મોટી કાર્યવાહી કરી છે. વિશાખાપટ્ટનમથી અન્નમ સાઈ વરપ્રસાદ અને કોઈમ્બતુરથી પ્રદીપ મુખર્જીની ધરપકડ કરાઈ છે. આ બંને નૌકાદળના કર્મચારીઓ સંવેદનશીલ માહિતી PIO ને આપતા હતા. કુલ 18 શંકાસ્પદોની તપાસ ચાલી રહી છે, જેમાં 13 નૌકાદળના કર્મચારીઓ સામેલ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'ઓપરેશન ફાયરવોલ 2026' પાકિસ્તાની જાસૂસી નેટવર્કનો પર્દાફાશ, આંધ્ર પ્રદેશ કાઉન્ટર ઇન્ટેલિજન્સ દ્વારા બે શંકાસ્પદોની ધરપકડ

Operation Firewall 2026 : આંધ્ર પ્રદેશ કાઉન્ટર ઇન્ટેલિજન્સ સેલ દ્વારા પાકિસ્તાન-આધારિત ઇન્ટેલિજન્સ ઓપરેટિવ્સ (PIOs) સાથે કથિત રીતે જોડાયેલા એક સંવેદનશીલ શંકાસ્પદ જાસૂસી નેટવર્ક (espionage network) વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસમાં સુરક્ષા એજન્સીઓએ બે મુખ્ય શંકાસ્પદોની ધરપકડ કરી છે. જેમની ઓળખ અન્નમ સાઈ વરપ્રસાદ અને પ્રદીપ મુખર્જી તરીકે થઈ છે. આ ગતિશીલ કાર્યવાહી 'ઓપરેશન ફાયરવોલ 2026' (Operation Firewall 2026) નામના કોઓર્ડિનેટેડ ઓપરેશન હેઠળ ગત ગુરુવારે અંજામ આપવામાં આવી હતી. આ તપાસ એવા કથિત જાસૂસી મોડ્યુલનો ભાગ છે જેમાં કુલ 18 શંકાસ્પદો તપાસના અને તેમાં 13 નૌકાદળના કર્મચારીઓ (naval personnel) પણ સામેલ છે.

શંકાસ્પદોની ભૂમિકા અને ધરપકડના સ્થળો

તપાસ એજન્સીઓ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, આ જાસૂસી નેટવર્કમાં સંડોવાયેલા બંને શંકાસ્પદો અલગ-અલગ સ્તરે સંવેદનશીલ માહિતી લીક કરવામાં સક્રિય હતા:
અન્નમ સાઈ વરપ્રસાદ: આ શંકાસ્પદ નૌકાદળના અધિકારીઓ માટે સિવિલ કોન્ટ્રાક્ટ ડ્રાઈવર તરીકે કામ કરતો હતો. તેના પર નૌકાદળ અને રક્ષા સંસ્થાન (defence establishments) વિશેની અત્યંત સંવેદનશીલ માહિતી પાકિસ્તાન-આધારિત ઇન્ટેલિજન્સ ઓપરેટિવ્સ સાથે શેર કરવાનો અને તેના બદલામાં નાણાં મેળવવાનો ગંભીર આરોપ છે. પોલીસે તેની વિશાખાપટ્ટનમથી ધરપકડ કરી હતી.

પ્રદીપ મુખર્જી: આ શંકાસ્પદ વિશાખાપટ્ટનમ નેવલ બેઝ પર નોકરી કરતો નૌકાદળનો કર્મચારી છે. તેની ધરપકડ તમિલનાડુના કોઈમ્બતુરથી કરવામાં આવી હતી. તેના પર PIO દ્વારા WhatsApp એકાઉન્ટ એક્ટિવેટ કરવા માટે ઉપયોગમાં લેવાયેલું OTP શેર કરવાનો, PIO સાથે વાતચીત કરવાનો અને રક્ષા વિભાગને લગતી સંવેદનશીલ માહિતી શેર કરવાનો આરોપ છે.હાલમાં આ બંને આરોપીઓ જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ છે.

જાસૂસી નેટવર્કનું મોડસ ઓપરેન્ડી અને ગુપ્ત માહિતી

કાઉન્ટર-ઇન્ટેલિજન્સ સૂત્રોના જણાવ્યા અનુસાર, સુરક્ષા એજન્સીઓને વિશ્વસનીય માહિતી મળી હતી કે દેશના કેટલાક લોકો પાકિસ્તાન ઇન્ટેલિજન્સ ઓપરેટિવ્સ (PIOs) સાથે સીધા સંપર્કમાં છે. આ શંકાસ્પદો વિશાખાપટ્ટનમ અને દેશના અન્ય ભાગોમાં આવેલા રક્ષા સંસ્થાનો અને વ્યૂહાત્મક સ્થળો (strategic locations) સંબંધિત સંવેદનશીલ માહિતી એકત્ર કરીને આગળ મોકલતા હોવાની શંકા હતી. આ સંવેદનશીલ માહિતી એન્ક્રિપ્ટેડ કોમ્યુનિકેશન ચેનલ્સના માધ્યમથી શેર કરવામાં આવતી હતી. વિશ્વસનીય ઇનપુટના આધારે, વિજયવાડા ખાતે ૨ સપ્ટેમ્બરના રોજ ભારતીય ન્યાય સંહિતા (BNS), UAPA એક્ટ અને ઓફિશિયલ સીક્રેટ્સ એક્ટ (Official Secrets Act) ની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

'ઓપરેશન ફાયરવોલ 2026': દેશવ્યાપી કાર્યવાહી

આ જાસૂસી નેટવર્કની જાળને નેસ્તનાબૂદ કરવા માટે 'ઓપરેશન ફાયરવોલ 2026' ની સત્તાવાર શરૂઆત 1 ઓક્ટોબરના રોજ કરવામાં આવી હતી. આ ઓપરેશન અંતર્ગત 12 કાઉન્ટર-ઇન્ટેલિજન્સ અધિકારીઓને દેશના 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તૈનાત કરવામાં આવ્યા હતા.આ વિસ્તારોમાં આંધ્ર પ્રદેશ, કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત, ગોવા, દિલ્હી, તમિલનાડુ, છત્તીસગઢ અને બિહારનો સમાવેશ થાય છે. આ વ્યાપક અભિયાન સંબંધિત રાજ્યોની એન્ટિ-ટેરરિઝમ સ્ક્વોડ (ATS), નૌકાદળના અધિકારીઓ અને સ્થાનિક પોલીસના સહયોગથી ચલાવવામાં આવ્યું હતું. આ સંયુક્ત ઓપરેશન દરમિયાન 10 શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી છે અને તપાસના ભાગરૂપે તેમની પાસેથી ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ પણ જપ્ત કરવામાં આવ્યા છે.