Ola-Uber અને ડિલિવરી વર્કર્સને મળશે મોટી રાહત, નવા નિયમો હેઠળ સોશિયલ સિક્યોરિટીનો લાભ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gig Workers Social Security Fund Ola Uber: સામાજિક સુરક્ષા સંહિતા, 2020 (Code on Social Security, 2020) હેઠળ એગ્રીગેટર કંપનીઓએ ગિગ અને પ્લેટફોર્મ વર્કર્સ (જેમ કે ઓલા, ઉબેર, ઝોમેટો, સ્વિગી વગેરેના ડિલિવરી અને ડ્રાઇવિંગ પાર્ટનર્સ) માટે બનાવવામાં આવેલા સોશિયલ સિક્યુરિટી ફંડમાં ફાળો આપવો ફરજિયાત છે. હવે આ ફંડ માટેનો ફાળો નક્કી કરવાના ફોર્મ્યુલા પર કેન્દ્ર સરકાર વિચારણા કરી રહી છે.
બે વિકલ્પો પર વિચારણા
શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા ફંડ માટે બે મુખ્ય વિકલ્પો પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
ટ્રાન્ઝેક્શન/પેઆઉટ આધારિત: કામદારોને કરવામાં આવતા પ્રતિ ટ્રાન્ઝેક્શન અથવા ચૂકવણી (Pay-out) ના આધારે ફાળો નક્કી કરવો.
ટર્નઓવર આધારિત: કંપનીના વાર્ષિક ટર્નઓવરના આધારે ફાળો લેવો.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, પેઆઉટ આધારિત મોડલ કેબ, ઓટો અને બાઇક રાઇડિંગ જેવી સેવાઓ પર વધુ નાણાકીય બોજ નાખી શકે છે, જ્યાં ટ્રાન્ઝેક્શનની સંખ્યા વધુ પણ રકમ ઓછી હોય છે.
શું છે સોશિયલ સિક્યુરિટી કાયદો?
પાત્રતા: નાણાકીય વર્ષમાં કોઈ એક એગ્રીગેટર સાથે 90 દિવસ અથવા વિવિધ એગ્રીગેટર કંપનીઓ સાથે મળીને કુલ 120 દિવસ કામ કરનાર ગિગ વર્કર આ સરકારી યોજનાઓ હેઠળ લાભ મેળવવા માટે પાત્ર બને છે.
ફાળાનું પ્રમાણ: સંહિતાની કલમ 114(4) હેઠળ, એગ્રીગેટરે તેના વાર્ષિક ટર્નઓવરના 1% થી 2% જેટલો ફાળો આપવો પડશે. જોકે, આ રકમ કામદારોને કરાતી કુલ ચૂકવણીના 5% થી વધુ ન હોવી જોઈએ.
મંત્રાલયના આ નિર્ણયથી દેશના લાખો ગિગ વર્કર્સને ભવિષ્યમાં આરોગ્ય, વીમો અને અન્ય સામાજિક સુરક્ષા લાભો મળવાનો માર્ગ મોકળો થશે.




